આ રૂટ પર સાવ મફ્તના ભાવમાં વિમાનમાં મુસાફરી! જાણો કઈ એરલાઈને આપી શાનદાર ઓફર

આ પહેલાં એર એશિયા, ગો ફર્સ્ટ, વિયેતનામ જેટ પણ ઓછા ભાડા સાથે ઉડાનની ઓફર આપી રહી છે. ઓફર દ્વારા એરલાઈન્સ પોતાની ડિમાન્ડને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.

આ રૂટ પર સાવ મફ્તના ભાવમાં વિમાનમાં મુસાફરી! જાણો કઈ એરલાઈને આપી શાનદાર ઓફર

નવી દિલ્લી: જો તમે વિકેન્ડ પર ફરવાનું કોઈ પ્લાનિંગ કરી રહ્યા હોય પરંતુ બજેટ સાથે ન હોય તો અમે તમને એક એવી ઓફર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારું બધું ટેન્શન જ દૂર કરી દેશે. રિઝનલ એરલાઈન્સ ફ્લાઈબિગે પ્રવાસીઓ માટે એક ખાસ ઓફર રજૂ કરી છે.

જેમાં તેમણે માત્ર 999 રૂપિયાની કિંમતની સાથે ઉડાન ભરવાની તક મળશે. જોકે એરલાઈન્સ પ્રવાસીઓની સંખ્યાને વધારવા માટે સતત  આવી ઓફર જાહેર કરી રહી છે. આ પહેલાં એર એશિયા, ગો ફર્સ્ટ, વિયેતનામ જેટ પણ ઓછા ભાડા સાથે ઉડાનની ઓફર આપી રહી છે. ઓફર દ્વારા એરલાઈન્સ પોતાની ડિમાન્ડને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.

શું છે ઓફર:
ભારતના રિઝનલ એવિએશનના નવા ખેલાડી ફ્લાઈબિંગે ખાસ ઓફરની જાહેરાત કરી છે. એરલાઈન્સના ફ્લાઈબિગ ફેસ્ટિવ સેલમાં મુસાફરોને 999 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીની ટિકિટ ઓફર કરવામાં આવી રહી છે. એરલાઈન્સના જણાવ્યા પ્રમાણે આ સેલમાં કુલ 10000 ટિકિટ ઓફર કરવામાં આવી છે. આ સેલ આજથી એટલે કે 14 જુલાઈથી શરૂ થયો છે. અને 20 જુલાઈએ સેલ બંધ થઈ જશે. એરલાઈન્સના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન ગુવાહાટીથી પાસીઘાટ અને ગુવાહાટીથી રૂપસી માટે 999 રૂપિયાની ટિકિટ નક્કી કરવામાં આવી છે. જ્યારે ગુવાહાટીથી તેજુ, હૈદરાબાદથી ગોદિયા માટે હવે માત્ર 1500 રૂપિયામાં ઉડાન ભરી શકો છો. ઈન્દોરથી ગોદિયા, હૈદરાબાદથી ઔરંગાબાદની ટિકિટ માત્ર 2000 રૂપિયામાં મળશે.

જાણો બીજા કોણ આપી રહ્યા છે સસ્તી ઉડાનની ઓફર:
1. પહેલાં એર એશિયાએ લગભગ 1500 રૂપિયામાં ઉડાનની ઓફર આપી છે. એરલાઈન્સે દિલ્લી-જયપુર જેવા ઘરેલુ રૂટ્સ માટે આ ઓફર આપી છે.

2. ગો ફર્સ્ટે 7 જુલાઈથી 10 જુલાઈ સુધી ચાલનારી પોતાની ખાસ યોજના અંતર્ગત 1500 રૂપિયાની ટિકિટ ઓફર કરી હતી.

3. વિયેત જેટે માત્ર 2600 રૂપિયામાં વિદેશ જવાની સ્કીમ શરૂ કરી હતી. જે 13 જુલાઈ સુધી લાગુ હતી. એરલાઈન્સે ઉડાનનો સમય 15 ઓગસ્ટ 2022થી 26 માર્ચ 2023 સુધી રાખ્યો હતો.

આ પણ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news