MP રવિ કિશનને મળી Y+ કેટેગરીની સુરક્ષા, ટ્વીટ કરીને કહ્યું- 'આભાર મહારાજજી!'
ફિલ્મ અભિનેતા તથા ગોરખપુર લોકસભા બેઠકથી ભાજપના સાંસદ રવિ કિશન (Ravi Kishan) ની સુરક્ષા વધારવામાં આવી છે. સરકારે તેમને વાય પ્લસ કેટેગરી (Y+ security) ની સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. આ જાણકારી રવિ કિશને પોતે સવારે ટ્વીટ કરીને આપી. તેમની સુરક્ષા એવા સમયે વધારવામાં આવી છે કે જ્યારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન તેમણે આપેલા નિવેદનો બાદ કથિત રીતે તેમને મારી નાખવાની ધમકીઓ મળી હતી.
Trending Photos
નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા તથા ગોરખપુર લોકસભા બેઠકથી ભાજપના સાંસદ રવિ કિશન (Ravi Kishan) ની સુરક્ષા વધારવામાં આવી છે. સરકારે તેમને વાય પ્લસ કેટેગરી (Y+ security) ની સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. આ જાણકારી રવિ કિશને પોતે સવારે ટ્વીટ કરીને આપી. તેમની સુરક્ષા એવા સમયે વધારવામાં આવી છે કે જ્યારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન તેમણે આપેલા નિવેદનો બાદ કથિત રીતે તેમને મારી નાખવાની ધમકીઓ મળી હતી.
ટ્વીટ કરીને જતાવ્યો સીએમનો આભાર
સાંસદ રવિકિશને ટ્વીટ કરીને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આભાર માન્યો છે. તેમણે લખ્યું કે 'પૂજનીય મહારાજજી, તમે જે Y+ શ્રેણીની સુરક્ષા મને ઉપલબ્ધ કરાવી છે તે બદલ હું, મારો પરિવાર અને લોકસભા ક્ષેત્રની જનતા તમારા ઋણી છીએ અને અમે બધા તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. મારો અવાજ હંમેશા સદનમાં ગૂંજતો રહેશે.'
आदरणीय श्रद्धेय @myogiadityanath महाराज जी ।
पूजनीय महाराज जी , मेरी सुरक्षा को देखते हुए आपने जो y+ सुरक्षा मुझे उपलब्ध करवाई है इसके लिए मैं , मेरा परिवार तथा मेरे लोक-सभा क्षेत्र की जनता आपकी ऋणी हैं तथा आपका धन्यवाद् करती है मेरी आवाज़ हमेशा सदन मे गूंजती रहेगी 🙏
— Ravi Kishan (@ravikishann) October 1, 2020
સંસદમાં ઉઠાવ્યો હતો મુદ્દો
ગોરખપુરથી ભાજપના સાંસદ અને અભિનેતા રવિકિશને કહ્યું કે મે યુવાઓ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભવિષ્ય માટે અવાજ ઉઠાવ્યો હતો. સંસદમાં નિવેદન આપ્યા બાદ રાજ્યસભા સાંસદ જયા બચ્ચનના થાળીમાં છેદવાળા નિવેદન પર દેશભરમાંથી ખુબ પ્રતિક્રિયા આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે