Fact Check: PM મોદીએ રામ મંદિરના જલદી નિર્માણ માટે CM યોગીને મોકલ્યા 50 કરોડ રૂપિયા?
Trending Photos
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ (Fake News) આંખના પલકારામાં કરોડો લોકો સુધી પહોંચી જાય છે. આ જ પ્રકારના એક ફેક ન્યૂઝ આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યાં છે. જેમાં દાવો કરાયો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ને પત્ર લખીને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં તેમના યોગદાન માટે શુભેચ્છા પાઠવી અને અયોધ્યામાં શ્રી રામ મંદિરના જલદી નિર્માણ માટે 50 કરોડ રૂપિયા મોકલવાની વાત કરી?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફેક લેટરમાં 7 ઓગસ્ટની તારીખ લખવામાં આવી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર પણ નકલી છે. જો કે આ કથિત લેટરને ગંભીરતાથી લઈને પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટીકરણ બહાર પાડવામાં આવ્યું છે અને તેને 'ફેક' ગણાવ્યા છે. પીઆઈબીએએ એક ટ્વિટમાં કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સીએમ યોગી આદિત્યનાથને આવો કોઈ લેટર મોકલવામાં આવ્યો નથી.
Claim: A Facebook user, has posted a letter, allegedly written by PM @narendramodi to Chief Minister of #UttarPradesh @myogiadityanath#PIBFactCheck: This letter is #Fake pic.twitter.com/9dHdcEEMu4
— PIB Fact Check (@PIBFactCheck) August 9, 2020
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું કે 'એક ફેસબુક યૂઝરે એક લેટર પોસ્ટ કર્યો છે જેમાં દાવો કરાયો છે કે તે લેટર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખ્યો છે. આ લેટર ફેક છે.'
નોંધનીય છે કે આ પ્રકારનો ફેક લેટર કે ફેક ન્યૂઝ ફેલાવીને કેટલાક નકલી સમાચાર પેડલર્સ સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે તથા સાંપ્રદાયિક તણાવ વધારવાના પણ પ્રયત્નો કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે