મુંબઈ: મહારાષ્ટ્રના પાલઘર (Palghar) જિલ્લામાં એક ખુબ જ હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. જ્યાં અપરાધીઓએ એક નેવી ઓફિસરનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેમને જીવતા બાળી મૂક્યા. પાલઘર પોલીસના જણાવ્યાં મુજબ નેવી અધિકારીની ઓળખ સૂરજકુમાર દુબે (27) તરીકે થઈ છે. તેઓ ઝારખંડના રાંચીના રહીશ હતા. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે કેસ દાખલ કરીને શોધ આદરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નાઈથી થયું હતું અપહરણ
પાલઘર પોલીસને મળેલી જાણકારી મુજબ સૂરજ દુબે (suraj dubey) નામના નેવી અધિકારી (Navy Officer) નું ચેન્નાઈ એરપોર્ટ પાસેથી અપહરણ થયું હતું. અપહરણ બાદ નેવીના અધિકારી પાસેથી 10 લાખની ખંડણી માંગવામાં આવી. પણ ખંડણી ન મળથા ઓફિસરને 1400 કિમી દૂર પાલઘરના જંગલોમાં લઈ જઈને પેટ્રોલ છાંટી જીવતા બાળી મૂકાયા. ખુબ દાઝી ગયેલા અધિકારીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું. 


PM મોદી 16 દિવસની અંદર બીજીવાર પશ્ચિમ બંગાળના પ્રવાસે, પ્રદેશને આપશે આ મોટી ભેટ 


3 દિવસ બંધક બનાવીને રાખ્યા
પોલીસના જણાવ્યાં મુજબ સૂરજ દુબેને બદમાશો રિવોલ્વરની અણીએ ચેન્નાઈ એરપોર્ટ પાસેથી એક કારમાં અપહરણ કરીને લઈ ગયા. ત્યારબાદ 3 દિવસ સુધી ચેન્નાઈમાં એક અજાણ્યા સ્થળે બંધક બનાવીને રાખ્યા. બદમાશોએ નેવી અધિકારી પાસેથી 10 લાખની ખંડણી માંગી. પરંતુ જ્યારે તેમને પૈસા ન મળ્યા તો તેમણે સૂરજકુમારને પાલઘરના દહાણૂ તલાસરીના વેવજી વિસ્તારમાં આવેલા જંગલમાં લઈ જઈ પેટ્રોલ છાંટીને  બાળી મૂક્યા. 5 ફેબ્રુઆરીના રોજ સૂરજ 90 ટકા દાઝી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા અને ત્યારબાદ તેમને મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલી નેવીની હોસ્પિટલ અશ્વિનીમાં દાખલ કરાયા હતા. જ્યાં શનિવારે તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા. 


Dubai : દુબઈ જાઓ તો આ શબ્દ ભૂલેચૂકે ન બોલતા કે લખતા, એક બ્રિટિશ મહિલા જેલના સળિયા પાછળ ધકેલાઈ


પરિવારે લગાવ્યો નેવીના અન્ય અધિકારી પર આરોપ
સૂરજ દુબે કોઈમ્બતુરમાં આઈએનએલ અગ્રણી ટ્રેનિંગ સ્કૂલમાં કાર્યરત હતા. પરિવારજનોએ સૂરજ દુબે મર્ડર કેસમાં નેવીના જ એક અન્ય કર્મચારી પર પૈસાની લેવડદેવડના આરોપમાં મારવાનો આરોપ લગાવ્યો છે. પાલઘર પોલીસે ત્રણ અજાણ્યા લોકો વિરુદ્ધ આઈપીસીની કમલ 307, 364, 392 અને 34 હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube