લખનઉ: નાગરિકતા સંશોધન બિલના વિરૂદ્ધ હવે લખનઉથી પણ વિરોધ પ્રદર્શનના સમાચાર આવી રહ્યા છે. લખનઉના નદવા કોલેજમાં નાગરિકતા સંશોધન બિલને લઇને વિદ્યાર્થીઓએ સોમવારે હિંસક પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઝપાઝપી થઇ હતી. વિદ્યાર્થીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. કોલેજની બહાર મોટી સંખ્યામાં પોલીસ ગોઠવવામાં આવી છે. કોલેજની અંદરથી વિદ્યાર્થીઓ સતત પથ્થરમારો કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદા (CAB)ના વિરૂદ્ધ રવિવારે દિલ્હીના જામિયા નગરમાં થયેલી હિંસામાં ઘણા પોલીસવાળાને ઇજા પહોંચી હોવાના સમાચાર છે. દિલ્હી પોલીસના અનુસાર જામિયા નગરમાં થયેલા હિંસક પ્રદર્શનમાં ડીસીપી સાઉથ ઇસ્ટ, એડિશનલ ડીસીપી સાઉથ, 2 એસપી, 5 એસએચઓ, ઇન્સ્પેક્ટર અને ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘાયલોમાં સામેલ હેડ કોન્સેટેબલ મકસૂલ હસન અહમદને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી છે, જેના લીધે તેમને આઇસીયૂમાં એડમિડ કરવામાં આવ્યા છે. 

તો બીજી તરફ પોલીસે જણાવ્યું કે કાલકાલી પોલીસ મથકમાં કસ્ટડીમાં રાખવામાં આવેલા 35 વિદ્યાર્થીઓને છોડી મુકવામાં આવ્યા છે.

તો બીજી તરફ દિલ્હી પોલીસે જામિયા મિલિયા યૂનિવર્સિટી (Jamia Millia University) પરિસરમાં રવિવારે પ્રવેશ કરવાના રિપોર્ટથી મનાઇ કરી દીધી છે. જામિયા નગર વિસ્તારમાં હિંસક વિરોધ પ્રદર્શનમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘણા વાહનોને નુકસાન થયું છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ-પૂર્વ) ચિન્મય બિસ્વાલે કહ્યું કે પ્રદર્શનકારીઓને ફક્ત પાછળ હટવા પર મજબૂર કરવામાં આવ્યા, પરંતુ પોલીસે કોઇ ગોળી ન ચલાવી. જોકે તેમણે સ્વિકાર્યું કે પરિસરની અંદર પથ્થરબાજી થતાં પોલીસને પ્રવેશ કરીને ઉપદ્વવીઓની ઓળખ કરવાનો પ્રયત્ન કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube