Kisan Andolan: રાકેશ ટિકૈતે કહ્યુ- મારા મંચ પરથી કોઈ પીએમને ગાળો ન આપી શકે, તેવા લોકો ચાલ્યા જાય
રાકેશ ટિકૈતે કહ્યુ, કોઈપણ વ્યક્તિ જે પ્રધાનમંત્રી વિશે ખરાબ શબ્દોનો ઉપયોગ કરશે, તે અહીંથી મંચ છોડીને ચાલ્યા જાય. આ તેનો વ્યક્તિગત નિર્ણય હશે. આ સ્ટેજનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં.
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં થયેલી હિંસા બાદ કિસાન આંદોલન (Farmers Protest) માં નવા પ્રાણ ફુંકનાર રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ જાહેરાત કરી છે કે 6 ફેબ્રુઆરીએ દેશભરમાં 3 કલાક માટે ચક્કાજામ થશે. ગાઝીપુર બોર્ડર પર કેટલાક લોકોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર ટિકૈતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આવા લોકો માટે તેમના મંચ પર કોઈ સ્થાન નથી.
ભારતીય કિસાન યુનિયન (BKU) ના પ્રવક્તા રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ કહ્યુ કે, પીએમ નરેન્દ્ર મોદીને તેમના મંચ પરથી કોઈ ગાળો ન આપી શકે. તેમણે કહ્યું, તે ફરિયાદ આવી રહી છે કે લોકો મોદીજીને ગાળો આપી રહ્યાં છે, તે અમારા લોકો ન હોઈ શકે. કોઈપણ વ્યક્તિ જે પ્રધાનમંત્રી વિશે ખરાબ શબ્દોનો ઉપયોગ કરશે, તે અહીંથી મંચ છોડીને ચાલ્યા જાય. આ તેનો વ્યક્તિગત નિર્ણય હશે. આ સ્ટેજનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ Greta Thunberg વિરુદ્ધ દિલ્હીમાં FIR દાખલ, કિસાન આંદોલન પર ભડકાઉ ટ્વીટ કરવાનો આરોપ
તેમણે આગળ કહ્યું, જો અહીં કોઈપણ લોકો છે જે ખોટી વાતો કરે છો તો અમને જાણ કરો. તેણે છોડીને જવું પડશે. તે તેનું વ્યક્તિગત નિવેદન હશે. માહોલ ખરાબ ન કરો. જો આપણે કોઈ વાત સારી ન લાગે તો બીજા વિશે ગાળો આપવાનો કોઈ અધિકાર નથી.
રાકેશ ટિકૈતે 6 ફેબ્રુઆરીએ ચક્કાજામ પર કહ્યું કે, તે દિવસ 3 કલાક સુધી વિરોધ ચાલશે. તેમણે કહ્યું કે, ગાડીઓ દિલ્હી બોર્ડર પર રોકાશે તેની તમામ વ્યવસ્થા અમે કરીશું. કિસાનોને દેશદ્રોહી, ખાલિસ્તાની કહેવાના સવાલ પર તેમણે કહ્યું કે, તે વાત પૂરી થઈ ગઈ. બીજી વાત કરો. જીંદમાં જ્યારે જરૂર હશે તે આવશે. અમે દિલ્હી જામ કરવાના નથી. ત્યાં તો ખુદ કિલ્લાબંધી કરી દેવામાં આવી છે. પોપ સ્ટાર રિહાના સાથે જોડાયેલા સવાલ પર તેમણે કહ્યુ- કોણ છે આ વિદેશી કલાકાર, હુ શું જાણું.
આ પણ વાંચોઃ ભારતની છબી ખરાબ કરવા માટેના મોટા ષડયંત્રનો ખુલાસો, Pakistan નો છે હાથ
ટિકૈતને પૂછવામા આવ્યુ કે, પ્રધાનમંત્રી મોદી (PM Narednra Modi) એ કહ્યુ કે, તેમની સરકાર કિસાનોથી માત્ર એક ફોન કોલ દૂર છે ત્યારે તેમણે કહ્યું કે, નંબર ક્યા છે. જણાવી દો, અમે વાત કરીશું. તેમણે કહ્યું કે, સરકારની સાથે જે પણ વાત થશે, તે કિસાન સંગઠનોની કમિટી કરશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube