Farmers Protest : રાકેશ ટિકૈતે PM મોદી વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું-'ખેડૂતની પાઘડીનું પણ સન્માન રહેશે અને...'

રાકેશ ટિકૈતે કહ્યું કે અમારા જે લોકો જેલમાં બંધ છે તેમને છોડી મૂકવામાં આવે. ત્યારબાદ વાતચીત કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ પહેલ કરી છે અને સરકાર અને અમારી વચ્ચે એક કડી બન્યા છે.

Farmers Protest : રાકેશ ટિકૈતે PM મોદી વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું-'ખેડૂતની પાઘડીનું પણ સન્માન રહેશે અને...'

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમમાં કહ્યું કે દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ તિરંગાનું અપમાન જોઈને, દેશ પણ ખુબ દુ:ખી થયો. પીએમ મોદીએ પહેલીવાર આ અંગે નિવેદન આપ્યું. લાલ કિલ્લામાં સ્તંભ પર પ્રદર્શનકારીઓએ ધાર્મિક ઝંડો ફરકાવ્યો હતો. એ પણ એજ જગ્યાએ કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટના રોજ ધ્વજવંદન કરે છે.  ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે પીએમ મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી. 

— ANI (@ANI) January 31, 2021

ખેડૂતની પાઘડીનું સન્માન રહેશે અને દેશના પ્રધાનમંત્રીનું પણ-ટિકૈત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (PM  Narendra Modi ) એ શનિવારે સર્વપક્ષીય બેઠકમાં નિવેદન આપ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોથી માત્ર એક ફોન કોલ દૂર છે. જેના પર રાકેશ ટિકૈતે કહ્યું કે દબાણમાં કોઈ પણ એગ્રીમેન્ટ કરવામાં આવશે નહીં. આ મુદ્દે અમે ચર્ચા કરીશું. પ્રધાનમંત્રી અમારા પણ છે. તેમણે જે પહેલ કરી તેના માટે અમે તેમના આભારી છીએ, અમે તેમનું માન જાળવીશું. અમે ઈચ્છીએ છીએ કે અમારા લોકોને છોડી મૂકવામાં આવે. 

— ANI_HindiNews (@AHindinews) January 31, 2021

ન્યૂઝ એજન્સી ANI ના જણાવ્યાં મુજબ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે (Rakesh Tikait)કહ્યું કે અમારા જે લોકો જેલમાં બંધ છે તેમને છોડી મૂકવામાં આવે. ત્યારબાદ વાતચીત કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ પહેલ કરી છે અને સરકાર અને અમારી વચ્ચે એક કડી બન્યા છે. ખેડૂતોની પાઘડીનું પણ સન્માન રહેશે અને દેશના પ્રધાનમંત્રીનું પણ. 

— Press Trust of India (@PTI_News) January 31, 2021

ષડયંત્રનું પરિણામ
આ બાજુ ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા નરેશ ટિકૈતે કહ્યું કે '26 જાન્યુઆરીએ જે પણ કઈ થયું તે એક ષડયંત્રનું પરિણામ હતું. ટિકૈતે કહ્યું કે તેની વ્યાપક સ્તરે તપાસ થવી જોઈએ. ખેડૂત નેતાએ પીટીઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે તિરંગો સૌથી ઉપર છે. અમે ક્યારેય તિરંગાનું અપમાન થવા દઈશું નહીં. હંમેશા ઊંચો રાખીશું. અપમાન સહન કરવામાં નહીં આવે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news