Joe Biden ના કૂતરાનો આતંકઃ એક મહિનામાં બનાવ્યા આટલાં લોકોને શિકાર, White House માં ફફડાટ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને કૂતરાઓ ખૂબ પસંદ છે. પરંતુ રાષ્ટ્રપતિનો આ શોખ ઘણા લોકો માટે મુસીબત બની ગયો છે. જો બાઈડેનનાં કૂતરા 'મેજર'એ ફરી એકવાર વ્હાઈટ હાઉસના એક વ્યક્તિને પોતાનો શિકાર બનાવ્યો. બાઈડેનનો કૂતરો જ્યારથી વ્હાઈટ હાઉસમાં પહોંચ્યો ત્યારથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. અહીં સુધી કે સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેને ફર્સ્ટ ડૉગ પણ કહે છે.
Michael LaRosa, કે જે પ્રેસ સચિવ છે તેમણે જણાવ્યુ કે, મેજર જ્યારે નેશનલ પાર્કમાં વોક કરી રહ્યો હતો, ત્યાં તેણે પાર્કમાં સર્વિસ કરતા કર્મચારીને બચકુ ભરી લીધુ. જોકે કર્મચારીને વધુ ઈજા નથી પહોંચી. તેને તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. મેડિકલ યુનિટે પણ સારવાર લઈ રહેલા કર્મચારીની તબિયત સ્થિર જણાવી. આ ઉપરાંત મિશેલે કહ્યુ કે, મેજર નવા લોકોની વચ્ચે રહે છે. એટલા માટે તેને એડજસ્ટ થવામાં થોડી પરેશાની થઈ રહી છે.
April Fool's Day મનાવવાની શરૂઆત કેવી રીતે થઈ? એની પાછળની કહાની છે ઘણી રોચક
જ્યારે આ ઘટના બની ત્યારે બાઈડેન ત્યાં હાજર ન હતા. ફર્સ્ટ લેડી અને રાષ્ટ્રપતિ બંને Vietnam Veterans Memorial પર ગયા હતા. તમને જણાવી દઈએ કે મેજર એક જર્મન શેપર્ડ ડૉગ છે. તે ગત સપ્તાહે જ વ્હાઈટ હાઉસ શિફ્ટ થયો છે. મેજરની ઉંમર 3 વર્ષ છે અને બાઈડેને તેનુ રેસ્ક્યૂ કર્યુ હતુ. જ્યારે તેનો બીજો સાથી ચેમ્પ 12 વર્ષનો કૂતરો છે.
1 April થી આટલી વસ્તુઓ થશે મોંઘી, જિંદગી થઈ જશે રમણભમણ...બદલાઈ રહ્યાં છે આ નિયમો
માર્ચ મહિનામાં જ મેજરે બે વખત વ્હાઈટ હાઉસમાં કોઈને બચકુ ભર્યુ છે. આ પહેલા તેણે એક સુરક્ષા અધિકારીને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ ખબરની પુષ્ટિ વ્હાઈટ હાઉસ દ્વારા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ કૂતરાઓને લઈ પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યા છે. સાથે જ તેમણે એલાન પણ કર્યુ છે કે, તેમના કૂતરાઓને વ્હાઈટ હાઉસના ફર્નીચર સિવાયની તમામ જગ્યાઓ પર બેસવાની મંજૂરી છે. ગત વર્ષે નવેમ્બરમાં કૂતરા સાથે રમતા રમતા જો બાઈડેન પોતે ઈજાગ્રસ્ત થયા હતા. કૂતરા સાથે રમતી વખતે તેમનો પગ લપસી ગયો હતો અને તેમના જમણા પગના હાડકામાં ફ્રેક્ચર થઈ ગયુ હતુ.
Rare of The Rare Accident: 3 લોકો દીપડા પર પડ્યાં અને દીપડો જીવ બચાવીને ઉભી પૂંછડીયે ભાગ્યો...આવી તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના ડોગ એ વ્હાઈટ હાઉસમાં તરખાટ મચાવ્યો છે. હવે તો બાઈડેનના કમાન્ડો પણ આ ખૂંખાર ડોગથી ડરવા લાગ્યાં છે.
1 April થી આટલી વસ્તુઓ થશે મોંઘી, જિંદગી થઈ જશે રમણભમણ...જાણી લો બદલાઈ રહ્યાં છે આ નિયમો
જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ નહોતા ત્યારે પણ તેઓ પોતાના ઘરે ડોગ રાખતા હતા. તેમના ઘરે બે ડોગ છે. હાલ તેઓ દુનિયાનો સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ છે. જોકે, તેમ છતાં તેમનો આ શોખ જળવાઈ રહ્યો છે.
PHOTOS: અડધા કૂતરાં અને અડધા વાઘ જેવું રહસ્યમય પ્રાણી, તસવીરો જોઈને તમે પણ ડરી જશો
પ્રાણીઓ પ્રત્યે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને ખુબ જ લગાવ છે. એમાંય ખાસ કરીને બાઈડેનને શિકારી કૂતરાં પાળવાનો ખુબ જ શોખ છે.
આવો જ એક કિસ્સો અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા બરાક ઓબામાનો છે. ઓબામાના કૂતરાનું નામ ‘બો’ છે જે એક પોર્ટુગીઝ વોટર ડોગ છે. આ ડોગ પણ વ્હાઈટ હાઉસની મહેમાન ગતિ માણી ચૂક્યુ છે. ઓબામાનાં કૂતરા ‘બો’એ પણ વ્હાઈટ હાઉસમાં આવેલા ગેસ્ટને બચકુ ભરી લીધુ હતું. જ્યાર બાદ ઈજાગ્રસ્ત થયેલા ગેસ્ટને ગળામાં ટાંકા લેવાની ફરજ પડી હતી.