નવી દિલ્હી: જો તમે પૈસાની બચત કરવા માટે પ્રોવિડન્ડ ફંડ (EPF) માં વધુ રોકાણ કરો છો તો આ વખતે બજેટથી તમને નિરાશા સાંપડી શકે છે. સરકારે આ વખતે બજેટમાં ટેક્સ ફ્રી EPF ની સુવિધા ખતમ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અઢી લાખથી ઉપર વાર્ષિક EPF જમા કરનારાનો કપાશે ટેક્સ
જો એક વર્ષની અંદર તમારો EPF 2.5 લાખ રૂપિયાથી વધુ થતો હોય તો તેના પર મળતા વ્યાજ પર હવે તમારે ટેક્સ આપવો પડશે. અઢી લાખ રૂપિયા સુધીના ઈપીએફ પર મળતું વ્યાજ ટેક્સ ફ્રી રહેશે. બજેટ (( Budget 2021 )  માં કરવામાં આવેલી સરકારની આ જાહેરાતથી કંપનીઓ અને સરકારી નોકરીઓમાં ઊંચા પગાર પર કામ કરતા લોકો પર તેની સીધી અસર પડશે. 


વધુ પગારદાર લોકો માટે ટેક્સ ફ્રી EPF ની સુવિધા ખતમ
મળતી માહિતી મુજબ વધુ પગારવાળા લોકો ટેક્સ ફ્રી આવક વધારવા માટે પોતાના EPF માં જમા થનારી રકમ વધારી લવડાવતા હતા. પરંતુ હવે સરકારે તેમના માટે આ સુવિધા ખતમ કરી દીધી છે. સરકારની આ પહેલથી સામાન્ય વેતન પર કામ કરનારા લાખો લોકો પર કોઈ અસર પડશે નહીં. 


Budget 2021: ખેડૂત આંદોલન વચ્ચે આ વખતે બજેટમાં ખેડૂતો માટે સરકાર કરી અનેક જાહેરાતો...ખાસ જાણો 


પહેલા પણ એકવાર આવી ચૂક્યો છે પ્રસ્તાવ
જાણકારી મુજબ સરકારે વર્ષ 2016ના બજેટ ( Budget 2021 )માં પણ આવો જ એક પ્રસ્તાવ રજુ કર્યો હતો. તે પ્રસ્તાવ મુજબ EPF ના 60 ટકા અર્જિત વ્યાજને ટેક્સના દાયરામાં લાવવામાં આવ્યો હતો. લોકોમાં આ પ્રસ્તાવનો વિરોધ થયા બાદ સરકારે તેના પર પીછેહટ કરવી પડી હતી. 


યુલિપની જોગવાઈઓમાં પણ કરાયો ફેરફાર
સરકારે આ વખતના બજેટમાં યુલિપની કલમ 10(10ડી) હેઠળ એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુના પ્રિમિયમ પર કર છૂટના પ્રસ્તાવને હટાવી દીધો છે. આ પ્રસ્તાવ હાલના યુલિપ પર  લાગુ થશે નહીં. દેશમાં એક ફેબ્રુઆરી બાદ વેચવામાં આવેલી પોલીસી માટે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. 


Budget 2021: નાણામંત્રીના હાથમાં રહેલી વસ્તુને ધ્યાનથી જુઓ, પહેલીવાર આવું જોવા મળ્યું


એક એપ્રિલથી દેશમાં લાગુ થશે નવા વેજ કોડ
બજેટ 2021ની જોગવાઈઓ મુજબ આ વખતે એક એપ્રિલથી નવા વેજ કોડ પણ આવનારા છે. તેમાં નિર્ધારિત કરાયું છે કે બેઝિક સેલરી વ્યક્તિની કુલ આવકના ઓછામાં ઓછા 50 ટકા હોવી જોઈએ. જેનો અર્થ છે વધુ બેઝિક સેલરી સાથે સ્ટ્રક્ચર બદલવામાં આવશે અને આવામાં તમારું EPF માં યોગદાન પણ આપોઆપ વધી જશે. 


બજેટ પર તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક....


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube