કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપની રથયાત્રાના મુદ્દા પર કોલકાતા હાઇકોટમાં આજે સુનાવણી યોજાઇ હતી. તે દરમિયાન હાઇકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકાર તરફથી ભાજપ રથયાત્રા પર લગાવેલી રોક હટાવી દીધી છે. હાઇકોર્ટે ભાજપની રથયાત્રાને મંજૂરી આપી છે. હાઇકોર્ટે કહ્યું કે, અસલામતીની લાગણી વાસ્તવિક હોવી જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકાતા હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું કે, પ્રયત્ન કર્યા વગર રથયાત્રાને મંજૂરી આપવામાં આવી નથી. મમતા સરકારે પ્રયત્ન કર્યો ન હતો. કોલકાતા હાઇકોર્ટે પ્રશાસનને આ પણ આદેશ કર્યો કે રથયાત્રા દરમિયાન કાયદાનો ભંગ ન થવો જોઇએ.


વધુમાં વાંચો: બુરાડીકાંડ: એક જ પરિવારનાં 11 લોકોનાં મોત પરથી ઉઠ્યો પડદો, વિસરા રિપોર્ટમાં થયો ખુલાસો


હાઇકોર્ટે કહ્યું કે, સંબંધિત પ્રશાસને રથયાત્રા માટે જરૂરી નિયંત્રણો ન કરી સંપૂર્ણપણે તેના પર રોક લગાવી દીધી હતી. જ્યારે યાત્રા કોઇ ગેરકાયદે ઉદેશ્ય માટે નથી, એવામાં તેના પર ત્યાં સુધી રોક ન લગાવી શકાય, જ્યાં સુધી તે યાત્રામાં કાયદાનું ઉલ્લંઘન થતું ન હોય. જણાવી દઇએ કે ભાજપે 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રથયાત્રાનું આયોજન કર્યું છે.


તેના પર ભાજપે કહ્યું કે, રથયાત્રા દ્વારા કેન્દ્રના કામોને લોકો સુધી પહોંચાડવા છે. સાથે જ તે દરમિયના મમતા સરકારની તાનાશાહી લોકોને જણાવવાનો ઉદેશ્ય છે. સુનાવણી દરમિયાન ભાજપના વકીલે દલીલ કરતા કહ્યું કે, પોલીસ નિયમો અંતર્ગત રથયાત્રાને રોકી ન શકાય. તેમણે કહ્યું કે રથયાત્રા રોકવાનો અધિકાર જિલ્લાધિકારી પાસે છે.


વધુમાં વાંચો: રાજ ઠાકરેનું વિવાદિત નિવેદન, મંત્રી ન સાંભળે વાત તો ડુંગળીઓ મારો


પશ્ચિમ બંગાળ સરકારે બુધવારે સુનાવણી દરમિયાન કોલકાતા હાઇકોર્ટને કહ્યું હતું કે, સાંપ્રદાયિક સંવાદિતામાં ખલેલ પાડવાની આશંકા જણાવતી ગુપ્ત રિપોર્ટ રાજ્યમાં ભાજપની રથયાત્રા રેલીને મંજૂરી આપવા પર રોક લગાવવાનું કારણ છે. અરજી દ્વારા, ભાજપે તેમની રેલીને મંજૂરી ન આપતા મુખ્યમંત્રી મમતા બેનર્જી, તૃણમૂલ કૉંગ્રેસ સરકારના પગલાને પડકાર્યા છે.


ત્યારે બુધવારે ભાજપના વકીલ એસકે કપૂરે આરોપ લગાવ્યો હતો કે તેના માટે મંજૂરી ન આપવા પૂર્વ નિર્ધારિત અને તેનો કોઇ આધાર નથી. તેમણે કહ્યું કે અંગ્રેજોના યુગમાં મહાત્મા ગાંધીએ દાડી માર્ચ કરી અને તેમને કોઇએ રોક્યા ન હતા પરંતુ હેવ અહીંયા સરકાર કહે છે કે તેઓ એક રાજકીય રેલી કરવાની મંજૂરી આપશે નહીં.


વધુમાં વાંચો: મંદિરના ટ્રસ્ટીઓએ નજર અંદાજ કરતા પુજારીએ પ્રસાદમાં ઝેર નાખ્યું, 15ના મોત


રાજ્ય પોલીસ વતી હાજર વકીલ આનંદ ગ્રોવરે દલીલ કરી કે ભાજપની રથયાત્રાની વ્યાપકતાને લઇ મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓની જરૂર પડેશે. તેમણે કહ્યું કે જો ભાજપ કેટલાક જિલ્લાઓમાં સભાઓ કરવા ઇચ્છે છે તો તેની મંજૂરી આપવામાં આવી શકે છે. પરંતુ આટલા વ્યાપક સ્તરની રેલીની મંજૂરી આપી શકાય નહીં.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...