• દેશમાં કોવિડ-19ની સાથે બર્ડ ફ્લૂનો મોટો ખતરો

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ચારથી વધારે રાજ્યોમાં બર્ડ ફ્લૂનું સંક્રમણ ફેલાયું

  • યોગ્ય સમયે સારવાર મળે તો કોઈ ખતરો નથી


જયેશ જોશી, અમદાવાદ:  કોરોના વાયરસ મહામારીની વચ્ચે બર્ડ ફ્લૂ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેની ઝપેટમાં અનેક રાજ્ય આવી ચૂક્યા છે. કેરળે તો તેને રાજકીય સંકટ જાહેર કરી દીધું છે. હવે  આ વાયરસના કારણે આખા દેશમાં ડરનો માહોલ બની રહ્યો છે. જોકે તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. બર્ડ ફ્લૂ એટલે એવિયન ઈન્ફ્લૂએન્ઝાની સારવાર છે. સમય રહેતાં જો તેની સારવાર કરવામાં આવે તો આ બીમારીથી કોઈપણ જાતનો ખતરો નથી. ત્યારે આવો જાણીએ કે આ બીમારીની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે.


આગામી સપ્તાહથી કોરોના સામે 'અંતિમ યુદ્ધ' શરૂ!, જાણો કેવી રીતે પહોંચશે તમારા સુધી Vaccine


તમને કેવી રીતે ખબર પડશે કે બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો છે? :
બર્ડ ફ્લૂ થાય તો તમને તાવ, બેચેની, ઉધરસ, ગળામાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઉલટીઓ, ડાયેરિયા, માથામાં દુખાવો, થાક, નાકમાંથી પાણી નીકળવું, ઉંઘ ન આવવી અને આંખો લાલ થઈ જવી જેવા લક્ષણ જોવા મળે છે. જરૂરી નથી કે બધા લક્ષણ એકસાથે જોવા મળે. પરંતુ તેમાંથી અમુક ચોક્કસ જોવા મળે છે. તેના કારણે ન્યૂમોનિયા થઈ શકે છે.


કયા ટેસ્ટથી ખબર પડશે કે બર્ડ ફ્લૂ થયો છે? :
કોઈ દર્દીને બર્ડ ફ્લૂ છે કે નહીં તેની તપાસ ડૉક્ટર Polymerase Chain Reaction - PCR દ્વારા કરે છે. આ ટેસ્ટથી ખ્યાલ આવે છે કે તમારા શરીરમાં બર્ડ ફ્લૂના વાયરસનું ન્યૂક્લિક એસિડ છે કે નહીં. તેના આધારે ડૉક્ટર એ માહિતી મેળવે છે કે માણસના શરીરમાં કોઈ પ્રકારનો બર્ડ ફ્લૂ વાયરસ છે. એટલે H5M1 છે કે H7N9નો કોઈ બીજો વાયરસ છે. જો તેનાથી ખબર ન પડે તો ડૉક્ટર લોહીની તપાસ કરીને એન્ટીબોડીની માહિતી મેળવે છે.


વિવાદનો The End: સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકનું જોઈન્ટ સ્ટેટમેન્ટ- 'સાથે મળીને કરીશું કામ'


સારવાર ન મળે તો શું થઈ શકે? :
જો યોગ્ય સમયે બર્ડ ફ્લૂની સારવાર ન થાય તો તમને તેનાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. અને તે છે શ્વાસ લેવામાં મુશ્કેલી, ન્યૂમોનિયા, એક્યૂટ રિસ્પેરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, પેટમાં ભારે દુખાવો, ફેફસા ખરાબ થઈ જવા, માનસિક સ્થિતિ બગડવી, અવયવોનું કામ બંધ થઈ જવું અને અંતમાં મોત. જોકે તેના કારણે લોકોના મોત ઓછા થાય છે. મોટાભાગના લોકો સારવારથી સારા થઈ જાય છે.


કઈ દવા લઈ શકાય?:
જો માણસને બર્ડ ફ્લૂ થાય તો તેના માટે દુનિયાભરમાં સારવારના અનેક પ્રકાર ઉપલબ્ધ છે. સૌથી સરળ સારવારનો પ્રકાર છે એન્ટીવાઈરલ ડ્રગ્સનો ઉપયોગ. તેમાં ઓસેલ્ટામિવિર, પેરામિવિર અને જાનામિવિર જેવી એન્ટીવાઈરલ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઓસેલ્ટામિવિરને ટેમીફ્લૂ નામથી પણ ઓળખવામાં આવે છે. જ્યારે જાનામિવિરને રિલેન્ઝા નામથી ઓળખવામાં આવે છે.


કઈ રીતે બર્ડ ફ્લૂથી બચી શકાય?:
બર્ડ ફ્લૂથી બચવાનો સૌથી સરળ માર્ગ છે સંક્રમિત પક્ષીઓ, વિસ્તારથી પોતાને દૂર રાખો. કેમ કે બર્ડ ફ્લૂનો વાયરસ પક્ષીઓના થૂંક, મળમાં હોય છે. તો સંક્રમિત વિસ્તારથી દૂર રહેવામાં જ ભલાઈ છે. કેમ કે તેનો વાયરસ માણસના શરીરમાં આંખો, નાક કે મોં દ્વારા પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. હવાની સાથે આ વાયરસ તરતો રહે છે.


Corona Vaccine: કોરોના સામે લડાઈ માટે ભારત તૈયાર, જાણો વેક્સીન સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ


કેવી રીતે પોતાનું અને પરિવારનું ધ્યાન રાખશો?:
જો બર્ડ ફ્લૂ થયા પછી તમને મરઘી કે ઈંડા ખાવાનું મન થાય તો તમારે તેને કાયદેસર રીતે પકવવું પડશે. જો સારી રીતે પોલ્ટ્રી ઉત્પાદન નહીં પકવો તો તમને બર્ડ ફ્લૂ સિવાય અનેક પ્રકારની બીમારીઓ થવાની આશંકા રહે છે. જે પ્રમાણે ભારતમાં બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો છે. એવામાં તમારે પોલ્ટ્રી ફાર્મમાં ન જવું જોઈએ. તે રાજ્યોમાં ન જવું જોઈએ જ્યાં બર્ડ ફ્લૂ ફેલાયેલો છે. બહારથી પકવેલું પોલ્ટી ઉત્પાદન ન ખાશો. સાફ-સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખો.


બર્ડ ફ્લૂનો ખતરો સૌથી વધારે કોને રહે છે?:
બર્ડ ફ્લૂ થવાનો ખતરો સૌથી વધારે પોલ્ટ્રી ઉત્પાદનનો વ્યવસાય કરનારા લોકો, ખેડૂતો, સંક્રમિત વિસ્તારમાં અવર-જવર કરતા લોકો, યોગ્ય રીતે મરઘી કે ઈંડા ન પકવીને ખાનારાઓને, સ્વાસ્થ્યકર્મી જે બર્ડ ફ્લૂ સંક્રમિત લોકોની સારવાર કરી રહ્યા છે અને સંક્રમિત વ્યક્તિના ઘરના સભ્યોને રહે છે. જેના કારણે બર્ડ ફ્લૂથી બચવા માટે સાવધાની રહેવાની જરૂર છે.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube