નોકરી શોધતા યુવાનો માટે ખુશખબર! રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાવવાની સુવર્ણ તક
રાજકોટ મહાનગરપાલિકામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ વિવિધ ટ્રેડ માં અને એપ્રેન્ટિસશીપ એકટ- 1961 માં ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. ગુજરાતની મહાનગરપાલિકા માં જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવતી હોય છે. કોરોનાની અસર ગુજરાત અને સમગ્ર દેશમાં થઈ રહી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજકોટ મહાનગરપાલિકામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ વિવિધ ટ્રેડ માં અને એપ્રેન્ટિસશીપ એકટ- 1961 માં ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. ગુજરાતની મહાનગરપાલિકા માં જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવતી હોય છે. કોરોનાની અસર ગુજરાત અને સમગ્ર દેશમાં થઈ રહી છે. જેના પગલે જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. અને આ સમયમાં ઘણા લોકોની નોકરી પણ છીનવાઈ ગઈ હતી. સાથે જ લોકોના રોજગાર-ધંધા પર માઠી અસર પડી હતી. આ સમયમાં નોકરી શોધતા યુવાનો માટે આ એક સારા સમાચાર આવ્યા છે.
આ રીતે કરી શકાશે અરજી:
એપ્રેન્ટિસની જગ્યા માટે ઉમેદવાર તારીખ 18-10-2021 થી તારીખ 30-10-2021 સુધી અરજી કરી શકશે. તથા રાજકોટ મહાનગરપાલિકા ની વેબસાઈટ WWW.RMC.GOV.IN પર અરજી કરવાની રહેશે.
વય મર્યાદા:
એપ્રેન્ટિસની જગ્યા માટે ઉમેદવારોની વય અંગેની માહિતી તે મહાનગરપાલિકા ની વેબસાઈટ પરથી મળી જશે.
ઉમેદવારની પસંદગી પ્રક્રિયા:
એપ્રેન્ટિસની જગ્યા માટે ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ ના આધારે કરવામાં આવશે.
Indian Army Recruitment 2021: ભારતીય સેનામાં અધિકારી બનવાનો ગોલ્ડન ચાન્સ, મળશે 2 લાખ રૂપિયા પગાર!
લાયકાત:
એપ્રેન્ટિસ ના ટ્રેડમાં સરકાર માન્ય ITI માંથી જ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ
નોંધ:
એપ્રેન્ટિસની ભરતી અંગેની વધુ વિગતો રાજકોટ મહાનગરપાલિકા ની વેબસાઈટ પરથી મળી જશે.
અમિતાભ સાથેના લફરાંને લીધે રેખા પર ભડક્યા જયા બચ્ચન, કહ્યું આ બધું બંધ કરી દેજે નહીં તો...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube