Punjab: અકાલી દળના નેતા Sukhbir Singh Badal ની ગાડી પર હુમલો, ધડાધડ ગોળીઓ છૂટી
પંજાબ (Punjab) ના જલાલાબાદમાં શિરોમણી અકાલી દળ (Shiromani Akali Dal) નેતા સુખબીર સિંહ બાદલ (Sukhbir Singh Badal) ની ગાડી પર હુમલો થયો છે. આ દરમિયાન ગાડી પર ફાયરિંગ થયું. અકાલી દળનો આરોપ છે કે આ હુમલો કોંગ્રેસ (Congress) ના કાર્યકરોએ કર્યો.
નવી દિલ્હી: પંજાબ (Punjab) ના જલાલાબાદમાં શિરોમણી અકાલી દળ (Shiromani Akali Dal) નેતા સુખબીર સિંહ બાદલ (Sukhbir Singh Badal) ની ગાડી પર હુમલો થયો છે. આ દરમિયાન ગાડી પર ફાયરિંગ થયું. અકાલી દળનો આરોપ છે કે આ હુમલો કોંગ્રેસ (Congress) ના કાર્યકરોએ કર્યો.અનેક રાઉન્ડ ફાયરિંગ થયું અને પથ્થરમારો પણ થયો.
વાત જાણે એમ છે કે પંજાબ (Punjab) ના જલાલાબાદમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ રહી છે. અકાલી દળ (Shiromani Akali Dal) ના ઉમેદવાર નામાંકન ભરી રહ્યા હતા, ત્યારે અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલ (Sukhbir Singh Badal) ત્યાં પહોંચ્યા હતા અને જેવા તેઓ ત્યાં પહેંચ્યા એટલે તરત જ હંગામો શરૂ થયો હતો. ચારેબાજુ ભાગદોડ મચી ગયી અને લોકો બેરિકેડિંગ તોડીને કોર્ટ કોમ્પલેક્સમાં દાખલ થવા લાગ્યા. આ દરમિયાન ખુબ પથ્થરમારો થયો. અનેક રાઉન્ડ ફાયરિંગ થયું. એટલું જ નહીં સુખબીર બાદલની ગાડી પર પથ્થરમારો પણ થયો. જો કે પથ્થરમારો થયો ત્યારે તેઓ ગાડીમાં નહતા. તેમને સુરક્ષા ઘેરામાં બીજી જગ્યાએ લઈ જવાયા હતા. આ પથ્થરમારા બાદ થયેલી ભાગદોડમાં બે વ્યક્તિ ઘાયલ થઈ છે. કહેવાય છે કે હુમલા બાદ સુખબીર સિંહ બાદલ ધરણા પર બેસી ગયા છે.
(Congress) દ્વારા તેમને ઉમેદવારી પત્રક દાખલ કરતા રોકવા માટે આ બબાલ કરવામાં આવી. અકાલી દળના નેતાઓએ કહ્યું કે કોંગ્રેસના ગુંડાઓ હંગામો કરી રહ્યા છે અને અમને ઉમેદવારી નોંધાવતા રોકી રહ્યા છે. કોંગ્રેસ ધક્કાશાહીથી ચૂંટણી જીતવા માંગે છે પરંતુ ચૂંટણીમાં જનતા તેમને પાઠ ભણાવશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube