ઉદ્ધવ ઠાકરેને રાજકારણમાં આવવું જ નહતું, પરંતુ આ એક વ્યક્તિએ જીવનની દિશા બદલી નાખી

ઉદ્ધવ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ઠાકરે પરિવારમાંથી પહેલીવાર કોઈ વ્યક્તિ મહારાષ્ટ્ર (Maharashtra) ના સીએમ પદે બિરાજમાન થયા છે. માતોશ્રીથી રાજકારણની જે લકીર તેમના પિતા બાળાસાહેબ ઠાકરેએ ખેંચી હતી તેમાં સીએમની ખુરશી પર બેસવા માટે ઉદ્ધવે થોડો ફેરફાર કર્યો. પરિણામ એ આવ્યું કે રિમોટથી સરકાર ચલાવતો ઠાકરે પરિવાર આજે પોતે સત્તાની ડ્રાઈવિંગ સીટ પર બિરાજમાન થયો. આથી આજનો દિવસ શિવસેના (Shivsena)  અને શિવસૈનિકો માટે  ખુબ મહત્વનો છે. 
ઉદ્ધવ ઠાકરેને રાજકારણમાં આવવું જ નહતું, પરંતુ આ એક વ્યક્તિએ જીવનની દિશા બદલી નાખી

નવી દિલ્હી: ઉદ્ધવ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ઠાકરે પરિવારમાંથી પહેલીવાર કોઈ વ્યક્તિ મહારાષ્ટ્ર (Maharashtra) ના સીએમ પદે બિરાજમાન થયા છે. માતોશ્રીથી રાજકારણની જે લકીર તેમના પિતા બાળાસાહેબ ઠાકરેએ ખેંચી હતી તેમાં સીએમની ખુરશી પર બેસવા માટે ઉદ્ધવે થોડો ફેરફાર કર્યો. પરિણામ એ આવ્યું કે રિમોટથી સરકાર ચલાવતો ઠાકરે પરિવાર આજે પોતે સત્તાની ડ્રાઈવિંગ સીટ પર બિરાજમાન થયો. આથી આજનો દિવસ શિવસેના (Shivsena)  અને શિવસૈનિકો માટે  ખુબ મહત્વનો છે. 

રાજકારણની ઈનિંગ શરૂ કરી તે પહેલા ઉદ્ધવ એક વ્યવસાયિક ફોટોગ્રાફર હતાં. ફોટોગ્રાફરથી લઈને મહારાષ્ટ્રની સત્તાના સર્વોચ્ચ પદે બિરાજમાન થવા સુધીની ઉદ્ધવની સંપૂર્ણ કહાની ફિલ્મી છે. કલામાં ગ્રેજ્યુએશન પૂરું કરનારા ઉદ્ધવે દરેક અવસરે પોતાને કલાકાર સાબિત કરી. ઉદ્ધવ ઠાકરે અડધી જિંદગી પસાર થઈ ગયા બાદ રાજકારણમાં પ્રવેશ્યા પરંતુ આમ છતાં ઓછા સમયમાં તેમણે સાબિત કરી દીધુ કે રાજકારણમાં ભલે તેઓ નવા છે પરંતુ લાંબી રેસના ઘોડા છે અને પહેલીવારમાં જ તેમણે પોતાના નેતૃત્વ ક્ષમતાથી બીએમસીમાં પાર્ટીને જીત અપાવીને પોતાની યોગ્યતાનો પરિચય આપી દીધો. ત્યારબાદ ક્ષેત્રવાદની છબીથી છૂટકારો મેળવીને વિકાસનો નારો આપી તેમણે પાર્ટીને એક નવી ઓળખ અપાવી. જેના પરિણામ સ્વરૂપે આજે પહેલીવાર કોઈ ઠાકરે પરિવારની વ્યક્તિ સીએમની ખુરશી સુધી  પહોંચ્યાં. 

ઉદ્ધવ ઠાકરે એક લેખક પણ છે. ઉદ્ધવ ઠાકરેએ ફોટોગ્રાફી પ્રદર્શન દ્વારા ખેડૂતો માટે ફંડ પણ ભેગુ કર્યું. દાયકાઓ સુધી ખેડૂતો માટે લડત લડી. વર્ષો સુધી સમાજસેવા કરતા રહ્યાં. રાજકારણમાં ડગ માંડતા પહેલા તેમણે પાર્ટીના મુખપત્ર સામનાનું કામકાજ સંભાળ્યું હતું. વર્ષ 1994 સુધી ઉદ્ધવ ઠાકરેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નહતાં. રાજકારણમાં તેમને જરાય રસ નહતો. બાળ ઠાકરેના પત્ની મીના ઠાકરેની ઈચ્છા હતી કે તેમનો એક પુત્ર તો રાજકારણમાં પતિને સાથ આપે. બાળ ઠાકરેના જયદેવ સાથે સારા સંબંધ નહતાં. સૌથી મોટા પુત્ર બિન્દુ માધવનું એક રોડ અકસ્માતમાં મોત થયું હતું. માતા મીના ઠાકરેના કહેવા પર ઉદ્ધવ પાર્ટીના કાર્યક્રમોમાં જવા લાગ્યા હતાં. વર્ષ 1994માં તેઓ પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળ્યાં. 

ઉદ્ધવે રાજકારણના દાવપેંચ પિતા બાળ ઠાકરે પાસેથી શિખ્યાં. ઉદ્ધવ ઠાકરેને પહેલીવાર 2002માં બીએમસી ચૂંટણીની જવાબદારી સોંપાઈ હતી. જેમાં શિવસેનાને ભારે સફળતા મળી. ઉદ્ધવ ઠાકરે માટે રાજકારણમાં આ પહેલી જીત હતી. જો કે આ દરમિયાન તેઓ મોટાભાગનો સમય સામનાને આપતા રહ્યાં હતાં. બીએમસી ચૂંટણીમાં જીત અપાવ્યા બાદ વર્ષ 2003માં તેમને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યાં. તે પહેલા ઉદ્ધવને કદાચ જ કોઈ જાણતું હતું. ત્યારબાદ 2004માં બાળ ઠાકરેએ પોતાના ભત્રીજા રાજ ઠાકરેને બાજુ પર હડસેલતા ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના આગામી ચીફ જાહેર કરી દીધા. 2012માં બાળ ઠાકરેનું નિધન થયું અને ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના અધ્યક્ષ બન્યા હતાં. 

ઉદ્ધવ ઠાકરેના પાર્ટી અધ્યક્ષ બનવા ઉપર તો રાજકીય પંડિતો પણ સ્તબ્ધ હતાં. કહેવાતું હતું કે બાળ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે જ નવા પાર્ટી અધ્યક્ષ બનશે. પરંતુ એમ બન્યું નહીં. ઉદ્ધવ સામે મોટો પડકાર હતો. પિતાની છત્રછાયા તો છૂટી જ ગઈ પરંતુ સાથે સાથે ભાઈ રાજ ઠાકરેએ પણ બળવો પોકાર્યો તો. રાજ ઠાકરેએ ત્યારબાદ  પોતાની પાર્ટી  મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવી લીધી હતી. જો કે રાજ ઠાકરે અલગ થવા છતાં ઉદ્ધવે ધીરે ધીરે પાર્ટીમાં પોતાની પક્કડ મજબુત કરી. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે ગાઢ મિત્રતા કરવાનું શરૂ કર્યું. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાને તેનો  ફાયદો મળ્યો. શિવસેના પોતાના ઈતિહાસમાં સૌથી વધુ 19 લોકસભા બેઠકો લઈ આવી. 

આ VIDEO પણ ખાસ જુઓ...

શિવસેનાને એક મંત્રી પદ પણ આપવામાં આવ્યું. જો કે તે વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના ભેગા થઈને ચૂંટણી લડ્યાં. પરંતુ  સરકાર સાથે બનાવવાની વાત આવી તો ઉદ્ધવ સીએમ પદ માટે 50-50ના ફોર્મ્યુલા પર અડી ગયાં. ત્યારબાદ જે થયું તે દરેક જણ જાણે છે. ઉદ્ધવ કોંગ્રેસ અને એનસીપી સાથે મહારાષ્ટ્રમાં સત્તાની કમાન સંભાળવા જઈ રહ્યાં છે. પહેલીવાર એવું બન્યું છે કે શિવસેના શરદ પવારની પાર્ટી એનસીપી સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news