ગાઝિયાબાદ: પૂર્વ દિલ્હી (East Delhi) ની સરહદ પર ખેડૂત આંદોલન (Farmers Protest) નું કેન્દ્ર બનેલા ગાઝીપુર (Gazipur) બોર્ડર વિસ્તારમાં ખેડૂતોને અપાઈ રહેલો વીજળી પૂરવઠો બંધ કરી દેવાયો છે. અહીં ખેડૂતોનો મોટા પાયે જમાવડો છે. આ સમગ્ર વિસ્તારમાં અચાનક પોલીસ ફોર્સ વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં ખેડૂતોએ કરેલી બબાલ બાદ લાલ કિલ્લો (Red Fort) બંધ કરી દેવાયો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના એક આદેશ મુજબ લાલ કિલ્લો 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. જો કે આ આદેશ પાછળના કારણનો ઉલ્લેખ કરાયો નથી. પરંતુ તેમાં છ જાન્યુઆરી અને 18 જાન્યુઆરીના જૂના આદેશોનો ઉલ્લેખ કરાયો છે જે હેઠળ પ્રતિષ્ઠિત સ્મારકને બર્ડ ફ્લૂના અલર્ટના કારણે 19 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી બંધ કરી દેવાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાલ કિલ્લો ગણતંત્ર દિવસ  ( Republic Day 2021 )  સમારોહના કારણે 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી બંધ હતો. સૂત્રોએ જણાવ્યું કે 27 જાન્યુઆરીના રોજ પ્રવાસીઓ માટે ખોલવાનો હતો પરંતુ એવું બની શક્યું નહીં. સૂત્રોએ જણાવ્યું કે 26 જાન્યુઆરીના રોજ લાલ કિલ્લા (Red Fort) પરિસરમાં ભડકેલી હિંસા બાદ ASI એ નુકસાનની સમીક્ષા માટે ગેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ બુધવારે સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહ્લાદ પટેલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ASI પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. 


Tractor Parade: Republic Day પર ઉપદ્રવીઓની અત્યંત શરમજનક કરતૂત, આ VIDEO જોઈ દેશ હચમચી ગયો


હિંસાના કારણે ખેડૂતોએ ટાળી સંસદ માર્ચની યોજના
ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર પરેડ (Tractor Parade) માં થયેલી હિંસા બાદ ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest)  પર સવાલ ઉઠી રહ્યા છે. હિંસાને લઈને દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. આ સાથે જ ખેડૂત સંગઠનોમાં પણ ફૂટ જોવા મળી રહી છે. બે ખેડૂત સંગઠનોએ આ આંદોલનથી પોતાને અલગ કર્યા છે. ખેડૂતોએ પોતાની સંસદ સુધીની માર્ચ(Parliament March)  પણ ટાળી છે. અત્રે જણાવવાનું કે કૃષિ કાયદા(Farm Laws)  વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ 1 ફેબ્રુઆરીના રોજ સંસદ માર્ચ કરવાની જાહેરાત કરી હતી. જે હવે ટાળવામાં આવી છે. આ દિવસે લોકસભામાં સામાન્ય બજેટ (Budget) રજુ થવાનું છે. 


Farmers Protest: Delhi Police ની મોટી કાર્યવાહી, 200 ઉપદ્રવીઓની અટકાયત, યોગેન્દ્ર યાદવ સહિત અનેક પર કેસ દાખલ


શહીદ દિવસ પર ખેડૂતો દેશભરમાં કાઢશે રેલીઓ
ભારતીય કિસાન યુનિયન (Bhartiya Kisan Union)ના નેતા બલવીર રાજેવાલે કહ્યું કે ગણતંત્ર દિવસે ( Republic Day 2021 )  ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસાના કારણે એક ફેબ્રુઆરીના રોજ થનારી સંસદ માર્ટ અમે સ્થગિત કરી છે. તેમણે કહ્યું કે શહીદ દિવસના રોજ અમે ખેડૂત આંદોલન તરફથી સમગ્ર ભારતમાં જાહેર રેલીઓ કરીશું. અમે એક દિવસનો ઉપવાસ પણ કરીશું. 


Farmers Protest: સુનિયોજિત હતી ટ્રેક્ટર પરેડ હિંસા? Rakesh Tikait Viral Video થી ઉઠ્યા અનેક સવાલ


હિંસા ફેલાવનારાઓને છોડવામાં નહીં આવે-દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસે બુધવારે આરોપ લગાવ્યો કે મંગળવારે ટ્રેક્ટર પરેડ (Tractor Parade)  દરમિયાન ખેડૂત નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યા અને હિંસામાં પણ સામેલ રહ્યા. તેમણે ભરોસો અપાવ્યો કે કોઈ પણ દોષિતને છોડવામાં નહીં આવે. નોંધનીય છે કે આ ઘટનાઓમાં દિલ્હી પોલીસના 394 કર્મી ઘાયલ થયા. પત્રકાર પરિષદ દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું કે ખેડૂત યુનિયનોએ ટ્રેક્ટર પરેડ માટે નિર્ધારિત શરતોનું પાલન કર્યું નહી, પરેડ બપોરે 12 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા વચ્ચે થવાની હતી. તેમણે  કહ્યું કે  ખેડૂતો દ્વારા શરતોનું પાલન કરાયું નહી. દિલ્હી પોલીસે ખુબ સંયમ રાખ્યો અને કોઈ જાનહાનિ થઈ નહી. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં 25 એફઆઈઆર દાખલ કરાઈ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube