નવી દિલ્હી: વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત મોટું પગલું ભરવા જઈ રહ્યું છે અને ઘૂસણખોરીની ભાળ મેળવવા માટે નિગરાણી સિસ્ટમ (Surveillance System) ને મજબૂત કરવાની યોજના છે. સરહદે ડ્રોન, સેન્સર, ટોહી અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ ઉપકરણ દ્વારા ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની હરકતો પર ચોવીસ કલાક નજર રાખી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત મજબૂત કરશે નિગરાણી અને ગુપ્તચર તંત્ર
લદાખ (Ladakh)  માં ગત વર્ષ મે મહિનામાં ચીન (China) સાથે ઘર્ષણ શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં અનેકવાર બંને દેશોના સૈનિકો વચ્ચે ભીડંત થઈ ચૂકી છે. આ બધા વચ્ચે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં લાગ્યું છે. જેને જોતા હવે ભારતે પણ સરહદે નિગરાણી સિસ્ટમ અને ગુપ્તચર તંત્રને ઉચ્ચ કોટિનું બનાવવાનો નિર્ણય લીધો છે. 


નિગરાણી તંત્રને અપગ્રેડ કરવાનુ મોટું કારણ
ટીઓઆઈના અહેવાલ મુજબ રક્ષા મંત્રાલયના એક સૂત્રના જણાવ્યાં મુજબ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પાકિસ્તાન સાથે 778 કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા (LoC) ની જેમ સતત સૈનિક તૈનાત કરી શકાય તેમ નથી. આથી એલએસી પર ગેપ ફ્રી કવરજે અને વાસ્તવિક સમયની જાણકારી માટે હાલના નિગરાણી તંત્રને તત્કાળ અપગ્રેડ કરવાની જરૂર છે. 


Dubai : દુબઈ જાઓ તો આ શબ્દ ભૂલેચૂકે ન બોલતા કે લખતા, એક બ્રિટિશ મહિલા જેલના સળિયા પાછળ ધકેલાઈ


સરહદ પર લગાવવામાં આવશે આ સિસ્ટમ
રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે ઊંચાઈવાળા વિસ્તારો પર નજર રાખવા માટે મીની ડ્રોન અને અલ્ટ્રા લોન્ગ રેન્જ સર્વિલાન્સ કેમેરાથી લઈને દૂરથી સંચાલિત થનારા એરક્રાફ્ટ સિસ્ટમથી નિગરાણી ક્ષમતા વધારવાની યોજના છે. આ સાથે જ સેના માટે ઈઝરાયેલ પાસેથી ત્રણથી ચાર ઉપગ્રહ સંચાર-સક્ષમ હેરોન યુએવી ( માનવરહિત હવાઈ વાહન) ને લીઝ પર લેવાની પણ વાત ચાલી રહી છે. આ ઉપરાંત વાયુસેના માટે હેરોપ કમિકેજ એટેક ડ્રોન પણ ખરીદવાના છે. 


ડીઆરડીઓએ તૈયાર કરી સર્વિલાન્સ સિસ્ટમ
સૂત્રોના જણાવ્યાં મુજબ DRDO એ બોર્ડર ઓબ્ઝર્વેશન એન્ડ સર્વિલાન્સ સિસ્ટમ (BOSS) ને લગભગ તૈયાર કરી લીધી છે. જેમાં અનેક સેન્સર સિસ્ટમ લાગેલી છે. આ ઉપરાંત ભારતીય સેનાએ ગત મહિને એક ભારતીય કંપની સાથે 140 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો, જે હેઠળ એડવાન્સ વર્ઝનના સ્વિચ ડ્રોન ખરીદવામાં આવશે. 


Farmers Protest ની આડમાં ભારતને બદનામ કરનારા લોકોને Amercia નો જોરદાર તમાચો!, જાણો શું કહ્યું?


9 મહિનાથી ચાલુ છે ભારત-ચીન વિવાદ
અત્રે જણાવવાનું કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વિવાદ ગત વર્ષ મે મહિનામાં શરૂ થયો હતો. જ્યારે ચીને લદાખના અક્સાઈ ચીનની ગલવાન ઘાટીમાં ભારત તરફથી રોડ નિર્માણને લઈને આપત્તિ જતાવી હતી. 5 મેના રોજ ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થયા બાદ સૈન્ય ગતિરોધ પેદા થયો હતો. ત્યારબાદ ચીની સૈનિક 9 મેના રોજ સિક્કિમના નાથુ લામાં પણ ભારતીય સૈનિકો સાથે ભીડી ગયા હતા. જેમાં અનેક સૈનિકો ઘાયલ થયા હતા. 


ત્યારબાદ 15 જૂનના રોજ લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ત્યારબાદ ભારત અને ચીન વચ્ચે અનેક સ્તરે વાતચીત થઈ ચૂકી છે. પરંતુ ગતિરોધનો કોઈ ઉકેલ આવ્યો નથી. 20 જાન્યુઆરી 2021ના રોજ સિક્કિમના નાથુ લામાં ઘૂસણખોરીની કોશિશ થઈ હતી. ત્યારબાદ જ્યારે ભારતીય સેનાના જવાનોએ ચીની સૈનિકોને રોકવાની કોશિશ કરી તો બંને પક્ષો વચ્ચે ઝડપ થઈ અને બંને દેશોના અનેક સૈનિકો ઘાયલ થયા હતા. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube