નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) ની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) આતંકી જૂથ અલ બદ્ર (Al Badr)ની મદદથી જમ્મુ અને કાશ્મીરમાં ફિદાયીન આતંકીઓની તૈયારી કરી રહી છે. જેથી કરીને સુરક્ષાદળો પર આતંકી હુમલાની કાર્યવાહીને અંજામ આપી શકાય. તાજેતરમાં સુરક્ષા એજન્સીઓના એક આવા જ રિપોર્ટથી ખુલાસો થયો હતો કે ચીન (China) આતંકી જૂથ અલ બદ્રને મજબૂત કરવામાં લાગ્યુ છે. ચીની અધિકારીઓએ પાક અધિકૃત કાશ્મીર (PoK)ની મુલાકાત કરીને અલ બદ્રના ટોપ આતંકી કમાન્ડરો સાથે બેઠક કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથરસની પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અત્યંત ચોંકાવનારો, FSL રિપોર્ટ સાંજે સુધીમાં મળે તેવી શક્યતા


કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં તૈનાત એક અધિકારીના જણાવ્યા મુજબ પાકિસ્તાનની આઈએસઆઈ ટેરરિસ્ટ રિવાઈવલ ફ્રન્ટ (TRF) આતંકી સંગઠન સાથે અલ બદ્ર જૂથને મજબૂત બનાવવાના ષડયંત્રોને અંજામ આપી રહી છે. ગૃહ મંત્રાલયના એક રિપોર્ટ મુજબ આ વર્ષે 11 સપ્ટેમ્બર સુધીમાં કાશ્મીરમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં અલ બદ્રના 6 આતંકીઓનો સફાયો થયેલો છે. જો કે આ દરમિયાન અલ બદ્રએ કાશ્મીરમાં પોતાના જૂથમાં 16 આતંકીઓને સામેલ કર્યા હોવાના ચિંતાના સમાચાર પણ છે. 


Corona Update: આ રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક, તહેવારો ટાણે ફૂટી શકે છે 'કોરોના બોમ્બ'


107 આતંકીઓ અલગ અલગ આતંકી જૂથોમાં સામેલ
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ કાશ્મીર ખીણમાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 107 આતંકીઓ અલગ અલગ આતંકી જૂથોમાં સામેલ થયા છે. સૌથી વધુ હિજબુલ મુજાહિદ્દીનમાં 47, લશ્કર એ તૈયબામાં 24, જૈશ એ મોહમ્મદમાં 11 આતંકીઓ સામેલ થયા છે. જ્યારે અલ બદ્રમાં 16 આતંકીઓ જોડાયા છે. રિપોર્ટ મુજબ કાશ્મીરમાં કુલ 99 એક્ટિવ આતંકીઓ હોવાની બાતમી મળેલી છે. જેમાં 14 આતંકી અલ બદ્ર જૂથના છે બાકી જે સક્રિય છે તેમાંથી હિજબુલના 37, લશ્કર ઐ તૈયબાના 31, જૈશના 14 સામેલ છે. 


MP રવિ કિશનને મળી Y+ કેટેગરીની સુરક્ષા, ટ્વીટ કરીને કહ્યું- 'આભાર મહારાજજી!'


પીઓકેમાં ચાલે છે આતંકી શિબિર
ફક્ત કાશ્મીરની અંદર જ નહીં પરંતુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ ચાલી રહેલા આતંકી શિબિરોમાં અલ બદ્રના આતંકીઓ લોન્ચિંગ પેડ પર ભેગા થયા હોવાની બાતમી મળી છે. દેશની અલગ અલગ એજન્સીઓની મદદથી તૈયાર રિપોર્ટ મુજબ કેરન સેક્ટર પાસે દુધિનિયાલના લોન્ચિંગ પેડ પર 85 આતંકીઓ ભાગે થયા હોવાની જાણકારી છે. જેમાં લશ્કર ઐ તૈયબા અને જૈશના આતંકીઓ સાથે અલ બદ્રના આતંકીઓ પણ જોવા મળ્યા છે. એ જ રીતે  તંગધાર સેક્ટર પાસે પાકિસ્તાની લોન્ચિંગ પેડ પર 22 આતંકીઓ ભેગા થયા છે. જેમાં લશ્કર અને અલ બદ્રના આતંકીઓ સામેલ છે. પૂંછ સેક્ટરમાં એ જ રીતે 64 આતંકીઓ ભેગા થયા છે. જેમાં મોટી સંખ્યામાં અલ બદ્રના આતંકીઓ છે. 


માનવતા શર્મસાર...UPના હાથરસ-બલરામપુર બાદ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ દુષ્કર્મની ઘટનાઓ


પાકિસ્તાનના મનસેરામાં અલ બદ્રનું હેડક્વાર્ટર
અલ બદ્ર આતંકી જૂથમાં કુલ 200 આતંકીઓ છે અને તેનું હેડક્વાર્ટર મનસેરામાં છે. આ સાથે જ પીઓકેના મુઝફ્ફરાબાદમાં પણ અલ બદ્રાનો આતંકી કેમ્પ છે. આમ જોઈએ તો અલ બદ્ર આતંકી જૂથને પાકિસ્તાને વર્ષ 1998માં બનાવ્યું હતું જે કાશ્મીર અને અફઘાનિસ્તાનમાં થયેલા આતંકી હુમલાઓમાં સામેલ રહ્યું છે. 


રિપોર્ટ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ 1971માં થયેલા આતંકી હુમલામાં પણ અલ બદ્રની ભૂમિકા સામે આવી હતી. જો કે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોની સતત કાર્યવાહીને કારણે અલ બદ્રની કમર તૂટી ગઈ હતી અને લાંબા સમય સુધી તે માથું ઉચકી શક્યું નહતું પરંતુ પાકિસ્તાન એકવાર ફરી ચીનની મદદથી અલ બદ્રને મજબૂત કરવામાં લાગ્યુ છે જે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતા વધારનારું છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube