નવી દિલ્લીઃ વરસાદી માહોલમાં ગુજરાતમાં ઘણાં એવા સ્થળો છે જ્યા હરવા ફરવાની મજા માણવા જેવી છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં તમે મિત્રો કે તમારા પ્રિય પાત્ર સાથે જો હરવા ફરવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો આ સ્થળો બેસ્ટ ઓપ્શન બની શકે છે. મહત્ત્વનું છેકે, ગુજરાતમાં આમ તો અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. જોકે, એમાંથી કેટલાંક સ્થળો એવા છે જ્યાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ફરવાનું પ્લાનિંગ કરો તો બેસ્ટ રહે છે. કારણકે, આ સમયે વરસાદ બરાબર જામ્યો હોય છે અને કુદરત પણ જાણે ખીલી ઉઠી હોય છે ત્યારે કુદરતના થોળે આ સ્થળોની મુલાકાત મોજ પાડી દેશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના એક ટહુકાથી વાદળા વરસે...જેની એક ઝલક જોવા લોકો તરસે...શું આવો મોજીલો મોરલો તમે જોયો છે?


1. સાપુતારા:
ગુજરાતના સૌથી જાણીતા આ હિલ સ્ટેશનનું સૌંદર્ય ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે. ચોમાસાની શરૂઆતના સમયમાં એટલે કે જુલાઈ મહિનામાં તમે સાપુતારા જઈ શકો છો. આ સમયે સાપુતારમાં તમારી જ્યાં નજર પડશે ત્યાં હરિયાળી જોવા મળશે. સાથે જો હળવો વરસાદ આવતો હોય તો તો તમને અનન્ય લ્હાવો મળી શકે છે.

આ રૂટ પર સાવ મફ્તના ભાવમાં વિમાનમાં મુસાફરી! જાણો કઈ એરલાઈને આપી શાનદાર ઓફર


2. પોળો ફોરેસ્ટ:
સાબરકાંઠના વિજયનગરના જંગલો મનમોહક છે. એમાં પણ જો પહેલા કે બીજા વરસાદ બાદ તમે ત્યાં જાઓ તો તમને અનન્ય નજારાઓ જોવા મળશે. પોળો ફોરેસ્ટમાં સાંસ્કૃતિક વારસાની સાથે પ્રકૃતિનું અનોખું રૂમ તમને જુલાઈ મહિનામાં જોવા મળશે.


3. સ્ટેચ્યૂ ઑફ યુનિટી:
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા અને તે પણ આપણા સરદાર સાહેબની. દેશ-વિદેશથી લોકો સ્ટેચ્યૂ ઑફ યુનિટીને જોવા માટે આવે છે. એમાં પણ જુલાઈ મહિનો અહીં ફરવા માટેનો સૌથી સારો સમય છે. ગરમી અને તડકો ઓછો હોવાના કારણે તમે આસપાસના સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો. સાથે આ સમયે પ્રાકૃતિક સૌંદર્ય પણ સોળે કળાએ ખિલ્યું હોય છે. જે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની શોભામાં વધારો કરે છે.

વરસાદની સિઝનમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નહીં, જશો તો પડી જશે મોજ

4. નળ સરોવર:
અમદાવાદથી લગભગ 45 કિલોમીટર દૂર આવેલું નળ સરોવર વિખ્યાત છે ત્યાં જોવા મળતા યાયાવર પક્ષીઓના કારણે. ચોમાસામાં નળ સરોવરનો નજારો મન મોહી લે તેવો હોય છે. ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો સમય નળ સરોવર જવા માટે યોગ્ય સમય છે.

હું સુતી હતી ત્યારે મારા ભાઈ અને એના મિત્રએ મને શારીરિક અડપલાં કર્યા હતા! હીરોઈનનો મોટો ખુલાસો

5. ગિરનારઃ
જો તમને ઈતિહાસ સાથે લગાવ હોય અને પર્વતો ગમતા હોય તો. તમે જૂનાગઢની મુલાકાત લઈ શકો છો. ચોમાસામાં ગરવો ગિરનાર જાણે લીલી ચાદર ઓઢી લે છે. ગિરનારની સાથે ઉપરકોટ, પ્રેરણાધામ, અશોકનો શિલાલેખ જેવી જગ્યાઓની તમે મુલાકાત લઈ શકો છો. 

વિમાન ઉડતા જ મુડમાં આવી ગઈ ટીવીની સંસ્કરી વહુ, પહેલાં પપ્પીઓ કરી અને પછી તો ભરવા લાગી બચકાં!


6. કચ્છનું રણ:
દૂર દૂર સુધી અફાટ સફેદ રણ અને ચાંદની. આ નજારો જોવા માટે તમારે કચ્છના રણની મુલાકાત જરૂરથી લેવી પડે. કચ્છનું રણ જવા માટેનો યોગ્ય સમય જુલાઈ અને ઓગસ્ટ મહિનો છે. કારણ કે આ સમયે તમને ગરમી નહીં લાગે. એમાં પણ સૂર્યોદય અને સૂર્યાસ્તની મજા ખાસ માણવી જોઈએ.

શું તમને પણ ટોયલેટમાં મોબાઈલ લઈને જવાની આદત છે? તો એનાથી થતા મોટા નુકસાન વિશે પણ જાણી લેજો

ચા સાથે ભૂલથી પણ ન લેતા આ વસ્તુઓ, નહીં તો લાંબા ટાઈમ માટે આવશે દવાખાનાનો 'ખાટલો'

વરસાદમાં ગાડી લઈને નીકળતા પહેલાં આટલું ખાસ ધ્યાન રાખજો, નહીં તો રસ્તા પર લોકો બનાવશે તમારી રીલ!