કૃષિ બિલ: દિલ્હીમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટર ભડકે બાળ્યું
કૃષિ બિલો (Farm Bills) પર ખેડૂતો (Farmers Protest) નો વિરોધ હજુ પણ ચાલુ છે. દિલ્હી (Delhi) માં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ યુથ કોંગ્રેસ (Punjab Youth Congress) ના કાર્યકરો સવારે ઈન્ડિયા ગેટ (India Gate) નજીક રાજપથ પર પહોંચ્યા અને ખેડૂત બિલના વિરોધમાં એક ટ્રેક્ટરને ભડકે બાળ્યું.
Trending Photos
નવી દિલ્હી: કૃષિ બિલો (Farm Bills) પર ખેડૂતો (Farmers Protest) નો વિરોધ હજુ પણ ચાલુ છે. દિલ્હી (Delhi) માં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ યુથ કોંગ્રેસ (Punjab Youth Congress) ના કાર્યકરો સવારે ઈન્ડિયા ગેટ (India Gate) નજીક રાજપથ પર પહોંચ્યા અને ખેડૂત બિલના વિરોધમાં એક ટ્રેક્ટરને ભડકે બાળ્યું. પોલીસનું કહેવું છે કે જે લોકોએ આગ લગાવી છે તેમની ઓળખ થઈ રહી છે. તમામ લોકો હાથમાં ભગત સિંહના પોસ્ટર લઈને આવ્યા હતાં. કાર્યકરોએ કેન્દ્ર સરકારના વિરોધમાં નારેબાજી કરી. પ્રદર્શનકારીઓ એક ટ્રકમાં ટ્રેક્ટર લઈને આવ્યા અને ઈન્ડિયા ગેટ નજીક તેમા આગચંપી કરી.
#UPDATE: Five people - residents of Punjab - detained in connection with the protest and burning of a tractor near India Gate in Delhi. Legal action initiated. https://t.co/IMtkZge2l7
— ANI (@ANI) September 28, 2020
ફાયરના અધિકારીઓના જણાવ્યા મુજબ સવારે સાત વાગ્યાને 42 મિનિટ પર ઘટનાની જાણકારી મળી અને ફાયરની બે ગાડીઓને તરત ઘટનાસ્થળે મોકલવામાં આવી. પોલીસ અધિકારી ઈશ સિંઘલે કહ્યું કે લગભગ 15-20 લોકો સવારે સવા સાતથી સાડા સાતની વચ્ચે ભેગા થયા અને તેમણે ટ્રેક્ટરમાં આગ લગાવવાની કોશિશ કરી. આગ ઓલવી દેવાઈ છે અને ટ્રેક્ટર ત્યાંથી હટાવી લેવામાં આવ્યું.
#WATCH: A tractor was set ablaze by unidentified persons near India Gate, today. DCP New Delhi says,"Around 15- 20 persons gathered here & tried to set a tractor on fire. The fire has been doused off & tractor was also removed. Those involved are being identified. Probe underway" pic.twitter.com/IKlOxq4mbj
— ANI (@ANI) September 28, 2020
તેમણે કહ્યું કે આ મામલે કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે. ઘટનામાં સામેલ લોકોની ઓળખ થઈ રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે હાઈ સિક્યુરિટી ઝોનમાં ટ્રેક્ટર લાવવું અને તેને આગને હવાલે કરવું એ સુરક્ષામાં ક્યાંકને ક્યાંક મોટી ચૂક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે