મુંબઈ: ડ્રીમલેન્ડ સિનેમા પાસે ઈમારતમાં આગ લાગી, ફસાયેલા 8 લોકોને રેસ્ક્યુ કરાયા

મુંબઈના ચર્ની રોડ પરના વિસ્તારમાં ડ્રીમલેન્ડ સિનેમા પાસે આજે સવારે એક રહેણાંક બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી. આગમાં ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરી લેવાયા છે.

મુંબઈ: ડ્રીમલેન્ડ સિનેમા પાસે ઈમારતમાં આગ લાગી, ફસાયેલા 8 લોકોને રેસ્ક્યુ કરાયા

મુંબઈ: મુંબઈના ચર્ની રોડ પરના વિસ્તારમાં ડ્રીમલેન્ડ સિનેમા પાસે આજે સવારે એક રહેણાંક બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી. આગમાં ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરી લેવાયા છે. પ્રાથમિક માહિતી મુજબ આ આગમાં 8 લોકો ફસાયેલા હતાં જેમને રેસ્ક્યુ કરાયા. હાલ બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.   

— ANI (@ANI) October 13, 2019

આગ લગાવવાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. કહેવાય છે કે આ આગ લેવલ 3ની છે. ત્યારબાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ક્રેન અને સીડીની મદદથી લોકોને ભડ ભડ બળતી ઈમારતમાંથી હેમખેમ બહાર કાઢ્યાં. 

જુઓ LIVE TV

આગ પર કાબુ મેળવવાની કોશિશ થઈ રહી છે. આ અંગે વધુ વિસ્તૃત માહિતી થોડીવારમાં પ્રાપ્ત થશે. અત્રે જણાવવાનું કે આ જ સપ્તાહે બુધવારે પણ મુંબઈના વાશી સ્ટેશન પર લોકલ ટ્રેનમાં આગ લાગી હતી. જો કે કોઈ જાનહાનિ થઈ નહતી. પરંતુ આગની જાણકારી મળતા જ મુંબઈ અને પનવેલ વચ્ચેની લોકલ ટ્રેનોની સેવાઓ રોકી દેવાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news