નવી દિલ્હી: આરએલએસપી અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ વિપક્ષના ઘણા દળના નેતાઓ સામે મહાગઠબંધનમાં સામેલ થવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે તેની ઔપચારિક જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઉપેન્દ્ર કુશવાહાએ હેવ એનડીએ છોડી મહાગઠબંધનનો હાથ પકડ્યો છે. તેની જાહેરાત કરી રહ્યો છું અને તેમનું સ્વાગત કરું છું. ત્યારે, ભાજપે મહાગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે તેનો કોઇ અસ્તિત્વ નથી. ભાજપે કહ્યું કે મહાગઠબંધનનો અર્થ એ નથી કે ભાજપની સામે બધા વિરોધી હાજર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કોલકાતા હાઇકોર્ટની મમતા સરકારને ટકોર, ભાજપની રથયાત્રાને મળી મંજૂરી


ઉપેન્દ્ર કુશવાહાનું મહાગઠબંધનમાં સામેલ થવાના અવસર પર તેજસ્વી યાદવ, શરદ યાદવ, જીતનરામ માંઝી, શક્તિ સિંહ ગોહિલ સહિત કેટલાક મોટા નેતા હાજર હતા. ઉપેન્દ્ર કુશવાહાએ મહાગઠબંધનમાં સામેલ થયા બાદ કહ્યું કે મારી પાર્ટી વિધિવત રૂપથી હવે યૂપીએમાં સામેલ થઇ ગઇ છે.


વધુમાં વાંચો: બુરાડીકાંડ: એક જ પરિવારનાં 11 લોકોનાં મોત પરથી ઉઠ્યો પડદો, વિસરા રિપોર્ટમાં થયો ખુલાસો


ત્યારબાદ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે એનડીએથી અલગ થયા બાદ મારી પાસે ઘણા વિકલ્પ હતા. પરંતુ રાહુલ ગાંધીની ઉદારતાના કારણે અમે યૂપીએમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. ત્યારે, તેમણે અનડીએ ગઠબંધન પર પણ નિશાન સાધ્યું. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે અહીંયા પણ નીતીશ કુમાર પર જ વધારે નિશાન બનાવ્યા. તેમણે બિહારની વ્યવસ્થાને લઇ નીતીશ કુમાર પર પ્રહાર કરતા કહ્યું કે, રાજ્યમાં રોજગાર, શિક્ષણ અને કાયદો બધા ખરાબ થયા છે. સાથે જ તેણે કહ્યું કે પીએમ મોદીએ પણ તેના માટે કંઇ પણ કર્યું નથી.


વધુમાં વાંચો: રાજ ઠાકરેનું વિવાદિત નિવેદન, મંત્રી ન સાંભળે વાત તો ડુંગળીઓ મારો


ઉપેન્દ્ર કુશવાહાએ નીતીશ કુમારને કાવતરાખોર જણાવાતા કહ્યું કે, તેમણે એનડીએથી મને બહાર કાઢવા માટેનું મોટું કાવતરૂ રચ્યું હતું. તેમણે એનડીએની અંદર રહી મારી પાર્ટીને બરબાદ કરવાનું કામ કર્યું છે. કદાચ તેમણે કસમ ખાધી છે કે તેઓ મને બરબાદ કરીને રહેશે.


વધુમાં વાંચો: મંદિરના ટ્રસ્ટીઓએ નજર અંદાજ કરતા પુજારીએ પ્રસાદમાં ઝેર નાખ્યું, 15ના મોત


વરીષ્ઠ કોંગ્રેસનેતા અહમદ પટેલે કુશવાહાને એનડીએ છોડવા માટે મુલાકાત કરી હતી. યૂપીએનું માનવું છે કે કુશવાહાને સાથે જોડ્યા બાદ તેઓ બિહારમાં એનડીએ સામે માહોલ ઊભો કરવામાં મદદ કરશે. બિહારમાં એનડીએના મુખ્યમંત્રી નીતીશ કુમારના જેડીયૂ અને કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનના એલજેપી અન્ય ઘટક દળ છે. કુશવાહા એનડીએનો સાથ છોડી ચુક્યા છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...