આગામી બે દિવસમાં ગુજરાતે એક મોટી આફત માટે તૈયાર રહેવું પડશે, અંબાલાલ પટેલની ભયંકર આગાહી

Ambalal Patel, Gujarat Rain Prediction: રાજ્યમાં ચોમાસું શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટલે વરસાદને લઈને ભયંકર આગાહી કરી છે. અંબાલાલ પટેલને જણાવ્યા મુજબ ચોમાસું મોડું આવશે પરંતુ તેની એન્ટ્રી ધમાકેદાર હશે. હવે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ તૂટી પડવાની આગાહી કરી છે. આગામી સપ્તાહે લગભગ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવાની સાથે તેમણે જુલાઈ અને ઓગસ્ટમાં કેવો વરસાદ રહેશે તેની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.

1/5
image

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને 25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદ થશે. જેના કારણે જળસ્તરોમાં વધારો થશે.

2/5
image

કેરળમાં ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં હવે ચોમાસુ બેસવાની રાહ જોવાઈ રહી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડના કારણે ગુજરાતમાં આગામી બે દિવસ બાદ ચોમાસું પહોંચે તેવી શક્યતા જોવાઈ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલે ફરી એક વાર ચોમાસાને લઈને આગાહી કરી છે. જેમા તેઓએ જણાવ્યું છે કે આ વર્ષે વરસાદ મોડો આવશે પરંતુ ભુક્કા બોલાવશે. 

3/5
image

અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ તારીખ 28-29-30 ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જળબંબાકારની સ્થિતિ સર્જશે.જેમાં મહેસાણા, અમદાવાદ, વડોદરા જિલ્લામાં ભારે વરસાદ ખાબકશે. તેમજ નર્મદા નદી બે કાંઠે વહેશે. અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.

4/5
image

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી નાંખી છે. આવતીકાલે એટલે કે તારીખ 25 અને 26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે મધ્ય ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં રવિવારે તેમજ ભરૂચ, વડોદરા, અને સુરતમાં સોમવારે ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

5/5
image

પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે.