નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ સાથે ઘાટી વિસ્તારમાંથી યુવાનો ગૂમ થવાનો સિલસિલો ચાલુ જ છે. છેલ્લા પાંચ વર્ષમાં આસપાસના ગામોમાંથી અંદાજે 150થી વધુ યુવાનો ગૂમ છે. સુરક્ષા બળોને આશંકા છે કે આ યુવાનો ન કરવાનું તો નથી કરી રહ્યા છે. આ યુવાનો આતંકવાદી સાથે મળીને આતંકીઓ નથી બની રહ્યાને? આ યુવાનોને શોધખોળ માટે સુરક્ષા ટીમો કામે લાગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JK: ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા 5 આતંકીઓને ઠાર કરાયા, સર્ચ ઓપરેશન ચાલુ


કાશ્મીરમાં ફરજ પરના અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ મહિના દરમિયાન કાશ્મીર ઘાટીથી 150થી વધુ યુવાનો ગૂમ છે. જેમાંથી માત્ર 50થી 60 યુવાનોના જ પરિવારજનોએ ગૂમ થવાની ફરિયાદ નોંધાવી છે. ઘાટીમાં સક્રિય ઇન્ટેલીજન્સનું માનવું છે કે ઘાટીમાંથી લાપત્તા થનાર યુવકોની સંખ્યા વધુ છે.


કાશ્મીરમાં સુરક્ષા દળોનો આતંકવાદીઓને જીવતા પકડવાનો નવો નારો


ઘાટીમાં અંદાજે 90થી 100 યુવકો એવા છે કે જેમના પરિવારજનોએ ગૂમ થયા બાદ પણ ફરિયાદ નથી નોંધાવી. સુરક્ષા બળોને આશંકા છે કે આ યુવકો ક્યાં અને કોની સાથે છે એ અંગે એમના પરિવારજનોને જાણ છે. જેને પગલે સુરક્ષાબળોએ આવા પરિવારજનો સાથે સંપર્ક કર્યો છે કે જેથી યુવકોને સમજાવીને પરત લાવી શકાય. 


જમ્મૂ-કાશ્મીરઃ રમજાન મહિનામાં નહીં ચાલે 'ઓપરેશન ઓલઆઉટ', ગૃહ મંત્રાલયે આપી સૂચના


ઘાટીમાં ફરજ પર હાજર સુત્રોના જણાવ્યા અનુસાર ગત દિવસોમાં સૌથી વધુ બાળકો બારામુલા, શોપિયા અને અનંતનાગથી લાપત્તા થયા છે. ઉલ્લેખનિય છે કે, સુરક્ષાબળોએ ઓપરેશન ઓલ આઉટમાં અત્યાર સુધી ત્રણ વિસ્તારોમાં સતત કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારોમાં અથડામણ દરમિયાન અત્યાર સુધી 33 જેટલા આતંકીઓ ઠાર કરાયા છે. જેમાં શોપિયામાં સૌથી વધુ 21 આતંકીઓને મોતને ઘાટ ઉતારાયા છે. તો બારામુલામાં 5 અને અનંતનાગમાં અંદાજે 7 આતંકીઓ મરાયા છે. ઘાટીમાં ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. 


પાક. સ્વાર્થ સાધવા કાશ્મીરીઓનો ઉપયોગ કરે છે: LeT આતંકવાદી


સુરક્ષાબળોના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓને દફનાવવા દરમિયાન આતંકવાદીઓનું જુથ આ ગામમાં જરૂર આવે છે અને આતંકી જે ગામનો હોય ત્યાં જઇને ગોળીબારી કરી એને સન્માન આપવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત ગામલોકોની લાગણીનો ફાયદો ઉઠાવી યુવાનોને આ આતંકી પ્રવૃત્તિ માટે લઇ જાય છે. જો કોઇ યુવકો તૈયાર ન થાય તો આતંકીઓ ગામલોકોને ધમકાવે છે અને ફરજીયાતપણે બે યુવકોને સાથે લઇ જાય છે. આમ જે ગામમાંથી એક આતંકી મરે એની સાથે નવા બે આતંકીઓ તૈયાર થઇ રહયા છે. જમ્મુ કાશ્મીરના વધુ ન્યૂઝ જાણો...