April Fool's Day મનાવવાની શરૂઆત કેવી રીતે થઈ? એની પાછળની કહાની છે ઘણી રોચક
એપ્રિલ ફૂલ એટલે મૂર્ખ ડે ઉજવવાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ તે તમે જાણો છો? એની પાછળની એક કહાની છે જે ઘણી રોચક છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ પહેલી એપ્રિલે લોકો એકબીજાને મૂર્ખ બનાવીને એપ્રિલ ફૂલ ડે ની ઉજવણી કરતા હોય છે. પણ શું તમને ખબર છેકે, કેમ એપ્રિલ ફૂલ ડે મનાવવામાં આવે છે? એપ્રિલ ફૂલ એટલે મૂર્ખ ડે ઉજવવાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ તે તમે જાણો છો? એની પાછળની એક કહાની છે જે ઘણી રોચક છે. દર વર્ષે 1 એપ્રિલે બાળકોથી લઈને વૃદ્ધો તમામ એકબીજાને એપ્રિલ ફૂલ બનાવવામાં લાગી જાય છે. પરંતુ શું તમે જાણો છે કે 1 એપ્રિલે જ કેમ એપ્રિલ ફૂલ ડે મનાવવામાં આવે છે.
એપ્રિલ ફૂલ ડેની શરૂઆત ફ્રાંસથી થઈ હતી. જ્યારે પોપ ગ્રેગરીએ 1582માં દરેક યૂરોપિયન દેશને જુલિયન કેલેન્ડર છોડીને ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર ચાલવાનું કહ્યું હતું. ગ્રેગોરિયન કેલેન્ડરમાં નવું વર્ષ 1 એપ્રિલે નહીં પરંતુ 1 જાન્યુઆરીથી શરૂ થાય છે. અનેક લોકોએ તેને માનવાથી ઈનકાર કર્યો. તો અનેક લોકોને તેની જાણકારી ન હતી. આ કારણે તે લોકો નવું વર્ષ 1 એપ્રિલથી ઉજવે છે.
Rare of The Rare Accident: 3 લોકો દીપડા પર પડ્યાં અને દીપડો જીવ બચાવીને ઉભી પૂંછડીયે ભાગ્યો...આવી તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય
1 એપ્રિલે નવું વર્ષ ઉજવનારા બન્યા એપ્રિલ ફૂલ:
આ કારણે જે લોકો પહેલા 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવતા હતા. તે લોકો એપ્રિલમાં નવું વર્ષ ઉજવનારાઓને એપ્રિલ ફૂલ કહેવા લાગ્યા. લોકો પ્રેન્ક કરીને એકબીજાને મૂર્ખ બનાવવા લાગ્યા અને ધીમે-ધીમે કરીને આ પ્રથા આખા યૂરોપમાં ફેલાઈ ગઈ.
દુનિયાભરમાં થાય છે આ દિવસની ઉજવણી:
જાપાન અને જર્મનીમાં આખો દિવસ લોકો પ્રેન્ક કરે છે. જ્યારે સ્કોટલેન્ડમાં તેને સતત બે દિવસ સુધી ઉજવવામાં આવે છે. ફ્રાંસમાં તેને ફિશ ડે કહેવામાં આવે છે. આ દિવસે બાળકો કાગળની બનેલ માછલી એકબીજાની પીઠ પર ચીપકાવીને એપ્રિલના આ દિવસને ઉજવે છે.
1381માં ઈંગ્લેન્ડમાં થઈ એપ્રિલ ફૂલની શરૂઆત:
એવું કહેવામાં આવે છે કે પહેલો એપ્રિલ ફૂલ ડે વર્ષ 1381માં ઉજવવામાં આવ્યો હતો. તેની પાછળ મજેદાર ઘટના છે. ઈંગ્લેન્ડના રાજા રિચર્ડ દ્વિતીય અને બોહેમિયાની રાણી એનીએ સગાઈની જાહેરાત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે 32 માર્ચ 1381નો દિવસ સગાઈ માટે પસંદ કરવામાં આવ્યો છે. લોકો અત્યંત ખુશ થઈ ગયા અને ઉજવણી કરવા લાગ્યા. પરંતુ તેમને અહેસાસ થયો કે આ દિવસ તો આવતો જ નથી. 31 માર્ચ પછી 1 એપ્રિલને ત્યારથી મૂર્ખ દિવસ ઉજવવાની શરૂઆત થઈ ગઈ.
આ વર્ષે એપ્રિલ ફૂલ ડે 1 એપ્રિલ ગુરુવારે ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે લોકો પોતાના મિત્રો,સગાને મૂર્ખ બનાવે છે. અને તેના માટે અનેક પ્રકારના યૂનિક આઈડિયા આપે છે. હસી-મજાક, મસ્તીનો આ દિવસ લોકો માટે ખાસ બની જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે