જેના એક ટહુકાથી વાદળા વરસે...જેની એક ઝલક જોવા લોકો તરસે...શું આવો મોજીલો મોરલો તમે જોયો છે?

જ્યાં ભલભલા નેતાઓ રાજનીતિની કળા કરતા હોય છે એવા સરકારી શહેર ગાંધીનગરમાં વરસાદી માહોલ વચ્ચે મનમુકીને કળા કરતા મોરલાની આ દુર્લભ તસવીરો જોવા જેવી છે....

 

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ મેઘમહેરની વચ્ચે મનમુકીને થનગનાટ કરતા આ મોરલાને જોઈને તમારું મન પણ મોજમાં આવી જશે... શું તમે ક્યારેય આવો મોજીલો મોરલો જોયો છે? વરસાદ અને મોરનો સંબંધ ખુબ જૂનો છે. વરસાદની ઋતુમાં પંખ ખોલીને થનગનાટ કરતો મોરલો જોઈને તમે પણ ખુશખુશાલ થઈ જશો. જ્યાંથી ગુજરાત રાજ્યનું સંચાલન થાય છે, જ્યાં સરકાર બેસે છે ત્યાં જ આ મોજીલો મોરલો મનમુકીને થનગનાટ કરતો જોવા મળ્યો. મેઘમહેરની વચ્ચે ટહુકા કરતા મોરલાની દુર્લભ તસવીરો...

આ પણ ખાસ વાંચોઃ  20 વર્ષ જુનું સપનું 20 મિનિટમાં સાકાર! સુરક્ષા વીંધીને કોમેન્ટ્રી બોક્સમાં પહોંચ્યો ચાહક, ચાલુ કોમેન્ટ્રી છોડીને મળ્યા ગાવાસ્કર!

વરસાદની મોજ અને મોજીલા મોરલાને જોઈને કવિ કનુ અંધારિયાની એક કવિતા યાદ આવી જાય છેકે, આજ ફરી પાછા મોરલા બોલે...મેઘમહેર અને મોરનો ટહૂકો બન્ને જાણે એકબીજા સાથે જોડાયેલાં હોય એવું પ્રતિત થાય છે. એક તરફ મોરલો પોતાના મીઠા મધૂર સ્વરથી મેઘરાજાને બોલાવે છે. બીજી તરફ જ્યારે મેઘો મનમુકીને વરસે મોરલો પણ મનમુકીને ઝૂમતો નજરે પડે છે. પંખો ખોલીને મોરલો જ્યારે થનગનાટ કરતો હોય તે દ્રશ્યો જોવા ખરેખર અનુપમ આનંદ આપે છે. હાલ વરસાદની ઋતુમાં માટીની ભીની ભીની ખુશબુ આવતી હોય અને મોરલાનો ટહૂકો સંભળાય તો જીવનમાં આનાથી રૂડું તો શું હોય....

આ પણ ખાસ વાંચોઃ  કેમ પોતાના ગુરુ માટે યમરાજ જોડે થઈ હતી ભગવાન શ્રીકૃષ્ણની લડાઈ? જાણો ગુરુએ શું માંગી હતી ગુરુદક્ષિણા

1/10
image

આજ ફરી પાછા મોરલા બોલે... હીમસા ઠંડા વાયરાઓના સૂરની વચ્ચે, દૂર સુ દૂરે નદીયું કેરા નમતા પૂરે, વિહંગ ટોળા ઉડતા અને ઝાડવા પેલાં ઘેનમાં ડોલો, આજ ફરી પાછા મોરલા બોલે...

2/10
image

આભના ચોકે વાદળીઓની ગોપીઓ લેતી રાસ, મલ્હાર છેડે ઘનશ્યામ અને ત્યાં ગુંજતું રે આકાશ, ટોપ ઘટા ટોપ વાદળ ભીતર, સુરજ રાણા થાક ખાવાને ચઢતા જોને, આજ ફરી પાછા મોરલા બોલે...

3/10
image

ઉરે ઉરે ઉત્સાહ ભરીને માનવી કેવા ડોલવા લાગ્યા ધમ ધમાધમ ધરતી ધણી, મેઘના નાદે લઈને સાથી દોરી, ખેતર ભણી ચાલવા લાગ્યાં, તાલમાં વેળા, ભોય ભંડારેલ, બીજ રૂપાળા ફૂલસા હૈડું કોમળ ખોલે, આજ ફરી પાછા મોરલા બોલે...

4/10
image

આજ પાણીડા ધરતી ઉપર વાંકા ચુકા થાય, કાલનો ગરમ વાયરો આજે શિતલ શિતલ વાય, દૂરની કોઈ વાડ વચાળે મોરલા પહેલાં ચણ બચ્ચાની ચાંચથી ખોલે, આજ ફરી પાછા મોરલા બોલે... ( નોંધઃ જાણીતા કવિ- કનુ અંધારિયાની કવિતા અહીં લેવામાં આવી છે.)

5/10
image

6/10
image

7/10
image

8/10
image