બુલંદશહેર: અભ્યાસમાં એકદમ તેજ સુદીક્ષા ભાટીનું ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના બુલંદશહેરમાં સોમવારે છેડતીથી બચવા દરમિયાન રોડ અકસ્માતમાં મોત થયું. બુલેટ સવાર છોકરો સતત તેને ઓવરટેક કરી રહ્યો હતો અને પરેશાન કરતો હતો. સુદીક્ષા (Sudiksha Bhati) ને અમેરિકામાં લગભગ 4 કરોડ રૂપિયાની સ્કોલરશિપ મળી હતી. સુદીક્ષાએ ગત વર્ષે જ ઈન્ટરમીડિએટની પરીક્ષામાં બુલંદશહેર જનપદ ટોપ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પદની લાલસા નથી, પાર્ટી પોસ્ટ આપી શકે છે તો લઈ પણ શકે છે- સચિન પાયલટ


અત્રે જણાવવાનું સુદીક્ષા ભાટીનું રોડ અકસ્માતમાં છેડતીથી બચવા દરમિયાન દુ:ખદ મોત થયું. એક બુલેટ સવાર યુવક સ્કૂટી પર જઈ રહેલી સુદીક્ષાની છેડતી કરી રહ્યો હતો. સુદીક્ષાના ઘરવાળાનો આરોપ છે કે બુલેટ સવાર વારંવાર સ્કૂટીને ઓવરટેક કરી રહ્યો હતો. ત્યારબાદ બુલટે સવાર યુવકે અચાનક આગળ આવીને બ્રેક મારી જેના કારણે સ્કૂટીને બ્રેક મારવાના ચક્કરમાં સુદીક્ષા અને તેના કાકા રસ્તા પર પડી ગયા અને અકસ્માતમાં સુદીક્ષા ભાટીનું મોત થયું. 


Fact Check: PM મોદીએ રામ મંદિરના જલદી નિર્માણ માટે CM યોગીને મોકલ્યા 50 કરોડ રૂપિયા?


ગૌતમ બુદ્ધ નગરમાં દાદરી તહસીલના ડેરી સ્કેનરની રહીશ સુદીક્ષા તેના કાકા સાથે મામાને મળવા માટે સિકંદરાબાદ જઈ રહી હતી. સુદીક્ષા ભાટીએ 20મી ઓગસ્ટે અમેરિકા પાછા ફરવાનું હતું. કોરોના સંક્રમણના કારણે તે જૂનના પહેલા અઠવાડિયામાં અમેરિકાથી પાછી ફરી હતી. અકસ્માતમાં સુદીક્ષાનું મોત થયું અને તેના કાકાને ગંભીર ઈજા થઈ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube