હાવડા: દેશના ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે પશ્ચિમ બંગાળ (West Bengal) ના હાવડામાં થઈ રહેલી ભાજપ (BJP) ની રેલીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી. તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો કર્યો. આ દરમિયાન અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમની સરકાર પર આકરા પ્રહાર કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રીએ કર્યો ભાજપની જીતનો દાવો
ગૃહમંત્રી અમિત શાહે ( Amit Shah ) કહ્યું કે આવનારી વિધાનસભા ચૂંટણી (Assembly Election 2021) માં ભારતીય જનતા પાર્ટી ( BJP ) ની સરકાર બનશે અને તૃણમૂલ કોંગ્રેસને ઉખાડી ફેંકીશું. 10 વર્ષમાં ટીએમસીએ શું કર્યું? અહીં તાનાશાહી અને તૃષ્ટિકરણ કરાયું. મમતા બેનરજીને પશ્ચિમ બંગાળની જનતા ક્યારેય માફ કરશે નહીં. 


અમિત શાહે વધુમાં કહ્યું કે 10 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળની જનતા પરિવર્તન ઈચ્છતી હતી. જનતા ઈચ્છતી હતી કે તેમના ઘરમાં વીજળી પહોંચે. પાણી પહોંચે. પરંતુ મમતા બેનરજીની સરકારે આવું કર્યું નહીં. આ બધા વચ્ચે પીએમ મોદીની સરકારે પશ્ચિમ બંગાળની જનતાને ઉજ્જવલા યોજના  હેઠળ ફ્રીમાં એલપીજી સિલિન્ડર આપ્યા અને જનધન યોજના હેઠળ ખાતા ખોલ્યા. 


Farmers Protest : રાકેશ ટિકૈતે PM મોદી વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું-'ખેડૂતની પાઘડીનું પણ સન્માન રહેશે અને...'


અમિત શાહે મમતા બેનરજીને પૂછ્યા આ સવાલ
ગૃહમંત્રીએ મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) પૂછ્યું કે પશ્ચિમ બંગાળની જનતાએ તમારું શું બગાડ્યું છે? તમે કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનાને પશ્ચિમ બંગાળમાં લાગુ થવા નથી દેતા તેના લીધે અહીંના ગરીબ લોકોને 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળતો નથી. તમે ગરીબોને મળતા લાભ કેમ રોકી રહ્યા છો?


અમિત શાહે પોતાના સંબોધન દરમિયાન વચન આપ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપ (BJP) ની સરકાર બનતા જ પહેલી કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન સ્વાસ્થ્ય વીમા યોજનાને લાગુ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના દરેક રહીશને આ સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ મળશે. 


ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે મમતા બેનરજી તમે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનતા રોકી શકશો નહી. જનતાએ મન બનાવી લીધુ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવાની છે. 


Exclusive: Hamid Ansari બોલ્યા- દેશમાં હજુ પણ ડરે છે મુસલમાન, કાઉન્ટર સવાલ બાદ ઈન્ટરવ્યુ અધવચ્ચે છોડી જતા રહ્યા


પાર્ટીમાં એકલા રહી જશે મમતા બેનરજી
તેમણે કહ્યું કે ભાજપમાં ટીએમસી અને કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા મોટી સંખ્યામાં સામેલ થઈ રહ્યા છે. ચૂંટણી આવતા આવતા તો મમતા બેનરજી એકલા રહી જશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અહીંના ખેડૂતો સાથે દગો કર્યો છે. કેન્દ્ર સરકારની યોજના રોકવાના કારણે પશ્ચિમ બંગાળના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 6000 રૂપિયા મળી શકતા નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube