મુંબઇ: મહારાષ્ટ્ર(Maharashtra) માં સતત એક મહિનાથી જે રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી  તેના પર આજે પૂર્ણવિરામ મૂકાઈ ગયો. એનસીપી અને કોંગ્રેસ (Congress) ના સહયોગથી શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે રાજ્યના 18માં મુખ્યમંત્રી બન્યાં. ખાસ વાત એ રહી કે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પણ મુંબઇના શિવાજી પાર્કમાં થયેલા આ શપથવિધિ કાર્યક્રમમાં સાક્ષી બન્યાં. રાજકીય કડવાહટ ભૂલીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ પણ મંચ પર જોવા મળ્યાં. જો કે આ બંને સિવાય ભાજપના કોઈ બીજા મોટા નેતા આ કાર્યક્રમમાં હાજર રહ્યાં નહતાં. જો કે પીએમ મોદીએ ઉદ્ધવ ઠાકરેને ટ્વીટ કરીને મુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રના સીએમ પદના શપથ લેવા બદલ ઉદ્ધવ ઠાકરેને ખુબ શુભેચ્છા. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રના ઉજ્વળ ભવિષ્ય માટે ખુબ મહેનતથી કામ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્ધવ ઠાકરેને રાજકારણમાં આવવું જ નહતું, પરંતુ આ એક વ્યક્તિએ જીવનની દિશા બદલી નાખી


મુકેશ અંબાણી (Mukesh Ambani), તેમના પત્ની નીતા અંબાણી, અને તેમના પુત્ર પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મનોહર જોશી, મધ્ય પ્રદેશના સીએમ કમલનાથ, કોંગ્રેસના નેતા અહેમદ પટેલ, કપિલ સિબ્બલ, પૃથ્વીરાજ ચૌહાણ, ડીએમકેના સ્ટાલિન, ટીઆર બાલુ, રાજ ઠાકરે પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. તદઉપરાંત સંજય રાઉત, મલ્લિકાર્જૂન ખડગે, શરદ પવાર, અને સુપ્રિયા સુલે પણ સમારોહમાં હાજર રહ્યાં હતાં. 


ભગવા કપડાં અને કપાળમાં તિલક...ઉદ્ધવ ઠાકરેનો જોવા મળ્યો અનોખો અંદાજ, શપથ બાદ થયા નતમસ્તક


નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 21મી ઓક્ટોબરે યોજાઈ હતી. જેના પરિણામ 24 ઓક્ટોબરે આવ્યાં હતાં. જેમાં ભાજપ સૌથી મોટો પક્ષ  બનીને ઊભર્યો હતો અને તેને 105 બેઠકો મળી હતી. જ્યારે શિવસેના (Shivsena) ને 56, કોંગ્રેસને 44 અને એનસીપીને 54 બેઠકો મળી હતી. શિવસેના અને ભાજપ ચૂંટણી પહેલા ગઠબંધન બનાવીને ચૂંટણી લડ્યા હતાં. પરંતુ મુખ્યમંત્રી પદને લઈને ડખો થયો અને શિવસેના એનડીએમાંથી બહાર થઈ. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગ્યું અને તાજેતરમાં નાટકિય રીતે દેવેન્દ્ર ફડણવીસે શનિવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા અને ત્યારે અજિત પવારે ડે.સીએમ પદના શપથ લીધા હતાં. 


આ VIDEO પણ ખાસ જુઓ...


મહારાષ્ટ્રની તમામ ખબરો વિસ્તારપૂર્વક વાંચવા માટે કરો ક્લિક...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube