દિલ્હી હિંસામાં ઉમર ખાલિદની મુશ્કેલી વધી, પોલીસને મળી 10 દિવસની કસ્ટડી
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સુરક્ષાનો હવાલો આપીને ખાલિદને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજૂ કર્યો હતો.
નવી દિલ્હીઃ દિલ્હી હિંસા મામલામાં ઉમર ખાલિદને 10 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. કડકડડૂમા કોર્ટમાં દિલ્હી પોલીસ તરફથી સોમવારે ઉમર ખાલિદ માટે 10 દિવસની કસ્ટડી માગવામાં આવી હતી. જેની કોર્ટે મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે દિલ્હી હિંસા મામલાની તપાસ કરી રહેલી પોલીસની સ્પેશિયલ સેલે જવાહરલાલ નેહરુ વિશ્વ વિદ્યાલય (જેએનયૂ)ના પૂર્વ છાત્ર ઉમર ખાલિદની ધરપકડ કરી છે. ઉમર ખાલિદની ધરપકડ પાછલી રાત્રે આશરે બે કલાકની પૂછપરછ બાદ કરવામાં આવી હતી.
ઉમર ખાલિદને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સુરક્ષાના કારણોને લીધે ઉમર ખાલિદને કોર્ટમાં ન લાવીને વર્ચ્યુઅલ રીતે રજૂ કરવાની અરજી કોર્ટમાં કરી હતી. કોર્ટે તેનો સ્વીકાર કર્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મામલાની સુનાવણી કરી રહેલા એડિશનલ સેશન જજ અમિતાભ રાવત પાસે ખાલિદના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા.
ઉમર ખાલિદના વકીલે કસ્ટડી માગવાનો વિરોધ કર્યો હતો. ઉમર ખાલિદના વકીલે કહ્યુ કે, તેના જીવને ખતરો છે. ઉમર ખાલિદે સીએએનો વિરોધ કર્યો, સરકારના નિર્ણયના વિરોધ કરવાને ગુનાઓની શ્રેણીમાં કઈ રીતે રાખી શકાયછે. ઉમર ખાલિદના વકીલ ત્રિદીપ પાઇસે કોર્ટને કહ્યુ કે, દિલ્હી હિંસા મામલામાં પોલીસ તેને ખોટી રીતે ફસાવી રહી છે.
કંગના રનૌતનો સીએમ ઉદ્ધવ પર વધુ એક હુમલો, હવે- પુત્ર આદિત્ય પર કર્યો પ્રહાર
જજ અમિતાભ રાવત વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે 26 માર્ચ 2020ના ઉમર ખાલિદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ મામલામાં ઉમર ખાલિદ પર લોકોને ભેગા કરવા, ભડકાઉ ભાષણ આપવા, અમેરિકી રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન લોકોને રસ્તા પર પ્રદર્શન કરવા માટે ઉશકેરવા જેવા ગંભીર આરોપ છે. ઉમર ખાલિદ પર હિંસા ભડકાવવા અને હિંસાનું પૂર્વનિયોજીત ષડયંત્ર રચવાનો પણ આરોપ છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube