Farmers Protest: પંજાબમાં આંદોલનકારી ખેડૂતોના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે દૂરસંચાર ટાવર!, અનેક જગ્યાએ ખુડદો બોલાવાયો
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો બીજો મહિનો શરૂ થઈ ગયો છે. આ બધા વચ્ચે પંજાબના અનેક વિસ્તારોમાં ખેડૂતો મોબાઈલ ટાવરો તોડી રહ્યાના કિસ્સા સામે આવ્યા છે.
Trending Photos
ચંડીગઢ: નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો બીજો મહિનો શરૂ થઈ ગયો છે. આ બધા વચ્ચે પંજાબના અનેક વિસ્તારોમાં ખેડૂતો મોબાઈલ ટાવરો તોડી રહ્યાના કિસ્સા સામે આવ્યા છે. અંબાણી અને અદાણીના વિરોધમાં પંજાબની અનેક જગ્યાઓ પર રિલાયન્સ જિયોના ટાવરને નુકસાન પહોંચાડવામાં આવ્યું જેનાથી દૂરસંચાર સંપર્ક વ્યવસ્થા પર અસર પડી. અત્યાર સુધીમાં 1411 ટાવર તોડી ચૂકાયા છે. મુખ્યમંત્રી અમરિન્દર સિંહની અપીલ બાદ પણ કોઈ ખાસ અસર જોવા મળી નથી.
આ કારણે મોબાઈલ ટાવરો છે નિશાન પર
પંજાબમાં છેલ્લા 24 કલાકમાં 176થી વધુ દૂરસંચાર ટાવરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. દૂરસંચાર ટાવરોના નુકસાન પાછળ એવી વાર્તા કરવામાં આવી રહી છે કે નવા કૃષિ કાયદાથી મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા ઉદ્યોગપતિઓને લાભ થશે. જેના આધારે પંજાબમાં અનેક સ્થળોએ રિલાયન્સ જિયોના ટાવરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જેનાથી દૂરસંચાર સંપર્ક વ્યવસ્થા પર અસર પડી. જો કે એ વાત અલગ છે કે અંબાણી અને અદાણી સંબંધિત કંપનીઓ ખેડૂતો પાસેથી અનાજ ખરીદતી નથી.
મોબાઈલ ટાવરો તૂટવાથી જનજીવન અસ્તવ્યસ્ત
એક સૂત્રના જણાવ્યાં મુજબ પંજાબના વિભિન્ન સ્થળોથી દૂરસંચાર ટાવરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની સૂચના છે. તેમણે જણાવ્યું કે જે દૂરસંચાર ટાવરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેમાંથી મોટાભાગના જિયો અને દૂરસંચાર ઉદ્યોના જોઈન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સંલગ્ન છે. સૂત્રોએ જણાવ્યું કે હુમલાની અસર દૂરસંચાર સેવાઓ પર પડી છે અને પરિચાલકોને પોલીસ તરફથી કાર્યવાહી ન થતી હોવાના કારણે સેવાઓને બહાલ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
Chief Minister @capt_amarinder Singh appeals to farmers not to disrupt state’s telecom services & inconvenience citizens. Chief Minister urges them to show same restraint & discipline as they’d been exercising at Delhi border.
— CMO Punjab (@CMOPb) December 25, 2020
ખેડૂતોને મુખ્યમંત્રીની અપીલ
પંજાબના મુખ્યમંત્રીએ શુક્રવારે પ્રદર્શનકારી ખેડૂતોને આ પ્રકારના કાર્યોથી જનતાને અસુવિધા નહીં પહોંચાડવાની પણ અપીલ કરી હતી. તેમણે ખેડૂતોને કહ્યું કે જે સંયમ સાથે તેઓ આંદોલન કરવા આવ્યા છે તેને યથાવત રાખે. મુખ્યમંત્રી કાર્યાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મુખ્યમંત્રીએ કોવિડ મહામારી દરમિયાન દૂરસંચાર સંપર્ક વ્યવસ્થાને મહત્વપૂર્ણ ગણાવી અને ખેડૂતોને આંદોલન દરમિયાન એ જ રીતે અનુશાસન અને જવાબદારી દર્શાવવાનું કહ્યું જે પ્રકારે દિલ્હી સરહદે અને પૂર્વના વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યું.
મુખ્યમંત્રીની આ અપીલ ટાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર્સ એસોસિએશન (ટીએઆઈપીએ)ના આગ્રહ પર આવી હતી. આ બાજુ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ ખેડૂતો વિરુદ્ધ કથિત રીતે અપમાનિત ભાષાનો ઉપયોગ કરવા અંગે રવિવારે ભાજપ પર ગુસ્સે ભરાયા હતા. તેમણે કહ્યું કે ભાજપ ખેડૂતોની છબી ખરાબ કરવા અને તેમને અર્બન નક્સલ, ખાલિસ્તાની, ગુંડા કહેવાનું બંધ કરે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે જો ભાજપ પોતાના અસ્તિત્વ માટે લડી રહેલા નાગરિકો અને આતંકવાદીઓ, ઉગ્રવાદીઓ અને ગુંડાઓમાં ફરક ન કરી શકે તો તેણે જનતા પાર્ટી હોવાનો ઢોંગ છોડી દેવો જોઈએ.
મુખ્યમંત્રીએ કહ્યું કે વિભિન્ન ખેડૂત નેતાઓએ પોતે આંદોલનકારીઓને અપીલ કરી હતી કે તેઓ મોબાઈલ ટાવરોથી વીજળી ન કાપે. મુખ્યમંત્રીએ કહ્યું કે કેટલાક સ્થળો પર એ સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ખેડૂતો ક્રોધમાં આ પગલું ભરી રહ્યા છે. જેમને પોતાનું આગળનું ભવિષ્ય અંધકારમય જોવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે