ગાઝિયાબાદ: ગણતંત્ર દિવસ ( Republic Day 2021) પર પ્રદર્શનકારીઓ દ્વારા ટ્રેક્ટર પરેડ ( Tractor rally )ના નામે દેશની રાજધાનીમાં કરાયેલી બબાલ બાદ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પર સતત સવાલ ઉઠી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટિકૈતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પ્રદર્શનકારીઓને પરેડ વખતે ડંડા સાથે લઈને આવવાનું કહે છે. ત્યારબાદ આરોપ લાગ્યો છે કે રાકેશ ટિકૈતે બબાલ માટે પ્રદર્શનકારીઓને ભડકાવ્યા અને આ બબાલ સુનિયોજિત હતી. ઝી ન્યૂઝે આ આરોપો પર રાકેશ ટિકૈત સાથે વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ વીડિયો પર સ્પષ્ટતા
ગાઝીપુર બોર્ડર પર ઝી ન્યૂઝ સાથે વાતચીત કરતા રાકેશ ટિકૈતે( Rakesh Tikait ) કહ્યું કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેઓ ઝંડા માટે ડંડા લાવવાની વાત કરે છે. આ સાથે જ દિલ્હી પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે રાકેશ ટિકૈતે કહ્યું કે ટ્રેક્ટર રેલી (Tractor Parade) દરમિયાન ખેડૂતો પોતાના રૂટ પર જ ગયા હતા પરંતુ દિલ્હી (Delhi) પોલીસે તેમને દિલ્હીના રસ્તાઓના 'મકડીજાળ' માં ફસાવી દીધા. તેમના પર ટીયર ગેસ છોડ્યો અને મારપીટ થઈ. 


Farmers Protest: સુનિયોજિત હતી ટ્રેક્ટર પરેડ હિંસા? Rakesh Tikait Viral Video થી ઉઠ્યા અનેક સવાલ


આંદોલન ચાલુ રહેશે
વાયરલ વીડિયો પર સ્પષ્ટતા કરતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે તેમણે લાકડીની વાત નહીં ફક્ત ડંડા લાવવાની વાત કરી હતી. આંદોલન  (Farmers Protest)  થી કેટલાક ખેડૂત સંગઠનોએ સમર્થન પાછું ખેંચી લેતા આંદોલન પર પડનારી અસર પર રાકેશ ટિકૈતે કહ્યું કે જે સંગઠન ગયા છે તેઓ જતા જ તા કઈક તો આરોપ  લગાવશે જ. રાકેશ ટિકૈતે કહ્યું કે પ્રદર્શનસ્થળ પર લાઈટ કનેક્શન કાપી નખાયા છે. તેને જોડવાની વાત કરાઈ છે. જો કે સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે આંદોલન ચાલુ રહેશે અને તેમની જે માંગણી હતી તે એ જ રહેશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube