નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ભારતીય રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (Dedicated Freight Corridor) ના એક ભાગનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ  દ્વારા કાનપુર પાસે ન્યૂ ભાઉપુર અને ન્યૂ ખુર્જા વચ્ચે બનેલા 351 કિલોમીટર લાંબા કોરિડોરને દેશને સમર્પિત કર્યો. આ અવસરે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ભારતીય રેલવેના ગૌરવશાળી ભૂતકાળને 21મી સદીની નવી ઓળખ આપનારો છે. ભારત અને ભારતીય રેલવેનું સામર્થ્ય વધારનારો છે. આજે આપણે આધાદી બાદનો સૌથી મોટો અને આધુનિક રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાકાર થતો જોઈ રહ્યા છીએ. આજે જ્યારે ભારત દુનિયાની મોટી આર્થિક તાકાત બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે ઉત્તમ કનેક્ટિવિટી દેશની પ્રાથમિકતા છે. આ સોચ સાથે ગત 6 વર્ષથી દેશમાં આધુનિક કનેક્ટિવિટીના દરેક પહેલુ પર ફોકસ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. 


સાવધાન...હાહાકાર મચાવી રહેલા કોરોનાના નવા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી, UK થી પાછા ફરેલા 6 લોકોમાં જોવા મળ્યા લક્ષણ


સીધા બજારો સાથે જોડાશે ખેતરો-પીએમ મોદી
કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કોરિડોરની શરૂઆત થયા બાદ દેશના ખેતરો સીધા બજારો સાથે જોડાશે. તેમણે કહ્યું કે ગઈ કાલે જ દેશમાં 100મી કિસાન રેલ શરૂ કરાઈ. કિસાન રેલથી આમ પણ ખેતી સંલગ્ન ઉપજને દેશભરના બજારોમાં સુરક્ષિત અને ઓછા ભાવે પહોંચાડવાનું શક્ય બન્યું છે. હવે કિસાન રેલ વધુ ઝડપથી પોતાના ગંતવ્ય પર પહોંચી શકશે. 


આંદોલનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવું એ ખોટું કહેવાય
પીએમ મોદીએ કહ્યું કે પ્રદર્શનો અને આંદોલન દરમિયાન દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવું એ ખોટી વાત છે. તેમણે કહ્યું કે જે આપણે પ્રદર્શનો અને આંદોલનોમાં જોઈએ છે. આ માનસિકતા દેશની સંપત્તિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવાની છે. આપણે યાદ રાખવું જોઈએ કે આ સંપત્તિ કોઈ નેતા કે પક્ષની નથી, દેશની છે. સમાજના દરેક વર્ગનો તેમાં પરસેવો પડ્યો છે. 


5750 કરોડ રૂપિયામાં બન્યો છે 351 કિમીનો હિસ્સો
આ કોરિડોરને લગભગ 5 હજાર 750 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. કાનપુર પાસે ન્યૂ ભાઉપુર અને ન્યૂ ખુર્જા  (New Bhaupur-New Khurja) વચ્ચે બનેલા આ કોરિડોરની લંબાઈ 351 કિમી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટર્ન કોરિડોરના સેક્શન સાથે સાથે પ્રયાગરાજમાં બનેલા કંટ્રોલ રૂમનું પણ ઉદ્ધાટન કર્યું. દેશના સૌથી ભવ્ય ડેડિકેટેડ ફ્રેટ  કોરિડોરનો કંટ્રોલ રૂમ છે. 


Karnataka વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકરે કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પર મળી આવ્યો મૃતદેહ


આ કોરિડોરથી શું ફાયદો થશે?
ભારતીય રેલવેના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર(Dedicated Freight Corridor) ના ઉદ્ધાટનથી મુસાફર ટ્રેનો માટે ટ્રેક ખાલી થશે. જેનાથી વધુ પેસેન્જર ટ્રેનો દોડાવી શકાશે. આ સાથે જ આ કોરિડોર પર માલગાડીઓ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાશે. 


Farmers Protest: પંજાબમાં આંદોલનકારી ખેડૂતોના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે દૂરસંચાર ટાવર!, અનેક જગ્યાએ ખુડદો બોલાવાયો


1856 કિમી છે કોરિડોરની કુલ લંબાઈ
ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની કુલ લંબાઈ (Eastern Dedicated Freight Corridor) 1856 કિમી છે, જે પંજાબના લુધિયાણા અને પશ્ચિમ બંગાળના દંકુની સુધી છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, અને પશ્ચિમ બંગાળથી પસાર થતા આ કોરિડરોથી વેપારને એક નવી દિશા મળશે. અનેક રાજ્યોમાંથી પસાર થનારા આ કોરિડોરનો લગભગ 57 ટકા ભાગ યુપીથી પસાર થશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube