નવી દિલ્હીઃ નવા વર્ષની એન્ટ્રીની સાથે દેશમાં હવે કોરોના વેક્સિનને લઈને મોટી તૈયારી શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે નિર્ણય લીધો છે કે 2 જાન્યુઆરીથી દેશના દરેક રાજ્યમાં વેક્સિનની ડ્રાઈ રન કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રલાયે ગુરૂવારે બેઠકમાં આ નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી દેશના ચાર રાજ્યોમાં ડ્રાઈ રન કરવામાં આવ્યું છે. જેમાં પંજાબ, અસમ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. ચારેય રાજ્યોમાં ડ્રાઈ રનને લઈને સારા પરિણામ સામે આવ્યા હતા, ત્યારબાદ સરકારે દેશભરમાં ડ્રાઈ રનને લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. 


ડ્રાઈ રનમાં શું થાય છે?
સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશો પ્રમાણે, ડ્રાઈ રનમાં રાજ્યોએ પોતાને બે શહેરો નક્કી કરવા પડશે. આ બે શહેરોમાં વેક્સિન પહોંચાડવા, હોસ્પિટલ સુધી જવા, લોકોને બોલાવવા અને ડોઝ આપવાની સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન આ રીતે કરવામાં આવશે, જેમ વેક્સિનેશન થઈ રહ્યું હોય.


આ પણ વાંચોઃ ભારતમાં આ વેક્સિનને મળી શકે છે મંજૂરી, ટૂંક સમયમાં જ તમારા સુધી પહોંચશે રસી


સાથે સરકારે કોરોના વેક્સિનને લઈને જે કોવિન મોબાઇલ એપને બનાવી છે, તેની પણ ટ્રાયલ કરવામાં આવશે. ડ્રાઈ રન દરમિયાન જે લોકોને વેક્સિન આપવાની છે, તેને SMS મોકલવામાં આવશે. ત્યારબાદ અધિકારીઓથી લઈને સ્વાસ્થ્યકર્મી વેક્સિનેશન પર કામ કરશે. 


મુખ્ય રૂપથી તેમાં વેક્સિનના સ્ટોરેજ, વિતરણ અને રસીકરણની તૈયારીઓની માહિતી મેળવવામાં આવે છે. જે શહેરની મોટી સરકારી હોસ્પિટલો કે અન્ય સ્થળો પર કરવામાં આવી રહી છે. 


ચાર રાજ્યોમાં બે દિવસ સુધી ચાલી હતી ડ્રાઈ રન
દેશમાં ડ્રાઈ રન ચલાવતા પહેલા પંજાબ, અસમ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં ડ્રાઈ રન કરવામાં આવી હતી. પંજાબના લુધિયાના અને શહીદ ભગત સિંહ નગરમાં આ દરમિયાન સંપૂર્ણ સિસ્ટમને ઓનલાઇન અપનાવવામાં આવી હતી. વેક્સિનના સ્ટોરેજથી લઈને લોકોને જાણકારી આપવાની પ્રક્રિયાનું ઓનલાઇન રીતે પાલન કરવામાં આવ્યું હતું. અન્ય રાજ્યોમાં પણ આ પ્રક્રિયા 28, 29 ડિસેમ્બરે અપનાવવામાં આવી હતી. 


આ પણ વાંચોઃ મોટી સફળતા: ખાલિસ્તાની આતંકી Sukh Bhikhariwal ને દુબઈથી ડિપોર્ટ કરાયો


પ્રધાનમંત્રીએ આપી હતી જાણકારી
પ્રધાનમંત્રી મોદીએ ગુરૂવારે વેક્સિનેશનને લઈને જાણકારી આપી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, દેશમાં કોરોના વેક્સિનને લઈને તૈયારી પોતાના અંતિમ તબક્કામાં છે, જલદી વિશ્વના સૌથી મોટો કોરોના વેક્સિનેશન પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે, લોકોને વેક્સિન સાથે જોડાયેલી જાણકારી તેના ફોન પર મળશે. 


જલદી મળી શકે છે કોરોના વેક્સિનને મંજૂરી
તમને જણાવી દઈએ કે દેશમાં જલદી કોરોના વેક્સિનને મંજૂરી મલી શકે છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોવિશીલ્ડને લઈને ગઈકાલે એક્સપર્ટ કમિટીની બેઠક યોજાઈ હતી. પરંતુ કાલે મંજૂરી ન મળી શકે પરંતુ એક જાન્યુઆરીએ યોજાનારી બેઠકમાં મંજૂરી મળવાની આસા છે. બ્રિટનમાં ઓક્સફોર્ડની વેક્સિનને મંજૂરી મળી શકે છે, ત્યારબાદ ભારતમાં વેક્સિનને મંજૂરી મળવાની શક્યતા વધી ગઈ છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube