નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (Tractor rally) દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે (Delhi Police) અત્યાર સુધીમાં 25 કેસ દાખલ કર્યા છે. FIR માં સંયુક્ત કિસાન મોરચા (SKM) ના છ પ્રવક્તા સહિત 37 ખેડૂત નેતાઓના નામ છે. જેમાં કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવા આવનારા 40માંથી 30 ખેડૂત નેતાઓના નામ પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાકેશ ટિકૈત સહિત 20 ખેડૂત નેતાઓને લુકઆઉટ નોટિસ
દિલ્હી  (Delhi) પોલીસે ટ્રેક્ટર રેલી (Tractor Rally) મુદ્દે પોલીસ સાથે સમજૂતિ તોડવા બદલ રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ, બલદેવ સિંહ સિરસા, બલબીર એસ રાજેવાલ સહિત 20 ખેડૂત નેતાઓને લુકઆઉટ નોટિસ મોકલી છે. તેમને 3 દિવસની અંદર જવાબ આપવાનું કહેવાયું છે. પોલીસે ગાઝીપુર બોર્ડર સ્થિત રાકેશ ટિકૈતના ટેન્ટ પર લુકઆઉટ નોટિસ ચિપકાવી દીધી. નોટિસનો જલદી જવાબ આપવાનું કહેવાયું છે. 


યોગેન્દ્ર યાદવ અને રાકેશ ટિકૈત સહિત મોટા નેતાઓ પર કેસ
દિલ્હીના સમયપુર બાદલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR માં સંયુક્ત કિસાન મોરચા (SKM) ના છ પ્રવક્તા સહિત 37 ખેડૂત નેતાઓના નામ છે. જેમાં સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ (Yogendra Yadav) અને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) સહિત અનેક મોટા ખેડૂત નેતાઓના નામ સામેલ છે. 


Delhi Violence: ખેડૂતોના આંદોલન પર ખેડૂત નેતા Rakesh Tikait એ આપ્યું અત્યંત મહત્વનું નિવેદન


લખા સિધાના અને દીપ સિદ્ધુ ઉપર પણ કેસ
ગેંગસ્ટરમાંથી એક્ટિવિસ્ટ બનેલા લખા સિધાના અને પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ સામે પણ કેસ દાખલ થયો છે. આ ઉપરાંત દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ પોલીસ ઉપદ્રવમાં બંનેની ભૂમિકા અંગે પણ તપાસ થઈ રહી છે. હિંસામાં દીપ સિદ્ધુ અને લખા સિધાનાની મહત્વની ભૂમિકા છે અને ખેડૂત આંદોલન દરમિયાન બંને ખુબ એક્ટિવ પણ હતા. 


પોલીસે 19 આરોપીઓની કરી ધરપકડ
દિલ્હી પોલીસે ટ્રેક્ટર પરેડ (Tractor Parade) દરમિયાન થયેલી હિંસા મામલે અત્યાર સુધીમાં 25થી વધુ કેસ દાખલ કર્યા છે. જ્યારે 19 લોકોની ધરપકડ થઈ છે. જેમાંથી 50 અટકાયતમાં છે. હિંસામાં 300થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે. જેમાંથી કેટલાક ICUમાં છે. પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવે સ્પષ્ટપણે કહ્યું છે કે હિંસામાં જે પણ દોષિત ઠરશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે. કોઈ ખેડૂત નેતા પણ જો દેષિત ઠરશે તો કાર્યવાહી કરાશે. 


Farmers Protest: સુનિયોજિત હતી ટ્રેક્ટર પરેડ હિંસા? Rakesh Tikait Viral Video થી ઉઠ્યા અનેક સવાલ


લાલ કિલ્લામાં ફરકાવ્યો ઝંડો
અત્રે જણાવવાનું કે ગણતંત્ર દિવસના અવસરે આંદોલનકારી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન મોટી સંખ્યામાં ઉગ્ર બનેલા પ્રદર્શનકારીઓ બેરિયર તોડીને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. ત્યાં સ્તંભ પર એક ધાર્મિક ઝંડો લગાવી દીધો હતો. અહીં 15 ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી ભારતની આન બાન અને શાન એવા તિરંગાને ફરકાવે છે. લાલ કિલ્લામાં ઘૂસીને પ્રદર્શનકારીઓએ ખુબ ઉત્પાત મચાવ્યો હતો. ટિક્ટ કાઉન્ટર ઉપરાંત અનેક સ્થળોએ તોડફોડ મચાવી. પોલીસે રાતે લગભગ સાડા દસ વાગ્યા સુધીમાં પ્રદર્શનકારીઓને લાલ કિલ્લામાંથી હટાવ્યા અને ધાર્મિક ઝંડો પણ હટાવી દીધો. હજારો પ્રદર્શનકારીઓ અનેક સ્થળે પોલીસ સાથે ભીડી ગયા હતા. જેનાથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં અરાજકતાની સ્થિતિ પેદા થઈ હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube