શું તમને પણ ટોયલેટમાં મોબાઈલ લઈને જવાની આદત છે? તો એનાથી થતા મોટા નુકસાન વિશે પણ જાણી લેજો
ટોયલેટમાં મોબાઈલ ફોનને ઉપયોગ બની છે ધાતક, તમે ટોયલેટમાં ફોનનો ઉપયોગ કરો છો, તો ચેતી જજો...નહીં તો પેટભરીને પસ્તાશો
Trending Photos
નવી દિલ્લીઃ મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. કેટલાક લોકો એવા હોય છે, જે એક મિનિટ માટે પણ પોતાના મોબાઈલથી દૂર રહેવું પસંદ નથી કરતા. જો તેમની પાસે મોબાઈલ ન હોય તો તેઓ બેચેની થવા લાગે છે. કેટલાક લોકોને એવી પણ આદત હોય છે કે, તેઓ ટોયલેટમાં બેસીને ફોનનો ઉપયોગ કરે છે, પરંતુ આ આદત ઘણી ખતરનાક છે.
ઘણાં લોકોને એવી આદત હોય છેકે, તેમને મોબાઈલ વિના એક મિનિટ પણ ફાવતું નથી. તેઓ બાથરૂમમાં હોય કે ટોયલેટમાં હંમેશા તેઓ મોબાઈલ પોતાની પાસે રાખે છે. અત્યાર સુધી લોકો સમાચારપત્ર લઈને ટોઈલેટમાં જતા હતા, પરંતુ હવે તેઓ ફોનને બાથરૂમમાં પણ લઈ જાય છે. જો તમે પણ આ કરો છો તો સાવધાન! આ આદત તમને બીમાર કરી શકે છે. તમારી આ આદતને આજે જ બદલી નાંખો...
કેવી રીતે થાય છે પાઈલ્સની સમસ્યા?
ટોયલેટમાં મોબાઈલનો ઉપયોગ કરવાથી તમને પાઈલ્સ ની સમસ્યા થઈ શકે છે. વૃદ્ધોની સાથે-સાથે યુવાનોમાં પણ પાઇલ્સની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જ્યારે તમે ટોયલેટમાં મોબાઈલ લઈ જાઓ છો, ત્યારે તમે કમોડ પર લાંબો સમય બેસો છો અને તમને સમયની પણ ખબર નથી હોતી કારણ કે તમે મોબાઈલમાં મશગુલ રહો છો..ઘણા લોકો ટોયલેટમાં કમોડ પર બેસીને મોબાઈલમાં સમાચાર વાંચે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, વીડિયો જોવે છે અને ચેટિંગ કરે છે. ટોઈલેટમાં કમોડ પર લાંબો સમય બેસી રહેવાથી ગુદામાર્ગ અને ગુદાના નીચેના ભાગના સ્નાયુઓ પર દબાણ વધે છે જેનાથી પાઈલ્સની સમસ્યા થાય છે.
ડાઇનિંગ ટેબલ અને બેડ પર બેક્ટેરિયા:
શૌચાલયમાં મોબાઈલ રાખવાથી તમે બેક્ટેરિયાનો શિકાર પણ બની શકો છો. ટોયલેટમાં રહેલા બેક્ટેરિયા તમારા મોબાઈલમાં ચોંટી જાય છે. જ્યારે તમે ટોઇલેટમાંથી બહાર આવો છો ત્યારે તમે તમારા હાથ ધોઈ લો છો પરંતુ મોબાઈલમાં ચોંટેલા બેક્ટેરિયા તમારા હાથ પર પાછા આવી જાય છે. આ બેક્ટેરિયાના કારણે તમને ઈન્ફેક્શન પણ થઈ શકે છે.તમારા મોબાઈલના માધ્યમથી બેડ અને ડાઈનિંગ ટેબલ સુધી બેક્ટેરિયા આસાનીથી પહોંચી જાય છે.
પેટમાં દુખાવો:
જે હાથથી મોબાઈલને ટચ કરો છો તે હાથથી જ જયારે તમે જમો છો તો કીટાણું પેટમાં જાય છે. જેનાથી ઝાડા, ઉલટી અને પાચનથી જોડાયેલી અનેક બીમારીઓથી પરેશાન થઈ શકો છો.
ફ્લશ કરીને તુરંત જ બહાર જાઓ:
ટોયલેટમાં મળની સાથે ટોક્સિન અને બેક્ટેરિયા પણ નીકળે છે. ફ્લશ કરવાથી બેક્ટેરિયા હાઈ-સ્પીડ પાણીમાંથી હવાના સંપર્કમાં આવે છે આ બાદ બાથરૂમમાં રાખેલી અન્ય વસ્તુઓ સુધી આ બેક્ટેરિયા સરળતાથી પહોચી જાય છે. ઇ-કોલી બેક્ટેરિયા ફ્લશમાં 6 કલાક સુધી રહે છે. આ બેક્ટેરિયાના સંપર્કમાં આવાથી તમે બીમાર પડી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે