Budget 2021: નાણામંત્રીના હાથમાં રહેલી વસ્તુને ધ્યાનથી જુઓ, પહેલીવાર આવું જોવા મળ્યું

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)  આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ (Budget 2021) રજુ  કરશે. આ બજેટ અનેક રીતે ખુબ ખાસ છે અને ઈતિહાસમાં પહેલીવાર બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હશે તથા બજેટ ભાષણ અને દસ્તાવેજ સોફ્ટ કોપીમાં ઓનલાઈન ઉપલબ્ધ હશે. 
Budget 2021: નાણામંત્રીના હાથમાં રહેલી વસ્તુને ધ્યાનથી જુઓ, પહેલીવાર આવું જોવા મળ્યું

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)  આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ (Budget 2021) રજુ  કરશે. આ બજેટ અનેક રીતે ખુબ ખાસ છે અને ઈતિહાસમાં પહેલીવાર બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હશે તથા બજેટ ભાષણ અને દસ્તાવેજ સોફ્ટ કોપીમાં ઓનલાઈન ઉપલબ્ધ હશે. 

મેડ ઈન્ડિયા ટેબથી બજેટ ભાષણ વાંચશે નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણ  ( FM Nirmala Sitharaman ) પોતાના હાથમાં મેડ ઈન ઈન્ડિયા ટેબલેટ લઈને નાણા મંત્રાલયથી બહાર નીકળ્યા. નિર્મલા સીતારમણ આ વખતે સંસદમાં બજેટ ( Budget 2021 ) પરંપરાગત વહીખાતાની જગ્યાએ ટેબલેટથી રજુ કરશે. જે ડિજિટલ ઈન્ડિયાનો એક સંકેત પણ છે. અત્રે જણાવવાનું કે  કોરોના વાયરસ મહામારીના કારણે આ વખતે બજેટ સંપૂર્ણ રીતે પેપરલેસ છે અને એટલે નાણામંત્રી ટેબલેટ દ્વારા બજેટ ભાષણ વાંચશે. Zee News સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે યુનિયન બજેટ મેડ ઈન ઈન્ડિયા ટેબલેટમાં રજુ કરાશે. 

Budget 2019 માં બદલાઈ હતી ચામડાની બ્રીફકેસ
આ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2019માં ચામડાના પરંપરાગત બ્રીફકેસને બદલી નાખી હતી. બજેટના વહી ખાતા લાલ કપડાંમાં લઈને સંસદ પહોંચ્યા હતા. આ તેમનું પહેલું બજેટ હતું. 

એપ પર મળશે બજેટ 2021ના તમામ અપડેટ
બજેટ 2021 માટે Union Budget Mobile App લોન્ચ કરાઈ છે. જ્યાં તમે બજેટ જોઈ શકો છો. ભારત સરકારની આ એપને તમે ગૂગલ એપ સ્ટોરથી ડાઈનલોડ કરી શકો છો. એપ સ્ટોરમાં જઈને Union Budget ટાઈપ કરો. જે એપની નીચે NIC eGov Mobile Apps લખ્યું હોય તેને ડાઈનલોડ કરો. તમે આ એપને www.indiabudget.gov.in થી પણ ડાઉનલોડ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news