વિવાદનો The End: સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકનું જોઈન્ટ સ્ટેટમેન્ટ- 'સાથે મળીને કરીશું કામ'
ભારતમાં કોરોના રસી બનાવનારા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક તરફથી આખરે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના રસી (Corona Vaccine) બનાવનારા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) અને ભારત બાયોટેક (Bharat Biotech) તરફથી આખરે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું. બંને સંસ્થાઓએ સમગ્ર દેશમાં યોગ્ય રીતે કોરોના રસી પહોંચાડવાના પ્રયત્નોની વાત કરી છે. અત્રે જણાવવાનું કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને કંપનીઓના અધિકારી વચ્ચે શાબ્દિક ટપાટપી જોવા મળી, જેના પગલે મોટો વિવાદ ખડો થયો હતો.
બંને કંપનીઓએ આજે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું. 'અદાર પૂનાવાલા અને કૃષ્ણા ઈલ્લાએ દેશમાં કોરોના રસી બનાવવા, સપ્લાય કરવા અને દુનિયા સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરી. બંને સંસ્થાઓનું માનવું છે કે હાલ ભારત અને દુનિયાના લોકોના જીવ બચાવવાનો મોટો લક્ષ્ય છે.'
This should clarify any miscommunication. We are all united in the fight against this pandemic. https://t.co/oeII0YOXEH
— Adar Poonawalla (@adarpoonawalla) January 5, 2021
નિવેદનમાં કહેવાયું છે કે 'હવે જ્યારે ભારતમાં બે કોરોના રસીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે, ત્યારે અમારું ફોકસ રસી બનાવવા, તેના સપ્લાય અને વહેંચવા પર છે. અમારી સંસ્થાન દેશહિતમાં આ કામને પહેલાની જેમ કરતી રહેશે અને આગળ વધશે.'
નિવેદનના અંતમાં કહેવાયું છે કે બંને કંપની દેશ અને દુનિયાને સાથે મળીને રસી પહોંચાડવાનો પ્રણ લે છે. અત્રે જણાવવાનું કે તાજેતરમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલા અને ભારત બાયોટેકના કૃષ્ણા ઈલ્લા વચ્ચે શાબ્દિક ટપાટપીનો એક દોર ચાલ્યો હતો. જેને લઈને ખુબ વિવાદ પણ થયો હતો. મંગળવારે બપોરે જ અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે જલદી આખા વિવાદ અંગે એક નિવેદન બહાર પાડવામાં આવશે.
Our pledge towards a smooth roll out of #COVID-19 vaccines to India and the World, along with @SerumInstIndia @adarpoonawalla @SuchitraElla #BharatBiotech #COVAXIN pic.twitter.com/VYbDTkG3NL
— BharatBiotech (@BharatBiotech) January 5, 2021
બંને પક્ષે આપ્યું હતું નિવેદન
વાત જાણે એમ છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ રવિવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કોરોના વિરુદ્ધ માત્ર ત્રણ રસી કારગર છે. ફાઈઝર, મોર્ડના અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા, જ્યારે બાકીની ફક્ત 'પાણીની જેમ સુરક્ષિત' છે.
ભારત બાયોટેકે જતાવી નારાજગી
અદાર પૂનાવાલાના નિવેદન બાદ વિવાદ ઊભો થયો અને આ નિવેદનને સ્વદેશી રસી કોવેક્સિન સાથે જોડવામાં આવ્યો. ત્યારબાદ ભારત બાયોટેકના CMD કૃષ્ણા ઈલ્લાએ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, 'અમે 200 ટકા ઈમાનદાર ક્લિનિકલ પરીક્ષણ કરીએ છીએ અને આમ છતાં અમને બેકલેશ મળે છે. જો હું ખોટો છું તો મને જાણાવો. કેટલીક કંપનીઓએ અમારી રસીને 'પાણી' જેવી બતાવી છે. હું તેનાથી ઈન્કાર કરવા માંગુ છું. અમે વૈજ્ઞાનિકો છીએ. અમારી ટ્રાયલ પર કોઈ સવાલ ન ઉઠાવો.' રસી નિર્માતાઓના આ પ્રકારના નિવેદનોથી અનેક રાજ્ય સરકારો અને નેતાઓ ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની વાત પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે