punjab

Farm Bills: કૃષિ બિલોના વિરોધમાં આજે ખેડૂતોનું 'ભારત બંધ' 18 રાજકીય પક્ષોએ આપ્યું સમર્થન

સંસદના બંને ગૃહોમાં પાસ થયેલા કૃષિ બિલો વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન આજે વધુ ઉગ્ર થાય તેવી શક્યતા છે. વિભિન્ન ખેડૂતો સંગઠનોએ આજે બિલના વિરોધમાં દેશવ્યાપી બંધનું આહ્વાન કર્યુ છે. હરિયાણા અને પંજાબમાં આ બિલનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોમાં પણ ખેડૂત સંગઠનોની સાથે સાથે રાજકીય પક્ષો પણ વિરોધ વ્યક્ત કરવા માટે રસ્તાઓ પર ઉતરવા માટે તૈયાર છે. 

Sep 25, 2020, 07:23 AM IST

પંજાબમાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરતા 5 પાકિસ્તાનીઓને ઠાર માર્યા

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાંચ ઘુસણખોરોને ઠાર માર્યા છે. પંજાબના તરનતારનમાં પાંચ પાકિસ્તાની બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. ત્યારે બીએસએફની 47 બટાલિયને પાંચને ઠાર માર્યા છે. હાલ તપાસ કરવામાં આવી રહી છે કે, આ ઘુસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની આતંકી છે કે તસ્કર.

Aug 22, 2020, 11:45 AM IST

આજથી પંજાબમાં ફરીથી 'નાઇટ કર્ફ્યૂં' લાગૂ, 31 ઓગસ્ટ સુધી લગાવ્યો આ પ્રતિબંધ

પંજાબમાં કોરોના (Corona) સંક્રમણના વધતા જતા કેસને જોતા ફરી એકવાર સખત પ્રતિબંધ લાગૂ કરી દેવામાં આવ્યા છે. હવે પંજાબમાં વીકએન્ડ લોકડાઉન સાથે દરરોજ સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂં (Night curfew)રહેશે.

Aug 20, 2020, 11:27 PM IST

ધિક્કાર છે આવા પુત્રોને...એક ઓફિસર અને બીજો નેતા છતાં માતાએ ઠેબા ખાઈને રસ્તા પર દમ તોડ્યો

હાલમાં જ પંજાબના મુક્તસરમાં એક વૃદ્ધ મહિલા લાવારિસ હાલાતમાં બૂડા ગુજ્જર રોડ પર મળી આવી હતી. મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ મહિલાનો એક પુત્ર આબકારી જકાત વિભાગમાં કામ કરે છે જ્યારે બીજો પુત્ર નવી બનેલી રાજકીય પાર્ટીનો સભ્ય છે. બે પુત્ર અને તે પણ વગદાર સ્થિતિમાં હોવા છતાં લાચાર વૃદ્ધ માતા રસ્તા પર ઠેબા ખાવા મજબૂર થઈ. 

Aug 20, 2020, 08:59 AM IST

પંજાબમાં ઝેરી દારૂ પીતા 31ના મોત, CM અમરિંદર સિંહે આપ્યા તપાસના આદેશ

પંજાબના અમૃતસર, બટલા અને તરન તારન જિલ્લામાં નકલી દારૂના સેવનના કારણે ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે. અમૃતસરમાં 11, બટાલામાં 7 અને તરન તારનમાં 13 લોકોના મોત થયા છે.

Jul 31, 2020, 07:33 PM IST

લાંબા સમયથી ચૂપચાપ બેસેલા નવજોતસિંહ સિદ્ધુ પંજાબમાં કંઈ મોટું કરવાની ફિરાકમાં

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ના પરિણામ બાદ પંજાબ (Punjab) ની રાજનીતિમાં હલચલ શરૂ થઈ ગઈ છે. લાંબા સમયથી ચૂપચાપ બેસી રહેલા નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) અને આપ પાર્ટી વચ્ચે સંપર્ક થવાની ચર્ચાઓ કોંગ્રેસમાં જોરશોરથી ચાલી રહી છે. સૂત્રોનું કહેવુ છે કે, સિદ્ધુએ ફરીથી અમરિંદર સરકારમાં આવવાની કોઈ પણ શક્યતાનો ઈન્કાર કર્યો છે. તો આપ (AAP) હવે ફરીથી તેઓને પોતાના ખેમામાં લાવવાના પ્રયાસોમાં લાગી ગયું છે. પાર્ટીના સ્ટાર પ્રચારક હોવા છતા સિદ્ધુ દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા ગયા ન હતા.

Feb 17, 2020, 08:43 AM IST

CAAને પશ્ચિમ બંગાળમાંથી જડમૂળથી નાબૂદ કરવા મોદી સરકાર વિરુદ્ઘ મમતા આજે ભરશે મોટું પગલું

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ ટીએમસી આજે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરશે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે વિશેષ સેશન બોલાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કાયદાની વિરુદ્ધ કેરળ, પંજાબ અને રાજસ્થાન વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થઈ ચૂક્યું છે.

Jan 27, 2020, 08:15 AM IST

ગુપ્તચર એજન્સીઓના હવાલેથી મોટા સમાચાર, ISI ની મદદ વડે ખાલિસ્તાન સમર્થકોએ બનાવી ગેંગ

ગુપ્તચર એજન્સીઓના હવાલેથી પંજાબમાં ખાલિસ્તાન સમર્થિત ગેંગ સાથે સંકળાયેલા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર છે કે ખલિસ્તાન સમર્થિત ગેંગ 'સિખ ફોર જસ્ટિસ એટલે કે SFJ એ 'એસજેએફ ઇન્ટરનેશનલ (SFJ-International)' નામથી નવી ગેંગ બનાવી. ભારત વિરૂદ્ધ 'Refrendrum-2020' ની ગતિવિધિઓને તેજ કરવા માટે એસજેએફ ઇન્ટરનેશનલ ગેંગમાં કેટલાક વિદેશી પત્રકારો પણ સામેલ છે.

Jan 13, 2020, 02:35 PM IST

પંજાબમાં ભુખમરો વધ્યો ! મંત્રીએ કહ્યું કહ્યું કે પંજાબીઓ ડાયેટિંગ કરી રહ્યા છે

ભુખમરા અંગે નીતિ પંચના અહેવાલમાં પંજાબની રેંક ગત્ત વર્ષની તુલનાએ બે પોઇન્ટ ઘટ્યો છે. પહેલા પંજાબ 10માં સ્થાન પર હતો જ્યારે હાલમાં જ આવેલા અહેવાલમાં પંજાબમાં 12માં નંબર પર ખસી ગયું. બીજી તરફ નીતિ પંચનાં રિપોર્ટને ગંભીરતાથી લેવાનાં બદલે પંજાબના મંત્રીઓના હાસ્યાસ્પદ નિવેદન સામે આવ્યું છે. પંજાબના હેલ્થ મિનિસ્ટર બલબીર સિદ્ધુએ પંજાબમાં ભુખમરો વધવાનાં રિપોર્ટ પર હાસ્યાસ્પદ પ્રતિક્રિયા આપી છે. સ્વાસ્થય મંત્રી બલબીર સિદ્ધુએ કહ્યું કે, પંજાબમાં ભુખમરો નથી અને પંજાબના લોકો વજન ઘટાડવા માટે ડાયેટિંગ કરી રહ્યા છે. 

Jan 2, 2020, 09:56 PM IST

કોઈ પણ રાજ્ય નાગરિકતા કાયદો લાગુ કરવાનો ઈન્કાર ન કરી શકે-MHA સૂત્ર

નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Bill 2019) ને લઈને મચેલો વિવાદ વકરતો જાય છે. પશ્ચિમ બંગાળ (West Bengal), પંજાબ (Punjab), કેરળે (Kerala) નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી દીધી છે. કેરળ, પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ નાગરિકતા કાયદાને પોતાના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. આ બાજુ ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. ગૃહ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી. મંત્રાલયનું કહેવું છે કે રાજ્ય, કેન્દ્રીય કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. પાર્ટીનું કહેવું છે કે નાગરિકતા કાયદો સમાનતાના અધિકારનો ભંગ છે. 

Dec 13, 2019, 07:17 PM IST

Citizenship Amendment Bill: મહારાષ્ટ્રમાં પણ લાગુ નહીં થાય, ઉદ્ધવ સરકારના મંત્રીએ આપ્યા સંકેત 

મહારાષ્ટ્ર (Maharashtra)  સરકારમાં મંત્રી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બાળાસાહેબ થોરાટે (Balasaheb Thorat)  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) ને રાજ્યમાં લાગુ ન કરવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ (Congress)  પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની આ બિલના વિરોધમાં જે ભૂમિકા છે, તે જ  અમારી ભૂમિકા છે. 

Dec 13, 2019, 03:12 PM IST
Snowfall: Red Alert Declared After Heavy Snowfall In Uttarakhand PT54S

હિમવર્ષા: ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા, જાહેર કરાયું રેડ અલર્ટ

ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાને કારણે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડમાં બારે બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે. આજે બરફવર્ષા અને કરા પડવાની આગાહી કરાઇ છે. ત્યારે સિમલા, કુલ્લુ, સિરમૌર, ચંબાના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

Dec 12, 2019, 10:35 AM IST

PAKનું ભયંકર આતંકી ષડયંત્ર, ISI ખાલિસ્તાન સમર્થક ગ્રુપને આપી રહ્યું છે ઓનલાઈન ટ્રેનિંગ

ગુપ્તચર સૂત્રોના હવાલે માહિતી મળી છે કે પાકિસ્તાન (Pakistan)  ભારતમાં મોટા આતંકી હુમલા (Terrorist Attack) ને અંજામ આપવા પંજાબમાં ખાલિસ્તાન સમર્થક (Khalistan) આતંકીઓને ઓનલાઈન ટ્રેનિંગ આપી રહ્યું છે. ગુપ્તચર અહેવાલ મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) પ્લાન K2 (કાશ્મીર-ખાલિસ્તાન નેક્સસ) હેઠળ ભારતમાં આતંકી હુમલાઓની યોજનાઓ બનાવીને તેને અંજામ આપવાની ફીરાકમાં છે. 

Dec 4, 2019, 01:45 PM IST

આમિર ખાન આજથી શરૂ કરશે ફિલ્મ ''લાલ સિંહ ચડ્ડા''નું શૂટિંગ

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ''લાલ સિંહ ચડ્ડા''ની સાથે ચર્ચાનો ભાગ બની ચૂક્યા છે. તાજેતરમાં જ ફિલ્મનો લોગો જાહેર કર્યા બાદ હવે આમિર ખાન ''લાલ સિંહ ચડ્ડા'નું શૂટિંગ કરવા માટે તૈયાર છે. 

Nov 10, 2019, 11:24 AM IST

સિદ્ધુને મળી પાકિસ્તાન જવાની મંજુરી, અટારી નહીં પરંતુ કરતારપુર કોરિડોરથી જઈ શકશે

સિદ્ધુએ પોતાના પત્રમાં લખ્યું હતું કે, "હું સ્પષ્ટ રીતે જણાવા માગું છું કે, જો સરકારને માર્ગમાં કોઈ અડચણ છે અને મને મંજુરી નથી આપતી તો હું નહીં જાઉં. પરંતુ જો તમે મારા ત્રીજા પત્રનો જવાબ નહીં આપો તો હું શિખ શ્રદ્ધાળુઓ સાથે પાકિસ્તાન જઈશ."

Nov 7, 2019, 09:55 PM IST

પાકિસ્તાનની તૈયારી પૂર્ણઃ શનિવારે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે ઈમરાન ખાન

ગુરૂદ્વારા દરબાર સાહિબના નામથી પ્રસિદ્ધ કરતારપુર સાહિબ ગુરુદ્વારા શીખ ધર્મનું સૌથી મોટું તીર્થધામ છે, જ્યાં ગૂરુ નાનક દેવજીએ પોતાના જીવનના અંતિમ 18 વર્ષ પસાર કર્યા હતા.
 

Nov 5, 2019, 05:32 PM IST

કરતારપુર કોરિડોરઃ 1303 ભારતીય શીખ શ્રદ્ધાળુઓનો જથ્થો પાકિસ્તાન જવા માટે રવાના

શ્રદ્ધાળુઓ પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં આવેલા ગુરૂનાનાક દેવના જન્મસ્થાન- નનકાના સાહિબ, હસનઅબ્દલ શહેરમાં પંજા સાહિબ અને કરતારપુર સાહિદ સહિત શીખ ધર્મસ્થળોની મુલાકાત લેશે.

Nov 5, 2019, 04:46 PM IST

દિલ્હીમાં પ્રદૂષણની 'સુપર ઈમરજન્સી' યથાવત, AQI 708 પર પહોંચ્યો, આજથી 'ઓડ ઈવન' લાગુ

દિલ્હીમાં સોમવારે પણ પ્રદૂષણ (Pollution)ની સુપર ઈમરજન્સી યથાવત છે. શહેર પર ધૂમ્મસની ચાદર છવાયેલી છે. દિલ્હીમાં આજે સવારે 7.37 વાગે એક્યુઆઈ 7-8 (ગંભીર) છે. બીજી બાજુ દિલ્હીમાં પ્રદૂષણ પર કંટ્રોલ કરવા માટે આજથી ઓડ ઈવન પણ લાગુ થયો છે. 

Nov 4, 2019, 08:14 AM IST

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત 575 શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો જશે કરતારપુર કોરિડોર

કરતારપુર સાહિબ જનારા પ્રથમ જથ્થામાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, હરસિમરત કૌર બાદલ, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પંજાબના તમામ સાંસદો અને ધારાસભ્યો સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબરના રોજ લાંબી ચર્ચાઓના અંતે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતાપુર કોરિડોર માટે શ્રદ્ધાળુઓને આવવા-જવાની પરવાનગી આપવા સહિતના અનેક મુદ્દે કરાર કરાયા હતા. 

Oct 29, 2019, 11:15 PM IST

ઈમરાન ખાને મરિયમ અને નવાઝ શરીફને એક જ હોસ્પિટલમાં રાખવા આપ્યો આદેશ

જિયો ન્યૂઝ અનુસાર, સરવરે ગુરૂવારે જણાવ્યું કે, ખાને મરિયમ અને શરીફના આરોગ્ય અંગે માહિતી માગી હતી, ત્યાર પછી તેમણે પંજાબ સરકારને પૂર્વ વડાપ્રધાનની પુત્રી મરિયમને ટ્રાન્સફર કરીને સર્વિસ હોસ્પિટલમાં તેમના પિતાની સાથે દાખલ કરવા માટે કાયદાકીય ઔપચારિક્તાઓ પુરી કરવા આદેશ આપ્યો હતો. 
 

Oct 25, 2019, 07:12 PM IST