લોકોનાં હૃદયમાં 370 મુદ્દે જે આશંકા હતી તે PM મોદીએ ઉખાડી ફેંકી: શાહ
આ અગાઉ વડાપ્રધાન મોદીએ પણ જલગામ રેલીમાં 370નો ઉલ્લેખ કર્યો અને વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું
મુંબઇ : મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા ભાજપ (BJP) અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 (Article 370) હટાવવાનો ઉલ્લેખ કર્યો. અમિત શાહે કહ્યું કે, દેશની જનતાની છાતીમાં અનુચ્છેદ 370ની કસક હતી જેમાં મોદીજીએ ઉખાડી ફેંક્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જલગાવની રેલીમાં 370નો ઉલ્લેખ કર્યો અને વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું.
ચંદ્ર પર રોકેટ મોકલવાથી દેશના યુવાનોનું પેટ નહી ભરાય : મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી
અમિત શાહે કહ્યું કે, દેશ અને મહારાષ્ટ્રની જનતાએ નરેન્દ્ર મોદીને 300થી વધારે સીટો આપી અને મોદીજીએ સાંસદના પહેલા જ સત્રમાં 70 વર્ષથી દેશની જનતાની છાતીમાં કાશ્મીરના અનુચ્છેદ 370 મુદ્દે જે કસક હતી, તેને 5 ઓગષ્ટે ઉખાડી ફેંક્યા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, મોદીજીએ એરસ્ટ્રાઇક કરાવી, બાલકોટના આતંકવાદી સ્થળો પણ નષ્ટ કરી દીધા. સર્જિકલ સ્ટ્રાઇકની તરફ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
રાફેલ પૂજાના વિવાદ પર રાજનાથ સિંહનો વિરોધીઓને સવાલ, શું ભારતીય સંસ્કૃતિનું પાલન કરવું ગુનો છે?
શાહે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતા સામે 2 વિકલ્પ છે અને મોદીજી, દેવેન્દ્ર ફડણવીસજી અને ઉદ્ધવ ઠાકરેજીના નેતૃત્વમાં ભાજપ અને શિવસેના ઉભી છે, તો બીજી તરફ રાહુલ બાબા અને શરદ પવાર છે. આ બંન્ને વચ્ચે મહારાષ્ટ્રની જનતાનો નિર્ણય લેવાવાનો છે.
PM મોદીનો વિરોધીઓને પડકાર, 'હિંમત હોય તો કલમ 370 પાછી લાવવાની વાત તમારા ઘોષણા પત્રમાં લાવો'
દુનિયામાં સૌથી વધુ સુખી મુસલમાન ભારતમાં જોવા મળશે: RSS ચીફ મોહન ભાગવત
વડાપ્રધાન મોદીએ પણ કર્યો 370 નો ઉલ્લેખ
આ અગાઉ વડાપ્રધાન મોદીએ પણ જલગાંવની ચૂંટણી રેલીમાં આર્ટિકલ 370 ઉલ્લેખ કર્યો અને કોંગ્રેસ એનસીપી પર નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીર પાસેથી અનુચ્છેદ 370 હટાવવાનાં નિર્ણય અંગે વાત કરતા કહ્યું કે, 5 ઓગષ્ટે તમારી ભાવના અનુરૂપ ભાજપ NDA સરકારે એક અભૂતપૂર્વ નિર્ણય લીધો. જે અંગે વિચારવું પણ અસંભવ લાગતું હતું.
PM મોદીના ભત્રીજીનું પર્સ છીનવીને ફરાર થયેલા બદમાશને પોલીસે દબોચ્યો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક એવી સ્થિતી જેમાં જમ્મુ કાશ્મીરનાં ગરીબની બહેન-બેટીઓની, દલિતો અને શોષિતોનાં વિકાસની સંભાવના ન જેટલી હતી. નરેનન્દ્ર મોદીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ માત્ર જમીનના ટુકડા નથી. તે માં ભારતીનું શીષ છે,ત્યાના કણ-કણ ભારતની શક્તિઓને મજબુત કરે છે.
આજે શરદ પૂર્ણિમાના દિવસે કરો લક્ષ્મી માતાની પૂજા, સુખ સમૃદ્ધિ અને ધનવર્ષા માટે કરો આ કામ
વડાપ્રધાન મોદીએ સાધ્યું વિપક્ષ પર નિશાન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દુર્ભાગ્ય સાથે કહેવું પડી રહ્યું છે કે અમારા દેશનાં કેટલાક રાજનીતિક દળ, કેટલાક રાજનેતા, રાષ્ટ્રહિત માટે લેવાયેલા આ નિર્ણય અંગે રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગત્ત થોડા મહિનાઓમાં કોંગ્રેસ-એનસીપીના નેતાઓનાં નિવેદન જોઇ લેજો. જમ્મુ કાશ્મીર મુદ્દે સમગ્ર દેશ વિચારે છે, તેનાથી એકદમ ઉલ્ટુ તેમની વિચારસરણી દેખાય છે. તેનો તાલમેલ પાડોશી દેશ સાથે મળતી આવે છે.
મુંબઈ: ડ્રીમલેન્ડ સિનેમા પાસે ઈમારતમાં આગ લાગી, ફસાયેલા 8 લોકોને રેસ્ક્યુ કરાયા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે હું વિરોધીઓને પડકાર ફેંકુ છુ કે તમારામાં જો હિમ્મત હોય તો ચૂંટણીમાં પણ તથા આગામી ચૂંટણીના ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરો કે અમે અનુચ્છેદ 370ને પરત લાવીશું. 5 ઓગષ્ટના નિર્ણયને અમે બદલી નાખીશુ, નહી તો તેઓ ઘડીયાળી આંસુ વહાવવાના બહાનાઓ બંધ કરે.