આજે શરદ પૂર્ણિમાના દિવસે કરો લક્ષ્મી માતાની પૂજા, સુખ સમૃદ્ધિ અને ધનવર્ષા માટે કરો આ કામ
Trending Photos
નવી દિલ્હી: હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું ખાસ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરાયેલા વ્રતથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. શરદ પૂર્ણિમાને કોઝોગાર પૂર્ણિમા કે રાસ પૂર્ણિમા પણ કહે છે. એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાતે ચંદ્રમાં પોતાની સંપૂર્ણ 16 કળાએ ખીલે છે અને પોતાની ચાંદની દ્વારા સમસ્ત જગત પર અમૃત વર્ષા કરે છે. આ જ કારણ છે કે આજના દિવસે તમામ વ્રત કરનારા લોકો અને અન્ય લોકો દૂધપૌઆ બનાવીને ચંદ્રના પ્રકાશમાં રાખે છે અને ત્યારબાદ કે પછી સવારે સ્નાન બાદ પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે.
વ્રત મૂહુર્ત
શરદ પૂર્ણિમાની તિથિનો આરંભ- 13 ઓક્ટોબર 2019ના રોજ 12:38 વાગ્યાથી 14 ઓક્ટોબર 2019ના રોજ 2:39 મિનિટ સુધી
ચંદ્રોદય- 13 ઓક્ટોબર 2019ના રોજ સાંજે 5:26 વાગે
પૂજા વિધિ
આજના દિવસે વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. ત્યારબાદ ઘરમાં પૂજા કરીને ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાનની પૂજા કરાય છે. મુખ્ય રીતે ભગવાન ઈન્દ્ર અને લક્ષ્મી માતાની પૂજા શરદ પૂર્ણિમાના દિવસે થાય છે. સાંજે લક્ષ્મીજીની પૂજા કરો અને આરતી ઉતારો. ત્યારબાદ ચંદ્રમાને અંજલિ આપીને પ્રસાદ ચઢાવો તથા ઉપવાસ ખોલો. 12 વાગ્યા બાદ દૂધપૌઆ પ્રસાદમાં વહેંચો.
આજના દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો મનોકામનાઓ પૂર્ણ થાય છે....
1. રાતે તુલસીના છોડ નીચે દીપક પ્રગટાવો. આ સાથે જ સાત વાર લાલ રંગની નાડાછડી વીટો. આવું કરવાથી માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે.
2. શરદ પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા બાદ મુખ્ય દ્વાર પર હળદર ભેળવેલું પાણી છાંટો. આમ કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે.
3. શરદ પૂર્ણિમાના દિવસે ઘરને એકદમ સ્વચ્છ રાખો. ક્યાંય પણ અંધારું ન રહેવા દો. આ સાથે જ ઘર પર બ્રહ્મણ કે સાધુ સંતોને બોલાવીને ભોજન કરાવો.
4. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ દિવસે તેમને દૂધપૌઆ, ખીર, દહી, વગેરેનો ભોગ લગાવો. તેનાથી દેવી પ્રસન્ન થશે.
5. આર્થિક સુખ સમૃદ્ધિ પામવા માટે પૂર્ણિમાની રાતે જાગરણ કરવું જોઈએ. આ સાથે જ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ.
6. શરદ પૂર્ણિમાની રાતે ચોખાથી બનેલી ખીર કે દૂધ પૌઆને વાસણમાં લઈને તેના પર ચારણી ઢાંકી ચંદ્રનો પ્રકાશ પડે તે માટે ખુલ્લામાં રાખવું જોઈએ.
7. લક્ષ્મીજીને ગુલાબની માળા અર્પણ કરો અને રાતે તેમની પાસે ઘીનો દીવો જરૂર પ્રગટાવો. ત્યારબાદ 11 વાર ઓમ હ્રી શ્રી કમલે કમલાયે પ્રસીદ પ્રસીદ મહાલક્ષ્મયે નમ: મંત્રનો જાપ કરો. તેનાથી ધનની સમસ્યા દૂર થશે.
8. શરદ પૂર્ણિમાની રાતે માતા લક્ષ્મીને પીળી અને લાલ રંગની સામગ્રી અર્પણ કરવી જોઈએ. તેનાથી દેવી પ્રસન્ન થાય છે.
9. રાતે ચંદ્રદેવને અંજલિ આપવી જોઈએ. તેનાથી પૂજનનું પૂર્ણ ફળ મળે છે.
10. ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે શરદ પૂર્ણિમાની રાતે માતા લક્ષ્મીને પાંચ પીળી કોડી ચઢાવો, હવે પૂજનના બીજા દિવસે તેને પોતાની તિજોરીમાં રાખી દો. તેનાથી ધનવર્ષા થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે