નવી દિલ્હી : દેશના ત્રણ રાજ્યો પંજાબ, પશ્ચિમ બંગાળ અને કેરળના મુખ્યમંત્રીઓએ નાગરિકતા સંશોધન બિલ (CAB)ને સંવિધાનની વિરૂદ્ધ ગણાવીને પોતાના રાજ્યમાં એને લાગુ ન કરવાનું એલાન કર્યું છે. આ બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath kovind) મંજૂરી આપી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે (Amarinder Singh) CAB અને NRC (નેશનલ રજિસ્ટ્રર ફોર સિટીઝન) બંનેને અયોગ્ય અને બંધારણની વિરૂદ્ધ ગણાવ્યું છે અને એને પંજાબમાં લાગુ ન કરવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને પાકિસ્તાનની સીમાનો એક લાંબો હિસ્સો પંજાબની સીમાને સ્પર્શે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના પરિવહનના મોટાભાગના રસ્તાઓ પંજાબમાંથી પસાર થાય છે અને આ રસ્તાથી જ સેંકડો શરણાર્થી ભારત આવ્યા છે. આ શરણાર્થીઓમાંથી અનેકના પરિવાર અત્યારે પણ પંજાબમાં જ રહે છે. આ સિવાય કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયન (Pinarai Vijayan) અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી (Mamta banerjee)એ CABને અસંવૈધાનિક ગણાવીને એનો સ્વીકાર કરવાની ના પાડી દીધી છે. 


નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે.  હવે આ બિલ કાયદો બની ગયું છે. હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) આ બિલને પોતાની મંજૂરી આપી છે જેના કારણે આ બિલ હવે કાયદો બની ગયું છે. આ બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદે સાઇન કરી દેતા એ હવે નાગરિકતા કાયદો, 1955નું નવું સંશોધન બની ગયું છે. નાગરિકતા સંશોધન બિલને સંસદમાં મંજૂરી મળવાને કારણે દેશના અનેક હિસ્સાઓમાં અવૈદ્ય રીતે રહેતા નાગરિકોને કોઈ પ્રમાણપત્ર ન હોવા છતાં નાગરિકતા મેળવવાનું સરળ થઈ જશે. ભારતના નાગરિક થવાની પાત્રતાની સમયસીમા 31 ડિસેમ્બર, 2014 હશે. આનો મતલબ થાય છે કે આ તારીખ સુધી ભારતમાં પ્રવેશ કરનારા નાગરિક ભારતીય નાગરિકતા મેળવવા માટેની અરજી કરી શકશે.


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube