નવી દિલ્હી: અમેરિકા (America) ની ફાર્મા કંપની ફાઈઝરે (Pfizer) ભારતમાં કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે કરેલી અરજી પાછી ખેંચી છે. ફાઈઝર દુનિયાની દિગ્ગજ દવા કંપનીઓમાંથી એક છે અને કંપનીએ ભારતમાં પોતાની રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે અરજી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 ફેબ્રુઆરીની બેઠક બાદ લીધો નિર્ણય
ફાઈઝર (Pfizer)  કંપનીના પ્રવક્તાએ શુક્રવારે આ જાણકારી આપતા કહ્યું કે કોવિડ-19 રસી (Covid 19 Vaccine) ના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે ફાઈઝરે 3 ફેબ્રુઆરીની ઔષધિ નિયામકની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં થયેલા વિચાર વિમર્શ અને નિયામકને વધુ જાણકારીની જરૂરિયાત હોવાની અમારી સમજના આધાર પર, કંપનીએ હાલ પોતાની અરજી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. 


Pfizer) તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે ફાઈઝર ઓથોરિટી સાથે સંપર્કમાં રહેશે અને આગામી સમયમાં મંજૂરી માટે ફરીથી અરજી કરશે. 


Farmers Protest Will End? ખતમ થશે ખેડૂત આંદોલન? પડદા પાછળ આ ફોર્મ્યુલા પર ચાલી રહી છે વાતચીત!


અત્રે જણાવવાનું કે ફાઈઝર પહેલી કંપની હતી જેણે ભારતમાં રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે DCGI ને અરજી કરી હતી. કંપનીને બ્રિટન અને બહેરીનમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચૂકી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube