કર્ણાટકમાં ભાજપે આ 30 બેઠકો સાચવી તો બનાવશે સરકાર, મોદી અને શાહની સીધી નજર
આંતરિક વર્તુળોનું કહેવું છે કે કર્ણાટકમાં ભાજપના પર્ફોર્મન્સનો આધાર પક્ષની અંદરનો આંતરિક સંઘર્ષ કેટલા અંશે ટાળી શકે છે અને તેની જનકલ્યાણકારી નીતિઓ લોકોને કેટલા અંશે ગળે ઉતારી શકે છે તેના પર છે.
નવી દિલ્લીઃ ભાજપે કર્ણાટકમાં સત્તા માટે મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે. કર્ણાટકમાં ગુજરાતનું પેજ પ્રમુખનું મોડેલ અપનાવાય તો નવાઈ નહીં ભાજપે હાલમાં આ બેઠકો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. મોદી અને અમિત શાહ માટે આ પરીક્ષાની ઘડી છે. કર્ણાટકમાં હાર મળી તો ભાજપ માટે દક્ષિણ ભારતમાં પ્રવેશ કરવાનો રસ્તો બંધ થઈ જશે. હાલમાં અહીં ભાજપની સરકાર છે. જ્યાં ભાજપે બહુમતિ ના મેળવી હોવા છતાં ગઠબંધન કરી સરકાર બનાવી હતી. સરકાર સામે એન્ટિ ઈન્કમ્બસીનો માહોલ હોવા છતાં ભાજપને ભરોસો છે કે કર્ણાટકમાં ફરી ભાજપ જીતીને આવશે. હાલમાં ઓપિનિયન પોલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કડી ટક્કર હોવાનું જણાવી રહ્યાં છે.
આ પણ ખાસ વાંચોઃ ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ... આ પણ ખાસ વાંચોઃ ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા! આ પણ ખાસ વાંચોઃ વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો
ભાજપ માટે કર્ણાટકમાં જીત એ અતિ અગત્યની છે. ભાજપના ચાણક્ય અમિત શાહે મોરચો સંભાળ્યો છે. સૌથી મોટી પરેશાની ભાજપ માટે અહીં અસંતુષ્ટોને સાચવવાની છે. ભાજપ અહીં પણ ગુજરાત મોડેલની જેમ નેતાઓના પત્તાં તાપી રહ્યાં છે. આ બળવાખોરો ભાજપને કેટલું નુક્સાન પહોંચાડી શકે છે. એ ધ્યાને રાખવાની ભાજપને જરૂર પડશે. ભાજપે એવી બેઠકો પર વધુ મહેનત કરવાની જરૂર છે જ્યાં હારનું માર્જિન 5000થી ઓછું હતું. કર્ણાટકમાં ભાજપ ૨૦૧૮માં ૧૬ બેઠક પાંચ હજાર કરતાં પણ ઓછા મતથી હાર્યું હતું, ૧૨ બેઠક એવી હતી જ્યાં ત્રણ હજાર કરતાં પણ ઓછા મતથી હાર્યું હતું.
આ પણ ખાસ વાંચોઃ સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન? આ પણ ખાસ વાંચોઃ રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે આ પણ ખાસ વાંચોઃ 'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ
ભાજપે ૨૨૪ બેઠકોમાંથી ૧૦૪ બેઠકો જીતી હતી અને તે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. કોંગ્રેસે ૭૮ બેઠક જીતી હતી અને તેણે પછી ૩૭ બેઠક જીતનારા જનતાદળ સેક્યુલર સાથે મળીને સરકાર રચી હતી. જે ૧૪ મહિના ચાલી હતી. કર્ણાટકના નિરીક્ષકોનું કહેવું છે કે ભાજપે ૨૦૧૯માં કોંગ્રેસ-જેડીએસના ૧૭ બળવાખોરોના સથવારે સત્તા તો મેળવી પરંતુ ભાજપે ફક્ત પાંચ હજાર વોટથી ગુમાવેલી ૧૬ બેઠક પર ધ્યાન આપ્યું હોત તો તે ચૂંટણી જીતી શક્યું હોત.
આંતરિક વર્તુળોનું કહેવું છે કે કર્ણાટકમાં ભાજપના પર્ફોર્મન્સનો આધાર પક્ષની અંદરનો આંતરિક સંઘર્ષ કેટલા અંશે ટાળી શકે છે અને તેની જનકલ્યાણકારી નીતિઓ લોકોને કેટલા અંશે ગળે ઉતારી શકે છે તેના પર છે. ભાજપના ટોચના નેતાઓએ રાજ્યના નેતાઓને આદેશ આપ્યો છે કે આંતરિક મતભેદો દફનાવી દે અને કોંગ્રેસ સામે એકજૂથ થઈ લડે. ભાજપ જેડી (એસ) અને કોંગ્રેસના મજબૂત ગઢમાં પણ હવે પગ પેસારો કરવા માંગે છે.
આ પણ ખાસ વાંચોઃ ચા સાથે સિગારેટ કે ભજીયાનું સેવન નોતરશે મોત! જાણો આ રીતે ફરી શકે છે પેટની પથારી આ પણ ખાસ વાંચોઃ બીયર પીનારાઓ આ સમાચાર ધ્યાનથી વાંચો, જાણો સ્વાસ્થ્યને લગતા ફાયદા અને નુકસાન આ પણ ખાસ વાંચોઃ Mayonnaise: શું તમને પણ મેયોનીઝ બહુ ભાવે છે? ખાતા પહેલાં આ મોટા ખતરા વિશે જાણી લેજો
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને એકવાર ફરીથી શિગગાંવથી ટિકિટ આપવામાં આવી છે. એ જ રીતે આર અશોકને કનકપુરથી ટિકિટ મળી છે. જેઓ કોંગ્રેસના દિગ્ગજ ડી કે શિવકુમાર સામે મુકાબલો કરસે. ચન્નાપટનામાં પૂર્વ સીએમ એચ ડી કુમારસ્વામી સામે સીપી યોગેશ્વર મેદાનમાં છે. યોગેશ્વર આ ઉપરાંત પદ્મનાભનગર સીટથી પણ ભાગ્ય અજમાવી રહ્યા છે. ડોક્ટર કે સુધાકરને પાર્ટીએ ચિકબલપુરથી તક આપી છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્રને શિકારીપુરા સીટથી ટિકિટ મળી છે. અનેક સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સવાડીને અથનીથી ટિકિટ મળી નથી.
આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત આ પણ ખાસ વાંચો: શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન આ પણ ખાસ વાંચો: કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ આ પણ ખાસ વાંચો: દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી
ભાજપના નેતા અરુણ સિંહે જણાવ્યું કે પાર્ટીએ 52 નવા ચહેરાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમણે કહ્યું કે કર્ણાટકમાં ભાજપ પ્રચંડ બહુમતથી ફરીથી સરકાર બનાવશે. કોંગ્રેસ ગ્રાઉન્ડ પર નથી. ત્યાં જૂથબાજી છે જ્યારે જનતા દળ (સેક્યુલર) એક ડૂબતું જહાજ છે.
ચૂંટણી પ્રક્રિયાની વાત કરીએ તો 13 એપ્રિલથી નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ જશે જે 20 એપ્રિલ સુધી ચાલશે. જ્યારે રાજ્યમાં 10 મેના રોજ મતદાન થશે અને 13મી મે પરિણામનો દિવસ રહેશે. આ વખતે ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટી પણ ઉતરી છે. પાર્ટીએ તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમના તરફથી ઉમેદવારોની એક યાદી પણ જાહેર થઈ છે. કોંગ્રેસે પણ યાદી બહાર પાડી છે.
આ પણ ખાસ વાંચોઃ દિકરીના બદલે જમાઈ જોડે સાસુએ આખી મનાવી સુહાગરાત! સવાર પડતા પડતા તો... આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ આ પણ ખાસ વાંચોઃ સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો