મુંબઈઃ દિલ્હીમાં ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર કિસાનો દ્વારા કાઢવામાં આવી રહેલી ટ્રેક્ટર રેલી (Kisan Tractor Rally ) માં ઘણી જગ્યાએ પ્રદર્શનકારી કિસાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. આ હિંસા પર શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut) એ કટાક્ષ કરતા કહ્યુ કે, શું આ દિવસની રાહ કેન્દ્ર સરકાર જોઈ રહી હતી. સરકારે અંત સુધી પ્રદર્શનકારી કિસાનોની વાત ન સાંભળી. રાઉતે સવાલ કર્યો કે, આખરે આ પ્રકારનું લોકતંત્ર આપણા દેશમાં ખીલી રહ્યું છે? તેમણે કહ્યું કે, આ લોકતંત્ર નથી ભાઈ દેશમાં કંઈક બીજુ ચાલી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંસા રોકી શકતી હતી સરકાર
સંજય રાઉત (Sanjay Raut) એ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. તેમણે કહ્યું કે, સરકાર ઈચ્છતી હોત તો હિંસા રોકી શકતી હતી. દિલ્હીમાં જે ચાલી રહ્યું છે તેનું કોઈ પ્રકારે સમર્થન ન કરી શકાય. કોઈપણ લાલ કિલ્લા (Red Fort) અને તિરંગાનું અપમાન સહન નહીં કરે. રાઉતે સવાલ કર્યો કે, આખરે માહોલ કેમ ખરાબ થયો? સરકાર કૃષિ વિરોધી કાયદા (Farm Laws) રદ્દ કેમ કરતી નથી? શું કોઈ અદ્રશ્ય હાથ રાજનીતિ કરી રહ્યો છે?


Republic Day 2021) પરેડ વચ્ચે રાજધાનીમાં જુદા-જુદા સ્થળો પર પ્રદર્શનકારી કિસાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. મોટી સંખ્યામાં પ્રદર્શનકારી કિસાન ટ્રેક્ટરોની સાથે લાલ કિલ્લા પર પહોંચી ગયા. ત્યારબાદ કિસાનો અંદર ઘુસી ગયા હતા. પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લા પર પોતાનો પીળા કલરનો ધ્વજ ફરકાવ્યો હતો. રાજધાનીમાં આઈટીઓમાં પ્રદર્શનકારી કિસાનોએ ટ્રેક્ટરોથી બેરિકેટ તોડી દીધા હતા. હંગામો વધવા પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. તો ટોળાને કાબુ કરવા દરમિયાન પાંચ-છ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. તો પ્રદર્શનકારીઓ દ્વારા પોલીસ પર ટ્રેક્ટર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ હિંસામાં બે મીડિયાકર્મી પણ ઈજાગ્રસ્ત થયા છે. 


આ પણ વાંચોઃ Farmers Protest: કિસાનોના હિંસક પ્રદર્શન વચ્ચે ગૃહ મંત્રાલયમાં ઇમરજન્સી બેઠક


મુંબઈમાં પણ કિસાનોને ન મળ્યા રાજ્યપાલ
3 દિવસ સુધી મુંબઈના આઝાદ મેદાનમાં ચાલેલા કિસાન આંદોલનમાં કિસાનોને મળવા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઈચ્છા ન વ્યક્ત કરી. કિસાનોએ આરોપ લગાવ્યો છે કે અમને સમય આપ્યો હોવા છતા રાજ્યપાલ મહોદય ગોવા જતા રહ્યા. આ મહારાષ્ટ્રના કિસાનોનું ઘોર અપમાન છે. તેમ છતાં કિસાનોએ આજે ગણતંત્ર દિવસ પર મુંબઈના આઝાદ મેદાનમાં એક 73 વર્ષીય વૃદ્ધ મહિલાના હાથે ધ્વજારોહણ કરાવ્યા બાદ આંદોલન સમાપ્ત કરી દીધુ છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube