Corona Update: આ રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક, તહેવારો ટાણે ફૂટી શકે છે 'કોરોના બોમ્બ'

દેશમાં આજથી અનલોક 5.0 (Unlock 5) ની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે થિયેટરોને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે કેરળ (Kerala) અને પંજાબ(Punjab)માં કોરોના (Corona) ના વધતા કેસે ચિંતા વધારી દીધી છે. વિશેષજ્ઞો તેને જીવલેણ વાયરસની બીજી વેવ (Corona virus second wave) નું જોખમ ગણાવી રહ્યા છે અને એવો અંદેશો વ્યક્ત કર્યો છે કે આવનારા તહેવારો સમયે મુશ્કેલીઓ વધી શકે છે. 

Corona Update: આ રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક, તહેવારો ટાણે ફૂટી શકે છે 'કોરોના બોમ્બ'

નવી દિલ્હી: દેશમાં આજથી અનલોક 5.0 (Unlock 5) ની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે થિયેટરોને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે કેરળ (Kerala) અને પંજાબ(Punjab)માં કોરોના (Corona) ના વધતા કેસે ચિંતા વધારી દીધી છે. વિશેષજ્ઞો તેને જીવલેણ વાયરસની બીજી વેવ (Corona virus second wave) નું જોખમ ગણાવી રહ્યા છે અને એવો અંદેશો વ્યક્ત કર્યો છે કે આવનારા તહેવારો સમયે મુશ્કેલીઓ વધી શકે છે. આ ઉપરાંત શિયાળાની ઋતુમાં પણ આ વાયરસથી બચવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 86,821 દર્દીઓ નોંધાયા છે . આ સાથે જ દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 63,12,585 પર પહોંચી છે. એક જ દિવસમાં કોરોનાથી 1181 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુનો આંકડો 98,678 થયો છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોનાના કુલ 63,12,585 દર્દીઓમાંથી 9,40,705 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. જ્યારે 52,73,202 લોકો સાજા થઈ ગયા છે. તહેવારો આવી રહ્યા છે એટલે કોરોનાનું જોખમ પણ વધવાની આશંકા છે. રાજધાની દિલ્હી, કેરળમાં કોવિડ 19ના નવા કેસની સંખ્યા વધી છે. દિલ્હીમાં કોરોનાનો પહેલો પીક જૂનમાં જોવા મળ્યો હતો. જ્યારે રોજેરોજ 3000થી વધુ કેસ મળતા હતા. જુલાઈની શરૂઆતમાં અને અંતમાં કેસ ઘટવાના શરૂ થયા હતાં. આ દરમિયાન રાજધાનીમાં રોજ લગભગ 1000 જેટલા કેસ આવતા હતાં. 

Total case tally stands at 63,12,585 including 9,40,705 active cases, 52,73,202 cured/discharged/migrated & 98,678 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/uIBUSidrCu

— ANI (@ANI) October 1, 2020

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બીજી વેવ
જો કે ઓગસ્ટના મધ્યથી દિલ્હીમાં કોરોનાના કેસ વધવા લાગ્યા  અને 9 સપ્ટેમ્બરે દિલ્હીમાં કોરોનાના 4039 નવા કેસ આવ્યા હતાં. રાજ્ય સરકારના ડેટા મુજબ દિલ્હીમાં કોરોનાના કેસ વધીને 2.5 લાખ પાર થઈ ગયા છે. બુધવારે દિલ્હીમાં 3827 નવા કેસ આવ્યા હતાં. નીતિ આયોગના સભ્ય વી કે પોલે કહ્યું કે અમે દિલ્હી, પંજાબ અને કેરળમાં કોરોનાનો બીજો પીક જોઈ રહ્યા છીએ. 

કેરળ પણ આપે છે ટેન્શન
એ જ રીતે કેરળમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. સપ્ટેમ્બરના પહેલા મહિનામાં નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે 16-22 સપ્ટેમ્બર દરમિયાન અહીં પણ કેસ વધવા લાગ્યા અને 23-29 સપ્ટેમ્બવાળા અઠવાડિયામાં તો રાજ્યમાં 5898 કેસ સામે આવ્યા. 

આ 4 રાજ્યોમાંથી મળ્યા ગૂડ ન્યૂઝ
સારી વાત એ છે કે કોરોનાનો પ્રકોપ ઝીલી રહેલા મોટા રાજ્યો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 

આગામી કેટલાક મહિના મહત્વના
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનીએ તો આગામી કેટલાક મહિના ખુબ મહત્વના છે. વી કે પોલે જણાવ્યું કે આપણે શરૂઆતમાં જ લોકડાઉન કરી દીધુ હતું. તે સમયે એવી આશંકા હતી કે કોરોનાનો પીક જૂનમાં આવી શકે છે. પરંતુ શિયાળાના ઋતુમાં શ્વાસ સંબધિત બીમારીઓ વધે છે. આથી આપણે સતર્ક રહેવાની જરૂર છે અને કોરોનાના નવા કેસમાં ઘટાડો કરવાની  કોશિશ કરવી પડશે. 

મોટા તહેવારો આવી રહ્યા છે, માસ્કને ન અવગણો
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (PHFI)ના અધ્યક્ષ કે શ્રીનાથ રેડ્ડીએ ભારપૂર્વક કહ્યું કે દુર્ગા પૂજા, છઠ, દિવાળી જેવા તહેવારોમાં લોકો માસ્ક જરૂર પહેરે. તેમણે કહ્યું કે તહેવારોની મોસમ શરૂ થવાની છે. આવામાં આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. તથા પોતાની ખુશીઓને સુરક્ષા રાખીને મનાવવી પડશે. ઈનડોર કે આઉટડોરમાં વધુ ભીડભાડ આ જીવલેણ વાયરસને ઓછા સમયમાં વધુ લોકોને સંક્રમિત કરવાની તક આપશે અને આવા આયોજન સુપર સ્પ્રેડર ઈવેન્ટ બની શકે છે. 

રેડ્ડીએ કહ્યું કે આપણે માસ્ક જરૂર પહેરવું જોઈએ અને ભીડથી બચવું જોઈએ. તેમણે કહ્યું કે લોકોએ આ વર્ષે ધૈર્ય અને શાંતિ સાથે પસાર કરવું પડશે. તેનું ઈનામ એ મળશે કે આવતા વર્ષ સુધીમાં આપણને આ જીવલેણ વાયરસ પર જીત મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news