Tractor Parade: Republic Day પર ઉપદ્રવીઓની અત્યંત શરમજનક કરતૂત, આ VIDEO જોઈ દેશ હચમચી ગયો
ગણતંત્ર દિવસ (Republic Day 2021)ના અવસરે ટ્રેક્ટર પરેડના નામે દેશની રાજધાની દિલ્હી (Delhi) માં પ્રદર્શનકારી ખેડૂતોએ ખુબ ઉત્પાત મચાવ્યો અને હિંસાને અંજામ આપ્યો. કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો એક સમૂહ ટ્રેક્ટરોની સાથે લાલ કિલ્લા પર પહોંચી ગયો અને તેના સ્તંભ પર એક ધાર્મિક ઝંડો ફરકાવી દીધો.
Trending Photos
નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day 2021)ના અવસરે ટ્રેક્ટર પરેડના નામે દેશની રાજધાની દિલ્હી (Delhi) માં પ્રદર્શનકારી ખેડૂતોએ ખુબ ઉત્પાત મચાવ્યો અને હિંસાને અંજામ આપ્યો. કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો એક સમૂહ ટ્રેક્ટરોની સાથે લાલ કિલ્લા પર પહોંચી ગયો અને તેના સ્તંભ પર એક ધાર્મિક ઝંડો ફરકાવી દીધો. આ જ પોલ પર 15 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી દેશની આન બાન અને શાન એવા તિરંગાને ફરકાવે છે. ખેડૂતો અને પોલીસ વચ્ચે ખુબ ઘર્ષણ થયું. ખેડૂતોને કિલ્લામાં પ્રવેશ કરતા રોકવાની કોશિશ કરી રહેલા પોલીસકર્મીઓ સાથે તેમનું ઘર્ષણ થયું. જેમાં હાથાપાઈનો એક ચોંકાવનારો વીડિયો સામે આવતા જ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં એક ડઝન પોલીસકર્મીઓ અને અર્ધસૈનિક દળના જવાનો ઉપદ્રવીઓથી બચવા માટે જદ્દોજહેમત કરી રહ્યા હતા. ગણતંત્ર દિવસ ( Republic Day 2021 ) ના અવસરે લાલ કિલ્લા (Red Fort) પરિસરમાં 15 ફૂટની દીવાલ નજીક હાથાપાઈ કરતા કરતા પોલીસકર્મીઓ રીતસરના દીવાલથી કૂદતા જોવા મળ્યા. ઉપદ્રવીઓ જાણે તેમના જીવના દુશ્મન થઈ ગયા હોય તેવું વર્તન કરતા જોવા મળ્યા.
વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે પોલીસને ઉપદ્રવીઓ લાકડી અને ડંડાથી મારતા હતા. પોલીસના જવાનો મહામહેનતે પોતાનો જીવ બચાવી રહ્યા હતા. આખરે હાથાપાઈમાં તેઓ દીવાલથી ટપોટપ નીચે પડી રહ્યા હતા.
#WATCH | Delhi: Protestors attacked Police at Red Fort, earlier today. #FarmersProtest pic.twitter.com/LRut8z5KSC
— ANI (@ANI) January 26, 2021
હિંસામાં 83 પોલીસકર્મીઓ ઘાયલ
દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ ગણતંત્ર દિવસના અવસરે ઘટેલી હિંસક ઘટનાઓમાં 83 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. લાલ કિલ્લા નજીક ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરી દેવાયો છે.
Delhi: Heavy security deployment near Red Fort in the national capital.
'83 Police personnel were injured after being attacked by agitating farmers yesterday,' as per Delhi Police. pic.twitter.com/AvK7DVtsEY
— ANI (@ANI) January 26, 2021
ઉપદ્રવીઓ પર ગંભીર કલમો હેઠળ કેસ દાખલ
પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ સરકારી કામમાં બાધા નાખવા, પોલીસકર્મીઓ પર હુમલો કરવા, સરકારી અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડવા, કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરવા, NOCના નિયમોની અવગણના સહિત અનેક કલમો હેઠળ કેસ દાખલ કરાશે. ઉપદ્રવીઓની ઓળખ થયા બાદ તેમના પર કડક કાર્યવાહી કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે