મોટી ચિંતા: દેશમાં દોઢ કરોડ બાળકોમાં નશાની લત, ડ્રગ્સના અંધારામાં ગરકાવ થઈ રહી છે નવી પેઢી!
હાલ બોલિવુડમાં ડ્રગ્સની લત ચર્ચાનો વિષય બની ગયો છે. એક પછી એક મોટી હસ્તીઓના નામ સામે આવી રહ્યા છે જે ડ્રગ્સમાં ડૂબેલા છે. આ બધામાં શું સાચુ છે અને શું ખોટું તે તો એજન્સીઓ તપાસ કરી લેશે પરંતુ આપણે જો આપણી આજુબાજુ નજર દોડાવીએ તો જાણવા મળશે કે વધુ એક સમસ્યા ગંભીર રીતે ફેલાયેલી છે.
Trending Photos
નવી દિલ્હી: હાલ બોલિવુડમાં ડ્રગ્સની લત ચર્ચાનો વિષય બની ગયો છે. એક પછી એક મોટી હસ્તીઓના નામ સામે આવી રહ્યા છે જે ડ્રગ્સમાં ડૂબેલા છે. આ બધામાં શું સાચુ છે અને શું ખોટું તે તો એજન્સીઓ તપાસ કરી લેશે પરંતુ આપણે જો આપણી આજુબાજુ નજર દોડાવીએ તો જાણવા મળશે કે વધુ એક સમસ્યા ગંભીર રીતે ફેલાયેલી છે.
શહેરો અને ગામડામાં નશા કરતા જોવા મળશે બાળકો
છાશવારે બસ સ્ટેશનો, રેલવે લાઈનના કિનારે, મહાનાગરોમાં કચરો વિણતા બાળકો જોયા હશે. ધ્યાનથી જોશો તો જોવા મળશે કે તેમાંથી કેટલાક બાળકો તો અડધા બેભાન અવસ્થામાં જ હોય છે અને કોઈ કપડાને સૂંઘતા હોય છે. હકીકતમાં મોટી સંખ્યામાં બાળકો નશાના આદી થઈ ચૂક્યા હોય છે. તેમનું ખાવાનું પીવાનું આ નશો જ હોય છે જેને મેળવવા માટે તેઓ કચરો પણ વીણતા હોય છે. અનેક NGO તેના પર કામ કરવાનો દાવો કરે છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.
ટીનએજરમાં નશાની લત
આ સમસ્યાને લઈને સરકાર તરફથી થયેલા એક સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. ભારત સરકારે જણાવ્યું છે કે દેશમાં બાળકોમાં નશાની લત એક મોટી સમસ્યા બની ગઈ છે. સર્વેમાં સામે આવ્યું છે કે 10થી 17 વર્ષના વયજૂથના લગભગ 1.48 કરોડ બાળકો અને કિશોરો આલ્કોહોલ, અફીણ, કોકીન, ભાંગ સહિત જાત જાતના નશીલા પદાર્થોનું સેવન કરે છે.
2018માં થયો હતો સર્વે
આ સર્વે આજકાલનો નહીં પરંતુ બે વર્ષ પહેલાનો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય(Ministry of Social Justice and Empowerment) એ વર્ષ 2018 દરમિયાન દેશમાં નશીલા પદાર્થોના પ્રયોગની સીમા અને સ્વરૂપ સંબંધે રાજ્યવાર વિગતો ભેગી કરવા માટે એક રાષ્ટ્રીય સર્વેક્ષણ કરાવ્યો હતો.
લોકસભામાં મંત્રીએ આપી વિગતો
મંત્રાલયે આ અંગે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં વિવિધ નશીલા પદાર્થોનો પ્રયોગ કરનારા 10થી 75 વર્ષના વયજૂથમાં ભારતની જનસંખ્યા રશિયો અને નશીલા પદાર્થોના ઉપયોગથી પેદા થતી વિકૃતિઓ સંદર્ભે તારણો રજુ કરાયા છે. તેની વિગતો હાલમાં જ લોકસભામાં રજુ કરાઈ હતી. 20 સપ્ટેમ્બરના રોજ રાજીવ પ્રતાપ રૂડીના પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રતનલાલ કટારિયાએ આ વિગતો આપી.
દારૂનું સેવન કરનારા વધ્યા
સર્વેમાં સામે આવ્યું છે કે દરેક પ્રકારના વયજૂથમાં દારૂનું સેવન કરનારા સૌથી વધુ છે. 10થી 17 વર્ષના વયજૂથમાં અંદાજે 30 લાખ બાળકો અને કિશોરો એવા છે જે દારૂના નશાની પકડમાં છે. એ જ રીતે 18થી 75 વર્ષના વયજૂથમાં દારૂનું સેવન કરનારા લોકોની સંખ્યા 15.10 કરોડ છે.
ચાર લાખ બાળકો ઉત્તેજના પેદા કરતો નશો કરે છે
આ બાજુ 10થી 17 વર્ષના વયજૂથમાં અંદાજે 40 લાખ બાળકો અને કિશોરો અફીણનો નશો કરે છે. આ વયજૂથમાં ભાંગનો નશો કરનારા લોકોની સંખ્યા 20 લાખ છે. સર્વે મુજબ અંદાજે 50 લાખ બાળકો અને કિશોરો ઉત્તેજક પદાર્થો તથા સૂંઘીને કે કશ દવારા લેનારા માદક પદાર્થોનું સેવન કરે છે. જ્યારે બે લાખ બાળકો કોકિન અને ચાર લાખ બાળકો ઉત્તેજના પેદા કરનારા પદાર્થોનું સેવન કરે છે.
બાળકો થઈ રહ્યા છે આક્રમક
છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન એ ચર્ચા અને સમસ્યા અનેકવાર સામે આવી છે કે કિશોર અવસ્થામાં પહોંચતા સુધીમાં તો બાળકો ખુબ આક્રમક બની જાય છે. હકીકતમાં મોટા પાયે કિશોરો કોઈને કોઈ નશાની ચુંગલમાં સપડાયેલા છે. જેનું એક કારણ બાળકોને ભાવનાત્મક સપોર્ટ ન મળવો પણ છે.
અનેકવાર ઘરમાં બાળકોને માતા પિતાનો પ્રેમ, હૂંફ ન મળતા તેઓ નશા તરફ ધકેલાય છે. બીજી બાજુ તેમનું મોટા થવાની પ્રવૃત્તિ અને માનસિક દબાણ પણ ઝડપથી વધી રહ્યા છે. જેને કારણે તેઓ નશાની ચુંગલમાં સપડાઈ રહ્યા છે. મોટાભાગે જોવા મળ્યુ છે કે ઘર પરિવારમાં કોઈ ને કોઈ વ્યક્તિ નશો કરતો હોય છે અને આવી સ્થિતિમાં કિશોરો પણ નશામાં સપડાતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે