નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ કર્યું. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ બજેટ 2021-22ને બિરદાવ્યું છે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતની સંકલ્પના બજેટનો  પાયો છે. સામાન્ય માણસ પર કોઈ બોજો વધ્યો નથી. બજેટથી તમામ ક્ષેત્રોમાં વિકાસ થશે. બજેટથી વિકાસના વિશ્વાસ પર ભરોસો વધ્યો. બજેટથી કૃષિ ક્ષેત્રને મજબૂતાઈ મળશે. બજેટમાં ગામ અને ખેડૂતો પર ફોકસ કરવામાં આવ્યું. ખેડૂતોની આવક બમણી થશે. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. બંગાળથી કેરળ સુધી યોજનાઓની જાહેરાત થઈ. નોર્થ-ઈસ્ટના રાજ્યોનો વિકાસ થશે. મહિલાઓ પર બજેટમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી (PM Narendra Modi) એ કહ્યું કે ખેડૂતો (Farmers) અને મંડીઓને સશક્ત કરવા માટે જોગવાઈ કરવામાં આવી. MSME નું  બજેટ ગત વર્ષની સરખામણીમાં બમણું થયું. વર્ષ 2021નું  બજેટ અસાધારણ પરિસ્થિતિઓની વચ્ચે રજુ કરવામાં આવ્યું છે. જેમા યથાર્થનો અહેસાસ અને વિકાસનો વિશ્વાસ પણ છે. કોરોનાએ દુનિયામાં જે પ્રભાવ પેદા કર્યો તેણે સમગ્ર માનવજાતિને હલાવીને રાખી દીધી. આ પરિસ્થિતિઓ વચ્ચે આજનું બજેટ ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરનારું છે. પીએમ મોદીએ કહ્યું કે બજેટમાં આત્મનિર્ભરતાની સાથે સાથે સમાવેશી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. આ બજેટ ભાષણ વિરલા બજેટ ભાષણોમાંથી એક હતું. વિશેષજ્ઞોએ તેને બિરદાવ્યું. તેમણે કહ્યું કે પડકારો હોવા છતાં અમારી સરકારે બજેટ ( Budget 2021 ) ને પારદર્શક બનાવવા પર ભાર મૂક્યો. 


Budget 2021: ખેડૂત આંદોલન વચ્ચે આ વખતે બજેટમાં ખેડૂતો માટે સરકાર કરી અનેક જાહેરાતો...ખાસ જાણો 


પીએમ મોદીએ કહ્યું કે ભારત કોરોના કાળમાં ખુબ  પ્રો-એક્ટિવ રહ્યું છે. અત્રે જણાવવાનું કે આ વખતે સંસદમાં જે બજેટ નાણામંત્રીએ રજુ કર્યું તે અનેક રીતે ખાસ હતું. બજેટની કાગળની કોપીઓની જગ્યાએ ટેબલેટનો ઉપયોગ થયો. નાણામંત્રીએ ટેબલેટથી બજેટ ભાષણ વાંચ્યુ. બજેટ દસ્તાવેજ તમામ સાંસદો સહિત જનતા માટે પણ ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ થનાર છે. 


બજેટ પર તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક....


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube