Unlock 5.0: કોરોના પર કાબૂના કોઈ જ સંકેત નથી, પણ છતાં હવે આ છૂટછાટ આપી શકે છે સરકાર
કોરોના વાયરસ (Corona Virus) નો દેશમાં ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. સંક્રમિતોની સંખ્યા ઘટવાના કોઈ સંકેત મળતા નથી. જો કે અનેક સપ્તાહોથી ઠપ પડી રહેલી આર્થિક ગતિવિધિઓને સરકાર ધીરે ધીરે ખોલી રહી છે. આ જ કડીમાં અનલોક (Unlock) નો ચોથો તબક્કો 30 સપ્ટેમ્બરે ખતમ થઈ રહ્યો છે. એક ઓક્ટોબરથી અનલોક 5.0માં સરકાર કેટલીક નવી છૂટછાટ જાહેર કરી શકે છે. આવો જાણીએ અનલોક 5.0 (Unlock 5.0) માં સરકાર કયા કયા ક્ષેત્રોમાં છૂટ આપી શકે છે...
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) નો દેશમાં ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. સંક્રમિતોની સંખ્યા ઘટવાના કોઈ સંકેત મળતા નથી. જો કે અનેક સપ્તાહોથી ઠપ પડી રહેલી આર્થિક ગતિવિધિઓને સરકાર ધીરે ધીરે ખોલી રહી છે. આ જ કડીમાં અનલોક (Unlock) નો ચોથો તબક્કો 30 સપ્ટેમ્બરે ખતમ થઈ રહ્યો છે. એક ઓક્ટોબરથી અનલોક 5.0માં સરકાર કેટલીક નવી છૂટછાટ જાહેર કરી શકે છે. આવો જાણીએ અનલોક 5.0 (Unlock 5.0) માં સરકાર કયા કયા ક્ષેત્રોમાં છૂટ આપી શકે છે...
કોરોનાની થપાટ, ભલભલા રસ્તા પર...આ શાકભાજી વેચનાર વિશે જાણીને હક્કાબક્કા રહી જશો
માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન મેનેજમેન્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત સાત રાજ્યો(Seven Worst-affected States) ના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. જેમાં દિલ્હી પણ સામેલ છે. પ્રધાનમંત્રી મોદીએ આ રાજ્યોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન(Micro-containment Zones) મેનેજમેન્ટ પર ધ્યાન આપવાનું કહ્યું છે. આ રાજ્યોને સપ્તાહમાં એક કે બે દિવસ ટોટલ લોકડાઉન કે કરફ્યૂ લગાવવાની પણ સલાહ પીએમ મોદીએ આપી છે. જો કે અનલોક-4માં કેન્દ્ર સરકારે રાજ્યો તરફથી કોઈ પણ પ્રકારના વધારાના કરફ્યૂ લગાવવાની યોજનાઓને નકારી હતી. પરંતુ કોરોનાના વધતા કેસને જોતા સરકાર હવે આ છૂટ આપી શકે છે કે તેઓ સપ્તાહમાં એક કે બે દિવસ લોકડાઉન કરી શકે છે.
Corona Update: દુનિયાભરમાં કોરોનાના દર્દીઓનો આંકડો 3.29 કરોડ પાર, ભારતમાં 60 લાખથી વધુ કેસ
આર્થિક ગતિવિધિઓમાં લવાશે તેજી
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અત્યાર સુધી રેસ્ટોરન્ટ, મોલ, સલૂન, અને જિમ ખોલવાની ગાઈડલાઈન બહાર પાડી ચૂક્યું છે. આવામાં અનલોક 5.0 હેઠળ અન્ય આર્થિક ગતિવિધિઓ પણ શરૂ થઈ શકે છે. જો કે પીએમ મોદીએ રાજ્યોને ટેસ્ટિંગ, ટ્રિટિંગ અને સર્વિલાન્સ (Testing, Treating and Surveillance) પર ભાર મૂકવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે કોરોનાના કારણે આર્થિક ગતિવિધિઓને રોકી શકાય નહીં. આથી હજુ વધુ સાવધાની વર્તવી જરૂરી છે.
મોટી ચિંતા: દેશમાં દોઢ કરોડ બાળકોમાં નશાની લત, ડ્રગ્સના અંધારામાં ગરકાવ થઈ રહી છે નવી પેઢી!
સિનેમાઘરો ખોલી શકે છે સરકાર
અનલોક 5.0 હેઠળ થિયેટરો ખોલવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. ઓગસ્ટમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેએ થિયેટરોમાં બેસવા માટે ખાસ વ્યવસ્થા કરવાની સલાહ આપી હતી. ખરેએ કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે થિયેટરોમાં એક સીટ અને એક લાઈન છોડીને બેસવાની વ્યવસ્થા હોવી જોઈએ. જો કે પશ્ચિમ બંગાળ સરકારે એક ઓક્ટોબરથી પચાસ ટકા કે ઓછી ક્ષમતા સાથે થિયેટરો ખોલવાની જાહેરાત કરી છે.
પર્યટન
કોરોના મહામારીની સૌથી વધુ અસર પર્યટન ક્ષેત્ર પર પડી છે. પરંતુ એક ઓક્ટોબરથી ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને ફરીથી શરૂ કરવામાં આવી શકે છે. થોડા દિવસ પહેલા જ ઉત્તરાખંડ સરકારે બહારથી આવનારા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ કે પ્રશાસનિક ક્વોરન્ટિન નિયમની સિસ્ટમ ખતમ કરી હતી.
કૃષિ બિલ: દિલ્હીમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટર ભડકે બાળ્યું
શિક્ષણ ક્ષેત્રે લેવાઈ શકે છે આ નિર્ણય
દેશમાં 21 સપ્ટેમ્બરથી અનેક શાળાઓએ 9મીથી 12મા ધોરણના વર્ગ શરૂ કર્યા છે. આશા છે કે આગલા મહિને પણ આ વ્યવસ્થા ચાલુ રહેશે. જો કે પ્રાઈમરી શાળાઓ હજુ પણ બંધ રાખવામાં આવી શકે છે. યુનિવર્સિટીઓ અને કોલેજોની વાત કરીએ તો નવા સત્ર માટે એડમિશન શરૂ થઈ ગયા છે. પરંતુ ઓનલાઈન માધ્યમ પર જ વધુ ભાર મૂકાઈ રહ્યો છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube