હાથરસની ગેંગરેપ પીડિતા જિંદગીનો જંગ હારી, દિલ્હીની હોસ્પિટલમાં થયું મૃત્યુ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras Gang Rape) માં હેવાનિયતનો ભોગ બનેલી પીડિતા જિંદગી સામેનો જંગ હારી ગઈ. હેવાનોએ ગેંગરેપ કર્યા બાદ તેની જીભ કાપી નાખી હતી. તેની કરોડ સુદ્ધા તોડી નાખી હતી. વારદાત બાદ છેલ્લા એક અઠવાડિયાથી પીડિતા મોટાભાગે બેહોશ જ રહી હતી. પીડિતા દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ હતી. મંગળવારે સવારે લગભગ ચાર વાગ્યે તેણે દમ તોડ્યો.
હાથરસ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras Gang Rape) માં હેવાનિયતનો ભોગ બનેલી પીડિતા જિંદગી સામેનો જંગ હારી ગઈ. હેવાનોએ ગેંગરેપ કર્યા બાદ તેની જીભ કાપી નાખી હતી. તેની કરોડ સુદ્ધા તોડી નાખી હતી. વારદાત બાદ છેલ્લા એક અઠવાડિયાથી પીડિતા મોટાભાગે બેહોશ જ રહી હતી. પીડિતા દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ હતી. મંગળવારે સવારે લગભગ ચાર વાગ્યે તેણે દમ તોડ્યો.
coronavirus: PM મોદીએ નામ લીધા વગર ચીન પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું?
મેડિકલ પરિક્ષણમાં જાણવા મળ્યું હતું કે હેવાનોએ ગેંગરેપ બાદ પીડિતાની કરોડ તોડી નાખી હતી. પોલીસે છેડતીના આરોપમાં આ મામલે એફઆઈઆર દાખલ કરી હતી. 21 સપ્ટેમ્બરે પીડિતા હોશમાં આવ્યા બાદ તબીબી તપાસમાં ગેંગરેપની પુષ્ટિ થઈ. આ મામલાએ ત્યારબાદ તૂલ પકડ્યું. પીડિતાએ હોશમાં આવી ત્યારે એ પણ જણાવ્યું કે પોતે આરોપીઓ અને ઘટના અંગે ન જણાવી એટલે આરોપીઓએ તેની જીભ કાપી નાખી હતી.
Drugs Case: રિયાની માનસિક સ્થિતિ ડામાડોળ? જાણો શું લખ્યું છે જામીન અરજીમાં
ઘટનાના 9 દિવસ વીતી ગયા બાદ પીડિતા હોશમાં આવી અને પોતાની સાથે થયેલી વારદાત અંગે પરિજનોને જાણ કરી. જ્યારે પીડિતાની તબીબી તપાસ થઈ તો ગેંગરેપની પુષ્ટિ થઈ અને ત્યારબાદ હાથરસ પોલીસે 3 યુવકોની ધરપકડ કરી.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube